કોટક811ના 3 ઈન 1 સુપર એકાઉન્ટના ભાગરૂપે સુપર.મની સાથે ભાગીદારીમાં સલામત કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે
મુંબઈ | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૫ – ભારતના અગ્રણી ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ Kotak811 દ્વારા 3 ઇન 1 સુપર એકાઉન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ- બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ અને super.money સાથે સલામત ક્રેડિટ કાર્ડ- એમ તમામનો એક જ જગ્યાએ લાભ મળશે.
ભારતીયોનો એક મોટો અને વિકસતો વર્ગ જે સરળ, ડિજિટલ માધ્યમથી નાણાકીય વ્યવહારો કરવા ઇચ્છે છે તેમના માટે આ મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. પગારદાર વ્યક્તિઓ, ડિજિટલ પ્લેટફોર્મને પ્રાધાન્ય આપનાર લોકો, વિદ્યાર્થીઓ, પ્રથમ નોકરી કરનારાઓ અને અન્ય નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકશે. આ એવા વપરાશકર્તાઓ છે જે નાની રકમથી શરૂઆત કરવા માગે છે, આવક-ખર્ચ બાબતે નિયંત્રણમાં રહેવા માગે છે અને સાથે જ તેમના પૈસામાંથી વધુ વળતર મેળવવા માંગે છે. 3 ઇન 1 સુપર એકાઉન્ટ ઉપયોગમાં સરળ ઉકેલ સાથે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જ રચાયેલું છે.

આ અંગે Kotak811ના વડા મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે,“3 ઇન 1 સુપર એકાઉન્ટ એક જ જગ્યાએ બચત, ખર્ચ અને ઋણની સુવિધા આપે છે. તે એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ પેપરવર્ક તથા એના જેવી બીજી જટિલતા વિના પૈસાનું વધુ સારી રીતે સંચાલન કરવા માંગે છે. આ સુવિધા સરળ, સુરક્ષિત અને રોજિંદા ઉપયોગ માટે રચાયેલી છે.”
3 ઇન 1 સુપર એકાઉન્ટ સાથે તમને શું મળે છે:
- ₹1,000થી શરૂઆત કરો: FD ખોલો અને શરૂઆત કરી દો
- વધુ કમાઓ: તમારી FD પર વ્યાજ + ખર્ચ પર કૅશબૅક
- ક્રેડિટ પર UPI નો ઉપયોગ કરો: હંમેશની જેમ ચૂકવણી કરો અને રિવોર્ડ મેળવો
- સલામત Kotak811-super.money ક્રેડિટ કાર્ડ: તમારી FD ના આધારે નિર્ણય અને તેથી ક્રેડિટ કાર્ડ મેળવવા માટે આવકના પુરાવાની જરૂર નથી
- કોઈ પેપરવર્ક નહીં: 100% ડિજિટલ કામગીરી
- નાણાકીય વ્યવહારોના નિયંત્રણમાં રહો: તમારી FD તમારી ખર્ચ મર્યાદા નક્કી કરે છે
“અમારા ગ્રાહકો, જેઓ નાણાકીય વ્યવહારોને સરળ અને લાભદાયી બનાવવા માંગે છે તે Kotak811ના ડિજિટલ-ફર્સ્ટ વપરાશકર્તાઓ સાથે જોડાશે. અમે ક્રેડિટ ચુકવણી સરળ બનાવવા માટે વિશ્વસનીય બેંકિંગને ડિજિટલ-ફર્સ્ટ નવીનતા સાથે જોડી રહ્યા છીએ” તેમ super.moneyના સ્થાપક પ્રકાશ સિકારિયાએ જણાવ્યું હતું.
કોટક811ના સંયુક્ત-વડા જય કોટકે આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે,“કોટક811 રાષ્ટ્રીય સ્તર ઉપર એવા ભારતીય ગ્રાહકોને સેવા આપે છે જેઓ નાણાકીય રીતે આગળ વધવા માટે વ્યવહારુ માર્ગો શોધી રહ્યા છે. આ વપરાશકર્તાઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે પરંતુ ક્રેડિટ બાબતે સાવધ છે. તેઓ નિયંત્રણ, સ્પષ્ટતા અને મૂલ્ય ઇચ્છે છે. 3 ઇન 1 સુપર એકાઉન્ટ આવા ભારતીયોની જરૂરિયાત માટે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. આ સુવિધા શરૂ કરવામાં સરળ છે, ઉપયોગમાં સરળ છે અને લોકોને તેમના નાણા બાબતે વિશ્વાસ કેળવવામાં મદદ કરે છે.”
આ સુવિધા શરૂ કરવા માટે:
kotak811.com/3in1SuperAccount ની મુલાકાત લો અથવા super.money એપ્લિકેશન ડાઉનલોડ કરો.
