Truth of Bharat
ઇલેક્ટ્રિક સ્કૂટરગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા ભારતમાં શહેર અને ગ્રામીણ બજારમાં ઈવી અપનાવવાનું વધારવા માટે આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા

પુણે | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા આજે દેશની પ્રતિષ્ઠિત એનબીએફસી અને માઈક્રો ફાઈનાન્સ સંસ્થામાંથી એક આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ લિમિટેડ (આઈએસએફએલ) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કરવામાં આવ્યા હોવાની ઘોષણા કરવા માં આવી છે. આ ભાગીદારીનું લક્ષ્ય શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ બજારોમાં ગ્રાહકો માટે સંગઠિત અને સ્પર્ધાત્મક ફાઈનાન્સિંગ સમાધાન પૂરા પાડવા માટે ઈલેક્ટ્રિક મોબિલિટીને વધુ પહોંચક્ષમ બનાવવાનું છે.

પ્રોગ્રામ સપ્ટેમ્બર 2025માં શરૂ થશે, જે નવાં વાહનો માટે વધતી ગ્રાહક માગણીનો લાભ લેવા માટે તહેવારની મોસમને ધ્યાનમાં રાખીને લવાયો છે. આ સમજૂતી કરાર હેઠળ આઈએસએફએલ ઈલેક્ટ્રિક 2 અને 3 વ્હીલર્સની કાઈનેટિક ગ્રીનની સંપૂર્ણ શ્રેણી માટે એક્રેડિટેડ ફાઈનાન્સર તરીકે કામ કરશે અને બિહાર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 13 રાજ્યમાં 370 શાખાના તેના વ્યાપક ફાઈનાન્સિંગ નેટવર્ક થકી રિટેઈલ ફાઈનાન્સિંગ સમાધાન પૂરા પાડશે, જે શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ પ્રદેશોમાં ઊંડી પહોંચની ખાતરી રાખશે.

આ ભાગીદારીમાં ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં વિઝિબિલિટી વધારવા અને નાણાકીય પહોંચક્ષમતા મજબૂત બનાવવા માટે માર્કેટિંગ પહેલો અને કો- બ્રાન્ડેડ પ્રમોશનલ કેમ્પેઈનોના ટેકાથી કાઈનેટિક ગ્રીનની પ્રોડક્ટો માટે 2 લાખથી વધુ પૂર્વપાત્ર આઈએસએફએલ ગ્રાહકો સુધી લક્ષ્યની પહોંચ વધારવાનો સમાવેશ થાય છે.

કાઈનેટિક ગ્રીને 600થી વધુ ડીલરોન  મજબૂત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક અને 1,50,000+ ઈલેક્ટ્રિક વાહનો વેચવાના સફળ ટ્રેક રેકોર્ડ સાથે આ ભાગીદારીને મજબૂત બનાવી છે. તેની ફ્લેગશિપ લાઈનઅપમાં ઉચ્ચ સફળ અને ઉત્તમ સ્થાપિત પ્રોડક્ટોમાં ઈ-લુના ઈ2ડબ્લ્યુનો સમાવેશ થાય છે, જે વર્સેટાઈલ મલ્ટી- યુટિલિટી વાહન મંચ બી2સી અને બી2બી ગ્રાહકો માટે ઉત્તમ છે. હાઈ- પરફોર્મન્સ ઈ-ઝુલુ ઈ2ડબ્લ્યુ સ્કૂટરો આધુનિક વિશિષ્ટતાઓ અન સુવિધાઓ તેમ જ ઈ3ડબ્લ્યુ કાર્ગો અને પ્રવાસી વાહનોની રગ્ડ સફર સિરીઝ સંચાલન ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે. આ ભાગીદારીને કારણે લોકો આસાનીથી સક્ષમ મોબિલિટી અપનાવી શકશે. ઈલેક્ટ્રિક વાહનોને વધુ પહોંચક્ષમ અને વિશિષ્ટતાઓથી સમૃદ્ધ બનાવીને અમે વિશાળ વર્ગને સક્ષમ પરિવહન સમાધાન અપનાવવા અને ભારતમાં લાસ્ટ માઈલ કનેક્ટિવિટી ડિકાર્બનાઈઝ કરવા માટે પ્રોત્સાહન આપવાની આશા રાખીએ છીએ.

આ જોડાણ પર બોલતાં કાઈનેટિક ગ્રીનના સંસ્થાપક અને સીઈઓ સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યં હતું કે, “અમે ભારતભરમાં ક્લીન મોબિલિટી સમાધાન અપનાવવાનું વધારવા માટે તૈયાર રિટેઈલ ફાઈનાન્સિંગમાં આગેવાન આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરવામાં રોમાંચિત છીએ. આઈએસએફએલના મજબૂત ફાઈનાન્સિંગ મંચ સાથે કાઈનેટિક ગ્રીનનાં કક્ષામાં ઉત્તમ ઈલેક્ટ્રિક વાહનોને જોડીને અમે ફાઈનાન્સિંગનું અંતર દૂર કરીને સક્ષમ પરિવહન અપનાવવા માટે ખાસ કરીને અર્ધશહેરી અને ગ્રામીણ બજારોમાં વ્યક્તિગતો અને વેપારો માટે અગાઉ કરતાં તેને આસાન બનાવી રહ્યા છીએ. આ ભાગીદારી રાષ્ટ્રની ગલીઓને ઈલેક્ટ્રિફાઈ કરવા માટે અમે એકત્ર કામ કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણીય કાજ અને સમાવેશ વૃદ્ધિ પ્રત્યે અમારી કટિબદ્ધતા અધોરેખિત કરે છે.’’

આઈઆઈએપએલ સમસ્ત ફાઈનાન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વેન્કટેશ એન જણાવે છે, “આઈઆઈએફએલ સમસ્ત ખાતે અમારો ધ્યેય હંમેશાં સમાવેશક નાણાકીય સમાધાન થકી વંચિત સમુદાયોને સશક્ત બનાવવાનો રહ્યો છે. કાઈનેટિક ગ્રીન સાથે આ ભાગીદારી પહોંચક્ષમ ધિરાણ સાથે સક્ષમ મોબિલિટીને એકત્ર કરવાની દિશામાં નોંધપાત્ર પગલું છે. ઈલેક્ટ્રિક ટુ અને થ્રી- વ્હીલર્સ માટે આસાન અને કિફાયતી ફાઈનાન્સિંગ અભિમુખ બનાવીને અમે હરિત પરિવહનને પ્રમોટ કરવા સાથે અર્ધશહેરી અને ગ્રામીણ ભારતમાં આર્થિક સશક્તિકરણને ટેકો પણ આપી રહ્યા છીએ. આ પહેલ અમારા ગ્રીન ફાઈનાન્સિંગ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા સાથે જવાબદાર અને પ્રભાવશાળી ધિરાણ પ્રત્યે અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’

આ સમજૂતી કરાર પર સહીસિક્કા બંને સંસ્થાઓ સ્વચ્છ, હરિત પરિવહનના સરકારના ધ્યેય તરફ આગળ વધી રહી છે અને ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાને ગતિ આપવા માટે એકત્ર આવી છે તે મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ભાગીદારી સાથે કાઈનેટિક ગ્રીને મોબિલિટીની ક્ષિતિજમાં અર્થપૂર્ણ અને સક્ષમ પરિવર્તન વધારતાં ઉત્પાદન, વિતરણ અને ફાઈનાન્સિંગને સહજ રીતે જોડતી વ્યાપક ઈકોસિસ્ટમ નિર્માણ કરીને ભારતના ઈવી ઉદ્યોગમાં તેની આગેવાનીને વધુ મજબૂત બનાવે છે.

Related posts

૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન; ૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે

truthofbharat

પૂજ્ય મોરારી બાપુએ ચિત્રકૂટથી રામભક્તોને સંબોધ્યા, “રામયાત્રા”નો શુભારંભ કર્યો.

truthofbharat

5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વિવેક મહોત્સવમાં મેગા આયુર્વેદ કોન્ફરન્સ માં ભાગ લેશે

truthofbharat