Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ આઠ ફેબ્રુઆરીએ 43મો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો

અમદાવાદ | ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — સાયન્સ સિટી સર્કલ પાસેના સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નોત્સવમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા.

આયોજન અંગે શ્રી રાકેશભાઈ આર શાહ – ટ્રસ્ટી, જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ અને ચેરમેન,મેનેજીંગ ડિરેક્ટર, જીએસઇસી લિમિટેડ અને ચેરમેન,જૈન કલચરલ ગ્રુપ એ જણાવ્યું કે આનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવાનો તેમજ સમાજમાં સરળ, સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે.લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાય છે. દરેક યુગલની અલાયદી ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા હોય છે. બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે એ માટે કુલ 40 જેટલા ફ્રી પાસ પણ અપાય છે.

લગ્ન કચેરીમાં નોંધણી કરી શકાય એ માટે યુગલો પાસેથી આવશ્યક દસ્તાવેજો લઇ લગ્નનું પ્રમાણપત્ર મળે તેવું આયોજન કરવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900 જેટલાં યુગલનાં લગ્ન કરાવ્યાં છે. લગ્નોત્સવમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ જ નહીં, શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે. આ આયોજન સમાજના ઉદાર દાતાઓના આર્થિક યોગદાન અને સંસ્થાના કાર્યકારોના સહકારથી સફળતા પૂર્વક થાય છે. ઘણા કિસ્સામાં યુગલોનાં સ્વજનો પણ ફાળો આપતાં હોય છે.

આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં ૫૦ ડેવલપર્સની ૨૫૦ કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે

truthofbharat

ટ્રુક એ તેની ગેમિંગ સિરીઝમાં બડ્સ ક્રિસ્ટલ ડાયનોને INR 999/- ની વિશેષ લોન્ચ કિંમતે રજૂ કર્યા

truthofbharat

ગોવામાં IFFIના ગ્રાન્ડ ફિનાલેમાં ધુરંધરની ધમાકેદાર એન્ટ્રી

truthofbharat