ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — નૉલેજ સીકર્સ દ્વારા તા. 21 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદમાં ‘નૉલેજ સીકર્સ ટોક શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને એક એવો ખુલ્લો મંચ પૂરું પાડવાનો હતો, જ્યાં તેઓ નિર્ભયપણે પોતાના વિચારો અને અનુભવો રજૂ કરી શકે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના ફાઉન્ડર શ્રીમતિ એકતા દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની સમર્પિત ટીમ—શીતલ શાહ, યશ્વી શાહ, શ્લોકા દેસાઈ, શ્રુતિ દોશી, ભૂમિ દોશી, સલોનિ ગોપવાણી, હર્ષદા ખોપકર અને જ્યોતિ વાઘેલાનો ખુબ સારો એવો સહયોગ રહ્યો હતો.
આજના સમયમાં શિક્ષણમાં ગુણાંક અને સ્પર્ધાને વધુ મહત્વ આપવામાં આવે છે, ત્યારે આ ટોક શોમાં બાળકોના શૈક્ષણિક વિકાસ સાથે તેમની ભાવનાત્મક સુખાકારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. 4 થી 15 વર્ષની વયજૂથના 70થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટ્રેસ, એન્ઝાયટી, શૈક્ષણિક દબાણ, સ્ક્રીન એડિક્શન, સમય વ્યવસ્થાપન તથા જીવનની વાસ્તવિક પડકારો જેવા વિષયો પર ઇન્ટરેક્ટિવ ચર્ચામાં ભાગ લીધો હતો.
આ સત્ર દરમિયાન ઔપચારિક વ્યાખ્યાનના બદલે ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી બાળકો નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે. શિક્ષકોએ અભ્યાસ, રમણ અને સ્ક્રીન સમય વચ્ચે સંતુલન જાળવવાની માર્ગદર્શન આપ્યું તેમજ સહાનુભૂતિ, દયાભાવ અને વહેંચણી જેવા મૂલ્યો પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે પ્રથમવાર વાલીઓ ખાસ કરીને વર્કિંગ માતાઓ માટે વિશેષ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ક–લાઈફ બેલેન્સ, પેરેન્ટિંગ પ્રેશર અને ગિલ્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ સેશનને વાલીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
હાલ અમદાવાદમાં છ અને પૂણેમાં એક કેન્દ્ર સાથે Knowledge Seekers બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક અભ્યાસને ભાવનાત્મક જાગૃતિ સાથે સંકલિત કરવાની દિશામાં સતત કાર્યરત છે.
♠♠♠♠♠♠♠♠
