Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન અને એક્સપોનન્ટ એનર્જી દ્વારા ઈ-રિક્ષા અને ઈ-કાર્ટસ સહિત ઈલેક્ટ્રિક 3-વ્હીલર માટે 15 મિનિટનું ઝડપી ચાર્જિંગ સમાધાન રજૂ કરાયું

પુણે | ૧૮મી નવેમ્બર ૨૦૨૫ — ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ (e3W) અને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ (e2W)ની ભારતની અગ્રગણ્ય ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિ.એ આજે ઝડપી ચાર્જિંગ ટેકનોલોજીમાં આગેવાન એક્સપોનન્ટ એનર્જી સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. ભારતના ઈલેક્ટ્રિક મોબિલિટી અવકાશમાં સીમાચિહનરૂપ બ્રેકથ્રુમાં કંપનીઓએ L5 અને L3 e3W શ્રેણી માટે રાષ્ટ્રનું સૌથી ઝડપી ચાર્જિંગ સમાધાન રજૂ કર્યું છે, જે ઈ-રિક્ષા અને ઈ-કાર્ગો કાર્ટસનો સમાવેશ ધરાવતા દેશમાં સૌથી વિશાળ, સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અને સૌથી વ્યાપક ઉપયોગ કરાતું સેગમેન્ટ છે. આ જોડાણ શહેરી અને અર્ધશહેરી ભારતમાં લાસ્ટ માઈલ મોબિલિટી ઓફરેટર્સ માટે સંચાલન કાર્યક્ષમતા અને ઉત્પાદકતાનો નવો દાખલો બેસાડવાનું વચન આપે છે.

આ જોડાણ હેઠળ કાઈનેટિક ગ્રીન્સના લોકપ્રિય L3 મોડેલોમાં સફર સ્માર્ટ, સફર શક્તિ અને સુપર DXનો સમાવેશ થાય છે, જેમાં હવે 15 મિનિટની ઝડપી ચાર્જિંગ ટેકનોલોજી શોર્ટ બ્રેક્સ દરમિયાન ઝડપી ટોપ-અપ્સ અભિમુખ બનાવે છે અને 30 ટકા સુધી રોજિંદા કામકાજના કલાકો વિસ્તારે છે.

L5N સફર જમ્બો લીડર L5 શ્રેણીમાં અત્યંત ઝડપી પરફોર્મન્સ લોજિસ્ટિક્સ વાહન છે, જે ઉત્તમ પેલોડ અને રેન્જ માટે જ્ઞાત હોઈ 15 મિનિટ ચાર્જિંગ થકી ઝડપી ટર્નઅરાઉન્ડ સમય પ્રદાન કરે છે, જેને લઈ વધુ ફેરીઓ થઈ શકે છે, આવક ઉચ્ચ થાય છે અને વ્યક્તિગત માલિક- ઓપરેટરો અને ફ્લીટ ઓપરેટરો માટે પણ વળતરો સુધરે છે. આ જ રીતે આગામી L5M પ્રવાસી પ્રકાર 50 km/h સુધી સ્પીડ્સ માટે સક્ષમ છે અને લાંબા આંતરશહેરી રુટ્સ માટે તૈયાર કરાઈ છે, જે રોજિંદી ઉપયોગિતા મહત્તમ બનાવવા માટે આ આધુનિક ચાર્જિંગ ટેકનોલોજી પણ અપનાવે છે.

એક્સપોનન્ટ એનર્જીનું પ્રોપ્રાઈટરી ફુલ- સ્ટેક મંચમાં અત્યાધુનિક બેટરી ટેકનોલોજી, સ્માર્ટ ચાર્જિંગ નેટવર્ક અને ઈન્ટેલિજન્ટ સોફ્ટવેરનો સમાવેશ થાય છે, જે 15 મિનિટમાં ઝડપી ચાર્જિંગ સાથે કાઈનેટિક ગ્રીન વેહિકલ્સને સશક્ત બનાવે છે અને ઉદ્યોગ અવ્વલ 3000 સાઈકલની વોરન્ટી સાથે એસેટનું આજીવન મૂલ્ય મહત્તમ બનાવે છે. સંયુક્ત સમાધાન એક્સપોનન્ટના વધતા ચાર્જિંગ નેટવર્સમાં આસાન ચાર્જિંગ માટે તૈયાર કરાયું છે, જ્યારે ઈન્ટીગ્રેટેડ ડિજિટલ મંટ અસલ સમયમાં ચાર્જની સ્થિતિનું ટ્રેકિંગ કરે છે, વરતારાત્મક મેઈનટેનન્સ એલર્ટસ આપે છે અને ફ્લીટ મહત્તમીકરણ માટે ડેટા એનલાઈટિક્સ પ્રદાન કરે છે.

આ ઘોષણા પર બોલતાં કાઈનેટિક ગ્રીનના સંસ્થાપક અને સીઈઓ ડો. સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ભારતના ઈલેક્ટ્રિક થ્રી- વ્હીલર ક્ષેત્ર માટે દાખલારૂપ અવસર છે. દેશના પ્રથમ 15 મિનિટ ફુલ ચાર્જ સમાધાનને ભારતના શહેરી લાસ્ટ માઈલ મોબિલિટી માટે આધાર ઈ-રિક્ષા અને કાર્ગો કાર્ટસ માટે લાવીને અમે માલિક ઓપરેટરો, નાના અને મોટા ફ્લીટ ઓપરેટરોને અભૂતપૂર્વ અપટાઈમ અને કાર્યક્ષમતા હાંસલ કરવા માટે સશક્ત બનાવ્યા છે. અમારા ગ્રાહકલક્ષી અભિગમે અમારા ગ્રાહકોને માલિકીનો ઉત્તમ ખર્ચ પ્રદાન કરવા માટે અમારી L3 e3W શ્રેણી માટે આ ખાસ વ્યૂહાત્મક ભાગીદારી પ્રેરિત કરી છે. ભાગીદારી ગ્રીન મોબિલિટીની વ્યાપ્તિ વધારવાના અમાર ધ્યેયને ગતિ આપે છે, જે ભારતના EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સમૃદ્ધ બનાવવા સાથે સક્ષમ પરિવહન પહોંચક્ષમ અને કિફાયતી બનાવે છે.’’

એક્સપોનન્ટ એનર્જીના સીઈઓ અને સહ- સંસ્થાપક શ્રી અરુણ વિનાયકે જણાવ્યું હતું કે, “એક્સપોનન્ટ એનર્જીમાં અમારો ધ્યેય EVને સૌથી આસાન પસંદગી બનાવવાનો છે અને તેનો અર્થ અસલ ઓપરેટરો માટે અસલી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. આ જોડાણથી અમે અમારા ઝડપી ચાર્જિંગ મંચને ભારતમાં L5 અને L3 સેગમેન્ટમાં પણ e3Wsના સંપૂર્ણ પોર્ટફોલિયોમાં મઢી લેવા અભિમુખ હોઈ અસમાંતર ગતિ, વિશ્વસનીયતા અને ઉચ્ચ સ્તર ઓપરેટરો માટે પ્રદાન કરે છે અને ઈલેક્ટ્રિક પરિહવનના ભવિષ્ય માટે બ્લુપ્રિંટ નિર્માણ કરે છે.’’

કાઈનેટિક ગ્રીનના ગ્રાહકોને તાત્કાલિક ટેકો આપવા માટે એક્સપોનન્ટ એનર્જીનું ચાર શહેરમાં 160 ચાર્જિંગ સુધીનું નેટવર્ક e3W ફ્લીટ માટે ઉપલબ્ધ કરાશે. આગામી 12 મહિનામાં આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુખ્ય મેટ્રો અને tier II / III શહેરોમાં ઝડપથી વિસ્તરશે. એક્સોપનન્ટ્સનું ક્લાઉડ આધારિત ચાર્જિંગ ડેશબોર્ડ કાઈનેટિકના ગ્રીન ફ્લીટ મેનેજમેન્ટ એપમાં ઈન્ટીગ્રેટેડ છે, જે ઓપરેટરોને શુલ્ક શિડ્યુલ કરવા, રુટ્સ મહત્તમ કરવા અને આસાનીથી વાહન અપટાઈમ મહત્તમ બનાવવા માટે અભિમુખ બનાવે છે.

આ ભાગીદારીનું લક્ષ્ય ઝડપી ચાર્જિંગ ઈન્ટીગ્રેટેડ e3W સમાધાનમાં કાઈનેટિક ગ્રીનની આગેવાની વધુ મજબૂત બનાવવાનું છે. જે માટે ઉચ્ચ વૃદ્ધિના L3 સેગમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે અને ભારતના e3W ક્ષેત્રમાં વર્ચસ જમાવનારા બળ તરીકે કાઈનેટિક ગ્રીનનું સ્થાન મજબૂત બનાવવાનું છે.

==========

Related posts

ક્રુપાલુ મેટલ્સ લિમિટેડ BSE SME પ્લેટફોર્મ પર IPO લોંચ કરશે

truthofbharat

એમેઝોન ક્રિએટર પ્રોગ્રામ 2 કરોડથી વધુ ખરીદદારો સુધી પહોંચ્યો

truthofbharat

ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી

truthofbharat