Truth of Bharat
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

કોટક મહિન્દ્રા બેન્કએ જરૂરિયાત અનુસારના ઇક્વિપમેન્ટ ધિરાણ ઉકેલો સાથે MSMEને સક્ષમ બનાવવા જ્યોતિ CNC સાથે ભાગીદારી કરી

મુંબઇ | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ (KMBL)એ મશિન ટૂલ ઉદ્યોગમાં MSMEને જરૂરિયાત અનુસારના ઇક્વીપમેન્ટ ધિરાણ ઉકેલો અલાયદા ધોરણે પૂરા પાડવા માટે ભારતની અગ્રણી CNC મશિન ઉત્પાદક જ્યોતિ CNC સાથે વ્યૂહાત્મક ગોઠવણી કરી હોવાની ઘોષણા કરી છે.

આ સહયોગનો હેતુ એડવાન્સ્ડ CNC મશિનરીમાં રોકાણ કરવા માંગતા ઉદ્યોગો માટે મૂડી પ્રાપ્ત કરવાનું સરળ અને વેગ આપવાનો છે. આ ગોઠવણી હેઠળ કોટક મહિન્દ્રા બેન્ક રૂ. 3 કરોડની ડિજીટલી લોન પ્રદાન કરશે જે ઝડપી અને વધુ સાનુકૂળ ધિરાણને સક્ષમ બનાવશે.

કોટક મહ્ન્દ્રા બેન્કના બિઝનેસ બેન્કિંગ, એફ્લ્યુઅન્ટ, NRIના પ્રેસિડન્ટ, વડા અને ચિફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભાસીને જણાવ્યું હતુ કે, “આ ગોઠવણી MSMEને તેમની વૃદ્ધિના દરેક તબક્કે ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. જરૂરિયાત મુજબના ધિરાણ ઉકેલો પ્રદાન કરીને અમે ઉત્પાદકોને તેમની કામગીરીને વધુ ઊંચે લઇ જવાનો, અદ્યતન ટેકનોલોજી અપનાવવા અને ઉત્પાદકમાં વધારો કરવા માટે સક્ષમ બનાવવાનો હેતુ ધરાવીએ છીએ.

આ પહેલની ડિઝાઇન MSMEsના બહોળા વ્યાપને ફાયદો થાય તે રીતે કરવામાં આવી છે, જેમાં નીચેનાનો પણ સમેવશ થાય છે:

– મહાકાય ઓટોમોબાઇલ ઉત્પાદકોના OEM સપ્લાયર્સ

– મર્યાદિત મશિનરી સાથે નાના પાયે કામ કરતા જોબ વર્કર્સ

જ્યોતિ CNC ઓટોમેશન લિમીટેડના સ્થાપક, ચેમરમેને અને એમડી પરાક્રમસિંહ જી. જાડેજાએ જણાવ્યું હતુ કે, “અમારા ગ્રાહકોને ધિરાણની સરળ સુલભતા પૂરી પાડવા માટે કોટક મહિન્દ્રા બેંક સાથે સહયોગ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. આ પહેલ ફક્ત તેમની વ્યવસાયિક આકાંક્ષાઓને ટેકો આપશે નહીં પરંતુ ભારતમાં ચોકસાઇ ઉત્પાદનના એકંદર ઇકોસિસ્ટમને પણ મજબૂત બનાવશે.”

આ વ્યવસ્થા કોટકની MSME માટે પસંદગીની બેંન્કિગ ભાગીદાર બનવાની વ્યાપક વ્યૂહરચના સાથે સુસંગત છે, જે નવીન નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે જે તમામ ઉદ્યોગોમાં વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાને વેગ આપે છે.

Related posts

જ્યારે પીઠનો દુખાવો ફક્ત દુખાવા કરતાં વધુ હોય છે: કરોડરજ્જુના વિકારના ચેતવણી ચિહ્નો

truthofbharat

ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025

truthofbharat

2026માં રિયલ એસ્ટેટમાં તેજી માટે, ટિયર-2 શહેરોમાં વડોદરા મોખરે રહેશે

truthofbharat