મુંબઈ | ૧૫ જુલાઈ ૨૦૨૫: પ્રવાસ કરવાનું ગમે છે? હવે તમારો રોજબરોજનો ખર્ચ તમને વિવિધ સ્થળે લઈ જઈ શકે છે! કોટક મહિંદ્રા બેન્ક અને ઈન્ડિગો દ્વારા ઈન્ડિગો એરલાઈન્સનો નવોનક્કોર લોયલ્ટી પ્રોગ્રામ ઈન્ડિગો બ્લુચિપ દ્વારા પાવર્ડ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસની આકર્ષક શ્રેણી રિલોન્ચ કરવા માટે જોડાણ કરવામાં આવ્યું છે.
તમે વારંવાર વિમાન પ્રવાસ કરતા હોય અથવા તમારી આગામી ટ્રિપનું નિયોજન કરતા હોય, આ કાર્ડસ રોજના ખર્ચને પ્રવાસ પુરસ્કારમાં ફેરવવા માટે તૈયાર કરાયાં છે.
✈️ બે કાર્ડ, એક લક્ષ્ય- વધુ સ્માર્ટ પ્રવાસ
તમારી જીવનશૈલીને અનુકૂળ કાર્ડની પસંદગી કરોઃ
- ઈન્ડિગો કોટક ક્રેડિટ કાર્ડ – રોજિંદી સુવિધા સાથે પ્રવાસ લાભો ચાહતા રોજબરોજના ઉપભોક્તાઓ માટે ઉતચ્તમ છે. ગ્રાહકો પ્રવાસ, ડાઈનિંગ મનોરંજન અને ઘણા બધા પર વધતા રિવોર્ડસ, માઈલસ્ટોન્સ સહિત વાર્ષિક રૂ. 6 લાખ સુધી ખર્ચ પર 30,000 બ્લુચિપ્સની કમાણી કરી શકે છે.
- ઈન્ડિગો કોટક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ – વારંવાર પ્રવાસ કરનારા માટે તૈયાર કરવામાં આવેલું આ કાર્ડ રૂ. 12 સુધીથી વધુ વાર્ષિક ખર્ચ પર 70,000થી વધુ બ્લુચિપ્સ ઓફર કરે છે, જે તમારા રોજના ખર્ચને તમારાં ફેવરીટ હોલીડે સ્થળ માટે રિટર્ન ટિકિટ્સમાં ફેરવી શકે છે.
💳 તમને તે શા માટે ગમશે
| ઈન્ડિગો કોટક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ | ઈન્ડિગો કોટક ક્રેડિટ કાર્ડ |
| • 6ઈ ચેનલો પર રૂ. 100 ખર્ચ સામે 21 સુધી બ્લુચિપ્સ. | • 6ઈ ચેનલો પર રૂ. 100 ખર્ચ સામે 19 સુધી બ્લુચિપ્સ.
• ડાઈનિંગ અને મનોરંજન પર 3 બ્લુચિપ્સની કમાણી. • દરેક કાર્ડ એનિવર્સરી પર 2500 બ્લુચિપ્સ. • 7500 બ્લુચિપ્સ સુધીના વાર્ષિક માઈલસ્ટોન્સ. • વિગતવાર લાભો માટેઃ Click Here
|
| • ડાઈનિંગ અને મનોરંજન પર 3 બ્લુચિપ્સની કમાણી.
• દરેક કાર્ડ એનિવર્સરી પર 4000 બ્લુચિપ્સ. • 16,000 બ્લુચિપ્સ સુધી વાર્ષિક માઈલસ્ટોન્સ. • વિગતવાર લાભો માટેઃ Click Here
|
કોટક મહિંદ્રા બેન્કના એમડી અને સીઈઓ અશોક વાસવાનીએ જણાવ્યું હતું કેઃ “કોટકમાં અમે લાખ્ખો ભારતીયો માટે પ્રવાસનો દાખલો બેસાડનારી એરલાઈન્સ ઈન્ડિગો સાથે દીર્ઘ સ્થાયી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ગૌરવ અનુભવીએ છીએ. આ જોડાણ રોજબરોજનું બેન્કિંગ વધુ પુરસ્કૃત અને પ્રવાસ વધુ પહોંચક્ષમ બનાવવા માટે સમાન ધ્યેય આસપાસ નિર્માણ કરાયું છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસ થકી અમે અમારા ગ્રાહકોને રોજના ખર્ચને અવિસ્મરણીય પ્રવાસમાં ફેરવવાની સરળ, શક્તિશાળી રીત આપી રહ્યા છીએ.’’
ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે, “ઈન્ડિગો બ્લુચિપ થકી અમે અમારા વફાદાર ગ્રાહકોને બેજોડ લોયલ્ટી લાભો આપવા ભાર આપીએ છીએ અને કોટક મહિંદ્રા બેન્ક સાથે આ ભાગીદારી અમારા પ્રયાસનો આંતરિક ભાગ છે. આ ભાગીદારી અમારા ગ્રાહકોને રોજબરોજના ખર્ચ પર ઈન્ડિગો બ્લુચિપ્સની કમાણી કરવા અને અમારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ નેટવર્કમાં ફ્લાઈટ્સ પર આસાનીથી તેને રિડીમ કરવા માટે સશક્ત બનાવે છે. ઈન્ડિગો દુનિયાભરમાં તેની પાંખો ફેલાવી રહી છે ત્યારે અમને ખાતરી છે કે ગ્રાહકો અમારી સાથે દુનિયાભરનો પ્રવાસ કરશે તેમ આ ક્રેડિટ કાર્ડસના લાભોની સરાહના કરશે અને તેને માણશે.”
🚀 ઉડાણ ભરવા માટે તૈયાર છો?
શરૂઆત કરવાનું આસાન છેઃ
- વિધિસર લિંક થકી ઓનલાઈન અરજી કરો.
- કોટકના એપ અથવા વેબસાઈટ થકી તમારું કાર્ડ સક્રિય કરો.
- ખર્ચ કરવાનું શરૂ કરો અને તમારા બ્લુચિપ્સની વૃદ્ધિ જોતા રહો!
તમારા રોજના ખર્ચને અવિસ્મરણીય પ્રવાસ અનુભવમાં ફેરવો. વધુ જાણો અને અરજી કરો અહીં
https://www.goindigo.in/loyalty/partners/kotak-mahindra-bank-credit-card.html
