Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જેકે મેક્સ પેઇન્ટ્સ શરૂ કરે છે નવું અભિયાન – ‘ઘરે આવવાના બહાને’ – જે ખુશી, હાસ્ય અને સંગાથના જીવંત રંગો લાવે છે

  • જીમી શેરગિલ અને મિનિષા લાંબાને તેના નવા અભિયાનમાં ફરી પાછા લાવી રહ્યા છીએ
  • નવા અભિયાનમાં બતાવ્યું છે કે ખુશીઓનો રંગ કેવી રીતે જોડાણો અનેકેવી રીતે વાતચીત આગળ વધી

અભિયાનની ફિલ્મ અહીં જુઓ:  https://youtu.be/1kYhv_ctuRQ

નવી દિલ્હી | ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૫: જેકે મેક્સ પેઇન્ટ્સ દ્વારા ‘ઘરે આવવાના બહાને’ નામનું નવીનતમ રમૂજી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેવી રીતે જીવંત દિવાલો ઘરોને સુંદર બનાવવાની સાથે-સાથે,  ખુશી, વાતચીત અને જોડાણો માટે પણ ચુંબક જેવું કામ કરે છે તે અંગે જણાવ્યું છે.

આ અભિયાનની ફિલ્મમાં જીમી શેરગિલ અને મિનિષા લાંબા છે, જે લગભગ બે દાયકા પછી ફરીથી પડદા પર આવી રહ્યા છે. જીમી એક સમજદાર અને પ્રેમાળ ઘરમાલિક શર્માજીની ભૂમિકામાં છે, જ્યારે મિનિષા તેમની પત્નીની ભૂમિકામાં છે, જેમનું નવું રંગવામાં આવેલું ઘર પડોશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. રંગબેરંગી દિવાલો પર રીલ્સ શૂટ કરવા માંગતા ઇન્ફ્લુએન્સર્સથી લઈને, આમંત્રણ વગર આવી જતી દોસ્તી કરી લેતી કાકીઓ સુધી; પડોશના દરેકને અચાનક શર્માજીના ઘરે આવવાના બહાના મળી જાય છે.

ખૂબ જ રમૂજથી ભરેલી, આ ફિલ્મ જેમની સાથે આપણે સૌ જોડાયેલા છીએ તેવા ભારતીય પડોશીઓની કેટલીક અનોખી ખાસિયતોને પ્રતિબિંબિત કરે છે, જેમાં સોશિયલ મીડિયા રીલ્સ અને વર્ક ફ્રોમ હોમના વિડીયો કૉલ જેવી આધુનિક વર્તણૂકો સાથે જૂના જમાનામાં શાળામાં થતા ઘોંઘાટના માહોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઝડપી કટ, રમતિયાળ દૃશ્યો અને જીવંત પાત્રો દ્વારા, ફિલ્મની વાર્તામાં કેવી રીતે જેકે મેક્સ પેઇન્ટ્સ દિવાલોને આનંદ અને એકતાની જીવંત પૃષ્ઠભૂમિમાં પરિવર્તિત કરે છે તે ખાસ બતાવવામાં આવ્યું છે.

નવા અભિયાનની ફિલ્મ વિશે બોલતા, શ્રી નીતિશ ચોપરા – બિઝનેસ હેડ (વ્હાઇટ સિમેન્ટ અને પેઇન્ટ્સ બિઝનેસ) એ ટિપ્પણી કરી હતી કે, ”ઘરમાલિકો માટે, યોગ્ય રંગ પસંદ કરવો એ માત્ર દિવાલોને રંગવા પૂરતી વાત નથી પરંતુ તેનાથી ઘણું વિશેષ છે, તે એક રોકાણ છે જે ટકાઉપણું સુનિશ્ચિત કરે છે, તેમના વ્યક્તિત્વ અને સુંદરતાને પ્રતિબિંબિત કરતી જગ્યાઓ બનાવે છે. જેકે મેક્સ પેઇન્ટ્સ ખાતે, અમે સમજીએ છીએ કે રંગ ફક્ત ફિનિશિંગ સ્પર્શ નથી, પરંતુ તે મકાનને ખરેખર ઘર બનાવવા માટેનો પાયો છે. ભરોસા પાત્ર જેકે સિમેન્ટના અમારાં ઉત્પાદનો, શ્રેષ્ઠ ગુણવત્તા, લાંબા સમય સુધી પરફોર્મન્સ, ટકાઉપણા અને રંગોની વિશાળ શ્રેણી પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી દરેક ઘરમાલિક માટે અનુરૂપ રંગો મળી રહે છે. ‘ઘરે આવવાના બહાને’અભિયાન દ્વારા, અમે આ જ જોડાણ પર પ્રકાશ પાડવા માંગતા હતા કે યોગ્ય રંગ ફક્ત દિવાલોને સુંદર બનાવવાની સાથે-સાથે પરિવારો અને સમુદાયોને નજીક લાવવા માટે આનંદ, જિજ્ઞાસા અને એકતાનું કારણ પણ બને છે.

શ્રી અમનદીપ મલ્હારી, માર્કેટિંગ હેડ (વ્હાઇટ સિમેન્ટ અને પેઇન્ટ્સ બિઝનેસ) એ ઉમેર્યું હતું કે, “જેકે મેક્સ પેઇન્ટ્સ ખાતે, અમારું ધ્યાન હંમેશા એવી બ્રાન્ડ નિર્માણ પર કેન્દ્રિત રહ્યું છે જે રંગના કાર્યાત્મક લાભ કરતાં આગળની બાબત છે. ‘ઘરે આવવાના બહાને’અભિયાનના પ્રારંભ દ્વારા, અમે દિવાલોને આનંદદાયક ક્ષણોની પૃષ્ઠભૂમિમાં પરિવર્તિત કરતી એક ભરોસાપાત્ર બ્રાન્ડ તરીકે અમારી સ્થિતિ મજબૂત કરી રહ્યા છીએ! આ ફિલ્મમાં રંગો કેવી રીતે ઘરને જીવંત, સ્વાગતશીલ જગ્યામાં પરિવર્તિત કરે છે તે બતાવ્યું છે. ભારતીય પરિવારો અને પડોશીઓ સંગાથના તાતણે જોડાયેલા હોય છે અને રમૂજ એ ભાવનાને જીવંત બનાવવાનો સૌથી સુસંગત માર્ગ લાગ્યો અને રીલ્સ, ઑનલાઇન ઇન્ટરવ્યુ તેમજ ક્રિકેટ જેવા સમકાલીન ઘટકો આજના સમયના સંદર્ભમાં આ વાર્તાને સુસંગત રાખે છે. અમે માનીએ છીએ કે આ અભિયાન એવા ગ્રાહકો સાથે ઊંડાણપૂર્વક જોડાશે જેઓ તેમના ઘરોને દિવાલો તરીકે નહીં, પરંતુ યાદો અને ખુશીઓના કેનવાસ તરીકે જુએ છે.

આ અભિયાનમાં બ્રાન્ડની ટેગલાઇનને વધુ મજબૂત બનાવી છે, જેમાં કહ્યું છે કે – જેકે મેક્સ પેઇન્ટ્સ: ખુશીઓના રંગ —તેમાં બતાવ્યું છે કે, જ્યારે દિવાલોને જેકે મેક્સ પેઇન્ટ્સથી રંગવામાં આવે, ત્યારે તે ફક્ત દિવાલો જ નથી રહેતી, પરંતુ તે હૂંફ વાળી, સ્વાગત કરતી જગ્યાઓમાં રૂપાંતરિત થઈ જાય છે જેનું સૌંદર્ય કુદરતી રીતે લોકોને આકર્ષે છે!

આ TVC હવે ટેલિવિઝન, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ છે –https://youtu.be/1kYhv_ctuRQ

જેકે મેક્સ પેઇન્ટ્સ ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયર ઇમલ્શન, ટેક્સચર અને વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સની વિવિધ શ્રેણી પૂરી પાડે છે જે સુંદરતાને ટકાઉપણા અને સુરક્ષા સાથે જોડે છે. 20 વર્ષ કરતાં વધુ સમયના વિશ્વાસ અને અનુભવના સમર્થન સાથે, JKWallMaxX વોલ પુટ્ટી દરેક દિવાલ માટે સરળ અને ટકાઉક્ષમ આધાર સુનિશ્ચિત કરે છે. અમારા જેકે મેક્સ પેઇન્ટ્સની વાઇબ્રન્ટ શ્રેણીની સાથે જ, તે ઘરમાલિકોને ફક્ત સુંદર જ નહીં, પરંતુ લાંબા સમય સુધી ટકી રહે તેવી દિવાલો બનાવવામાં મદદ કરે છે. ગુણવત્તા અને ગ્રાહક સંતોષના મુખ્ય મૂલ્યો પર આધારિત, આ ઉત્પાદનો શ્રેષ્ઠ કામગીરી, લાંબી આવરદા, દેખીતું આકર્ષણ પ્રદાન કરે છે અને અમારા ગ્રાહકોની ઘર નિર્માણ અને સુંદરતાની તમામ જરૂરિયાતો માટે બ્રાન્ડને વન-સ્ટોપ સોલ્યૂશન બનાવે છે.

Related posts

દુબઈના આ રેસ્ટોરાંમાં નવા મોસમી મેનુઓ સાથે મે મહિનાનો આનંદ માણો

truthofbharat

સેમસંગ દ્વારા AI ફીચર્સમાં નવો દાખલો બેસાડતી સ્માર્ટ કૂલિંગ સાથેની બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરી

truthofbharat

ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

truthofbharat