Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ફ્લિપકાર્ટ પર ક્લાસિક બાઇક્સની સાથે પ્રથમ ઓનલાઇન આવનારી જાવા યેઝદી મોટરસાઇકલ હવે એમેઝોન પર 40 શહેરોમાં લાઇવ છે

પુણે | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: જાવા યેઝદી મોટરસાઇકલે ભારતમાં પ્રિમિયમ મોટરસાઇકલ ખરીદવાની નવી રીતોને નવો આકાર આપવાની દિશામાં વધુ એક નિર્ણાયક પગલું ભર્યું છે. પાછલા વર્ષે ફ્લિપકાર્ટ પર હાઇ-પરફોર્મન્સ ક્લાસિક બાઇક્સનાં વેચાણમાં અગ્રેસર રહ્યા પછી, આ બ્રાન્ડ હવે દેશના સૌથી મોટા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ એમેઝોન પર ઉપલબ્ધ છે, જે 40થી વધુ શહેરોને આવરે છે અને આ તહેવારની મોસમમાં 100થી વધુ શહેરો સુધી પહોંચવાની યોજના ધરાવે છે.

જાવા યેઝદી પ્રિમિયમ 350સીસી મોટરસાઇકલની ઓનલાઇન રિટેઇલિંગની અપેક્ષાને સૌથી પહેલા જોનારી કંપની હતી, જેણે એક અગ્રણી મોડલ બનાવ્યું. જ્યારે ઓક્ટોબર 2024માં બ્રાન્ડે ફ્લિપકાર્ટ પર શરૂઆત કરી ત્યારે તેણે માત્ર મોટરસાઇકલને માત્ર ઓનલાઇન સૂચિબદ્ધ જ નહોતી કરી, પરંતુ તેણે ઇ-કોમર્સમાં પ્રિમિયમ ક્લાસિક મોટરસાઇકલ કેટેગરી પણ બનાવી. પ્રથમ મહિનામાં તેણે રેકોર્ડ કન્વર્ઝન દર પ્રાપ્ત કર્યો, જે ઓનલાઇન દ્વીચક્રી વાહનોનાં વેચાણમાં પાછલા ઉદ્યોગ-શ્રેષ્ઠથી બમણો હતો, જેણે સમગ્ર ક્ષેત્ર માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો.

ક્લાસિક લિજેન્ડ્સના ચીફ બિઝનેસ ઓફિસર શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે “એક વર્ષ અગાઉ અમે સાધારણ વિશ્વાસ સાથે ઇ-કોમર્સમાં પગલું ભર્યું હતું: જો અમારા યુવા ગ્રાહકો રજાઓ બુક કરવા કે ઓનલાઇન કાર ખરીદવામાં સંકોચ કરતા ન હોય, તો તેમને જાવા કે યેઝદી પણ એ જ રીતે મળવી જોઇએ. ફ્લિપકાર્ટથી શરૂઆત કરીને અને હવે એમેઝોન સુધી વિસ્તરણ કરીને, અમે મોટરસાઇકલની આત્માને અકબંધ રાખીને માલિકીની યાત્રાને સરળ અને વધુ પારદર્શક બનાવી રહ્યા છીએ.”

એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ યાત્રા કંપનીની ઝીણવટભરેલી ઓફલાઇન તૈયારીને દર્શાવે છે. જાવા યેઝદી મોટરસાઇકલે પહેલાથી જ તેના ડીલર નેટવર્કનું વિસ્તરણ સમગ્ર ભારતમાં 450થી વધુ ટચપોઇન્ટ્સ સુધી કર્યું છે અનેખરીદદારોને 100 ટકા જીએસટી 2.0 સુધારાનો લાભ પૂરો પાડે છે.

તૂટક તૂટક થઈ રહેલા વરસાદની વચ્ચે તહેવારોનો ઉત્સાહ સતત જારી રહ્યો હોવાની સાથે જાવા યેઝદી મોટરસાઇકલ પોતાની બ્રાન્ડ્સને ગ્રાહકો સુધી એક પગલું વધુ નજીક લાવી રહી છે. ખરીદદાર મોટલ પસંદ કરવાથી લઈને બુકિંગ સુધી સમગ્ર પ્રક્રિયા પોતાના ઘરેથી બહાર નીકળ્યા વિના જ પૂરી કરીશકે છે. 

એમેઝોન અને ફ્લિપકાર્ટ મારફતે ખરીદીના લાભઃ

આકર્ષક ફાયનાન્સ વિકલ્પો, ઇએમઆઇ યોજનાઓ અને કેશબેક ઓનલાઇન ખરીદીને આ તહેવારોની મોસમમાં વધુ આકર્ષક બનાવે છે.

એમેઝોન એમેઝોન પે આઇસીઆઇસીઆઇ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર એમેઝોન પ્રાઇમ ગ્રાહકો માટે સરળ ઇએમઆઇ વિકલ્પો અને 5 ટકા કેશબેક ઓફર કરી રહી છે.

ફ્લિપકાર્ટ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ, જેવા કે ફ્લિપકાર્ટ એક્સિસ અને ફ્લિપકાર્ટ એસબીઆઇ ક્રેડિટ કાર્ડ્સ પર 24 મહિનાનું, નો-કોસ્ટ ઇએમઆઇ અને 5 ટકા કેશબેક (રૂ. 4,000 સુધી) ઓફર કરી રહી છે. આ ઉપરાંત વિશેષ મોટરસાઇકલ ફાયનાન્સ અને વીમાની સુવિધાઓ પણ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.

કેવી રીતે ખરીદવીઃ

પગલું 1:એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર એક્સ-શોરૂમ કિંમતની ચુકવણી કરો.

પગલું 2: એક વખત ઓર્ડરની કંપની દ્વારા અધિકૃત્ત સંલગ્ન ડીલર દ્વારા પુષ્ટિ કરવામાં આવે ત્યાર પછી શેષ ઓન-રોડ કિંમત ડીલરશીપ ખાતે ચુકવો, અને તે તમારા મોટરસાઇકલની નોંધણી અને વીમાની સંભાળ લેશે.

પગલું 3: એક વખત નોંધણી પૂર્ણ થાય ત્યાર પછી અબાધિત હેન્ડઓવર પછી તમારા સ્વપ્નના મોટરસાઇકલ પર સવાર થઈ જાઓ.

(નોંધઃ અન્ય તમામ વર્ધિત સેવાઓ અથવા એક્સેસરીઝ ડીલરશીપ ખાતે ખરીદી શકાય છે.)

કંપનીએ તેના વેચાણ અને સર્વિસ નેટવર્કને સરળ એક્સેસ અને જાળવણી માટે 450થી વધુ ટચપોઇન્ટ્સ સુધી વિસ્તાર્યું છે. રાઇડર્સ જાવા યેઝદી ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ માટે પાત્ર બનશે, જે ઉદ્યોગમાં પ્રથમ વખત વેચાણ પછીની સહાય સેવા છે અને કંપનીનાં દરેક અધિકૃત્ત સર્વિસ સેન્ટર ખાતેઉપલબ્ધ છે. 

જાવા યેઝદી ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામઃ

  • તમામ જાવા અને યેઝદી મોટરસાઇકલ્સ વ્યાપક ‘જાવા યેઝદી વીએસએ ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ’ દ્વારા સમર્થિત છે – જે આ સેગમેન્ટમાં ઉદ્યોગની પ્રથમ પહેલ છે.
  • 4 વર્ષ/50,000ની પ્રમાણભૂત વોરંટીઃ આ પ્રોગ્રામ સેગમેન્ટમાં અગ્રણી સુરક્ષા પૂરી પાડે છે, જે અમારી એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાને દર્શાવે છે, જેનાથી રાઇડર્સને એ મનની શાંતિ મળે છે કે તેમની મોટરસાઇકલ્સ લાંબા સમય સુધી ચાલે તે માટે બનાવવામાં આવી છે.
  • છ મહિના સુધીના વિસ્તૃત્ત વોરંટીના વિકલ્પોઃ પ્રિમિયમ કવરેજ, જે આત્મવિશ્વાસ સાથે કહે છે કે બાઇક માર્ગ પર ચાલવા માટે તૈયાર રહેશે અને અનપેક્ષિત સમારકામના ખર્ચના તણાવને દૂર કરશે.
  • બે વર્ષની કોઇ પણ સમયની વોરંટી (માલિકીના છ વર્ષની અંદર): એક લવચિક ઉકેલ, જે જ્યારે પણ આવશ્યક લાગે ત્યારે અને પ્રમાણભૂત વોરંટી પૂર્ણ થાય ત્યાર પછી પણ ઉમેરી શકાય છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો ક્યારેય પણ કવરેજ વિનાના ન રહે.
  • એક વર્ષની કોમ્પ્લિમેન્ટરી રોડસાઇડ સહાય (આરએસએ): આઠ વર્ષ સુધી વધારી શકાય છે; જે એ સુનિશ્ચિત કરે છે કે રાઇડર્સ જ્યારે અને જ્યાં પણ તેમને આવશ્યક લાગે ત્યાં સહાય મેળવે, અને તેઓ અંતરિયાળ વિસ્તારોમાં પણ ફસાય નહીં.
  • પાંચ વર્ષનું સમગ્રલક્ષી એએમસી પેકેજઃ અનુમાન કરી શકાય એવા ખર્ચ સાથે મુશ્કેલી રહિત સેવા, જે સરળ માલિકીના અનુભવ માટે અનપેક્ષિત ખર્ચને દૂર કરે છે.

ઉપલબ્ધ મોડલ્સઃ

એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર રિટેઇલ વેચાણ થતા હોય એવા મોડલોમાં જાવા 350, 42, 42 એફજે, 42 બોબર અને પેરાક અને યેઝદી એડ્વેન્ચર સિંગલ હેડલાઇટ સામેલ છે. આ ઉપરાંત એમેઝોન યેઝદી સ્ક્રેમ્બલર પણ સૂચિબદ્ધ કરી છે. 

ઇ-કોમર્સ ભાગીદારો દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હોય એવા શહેરો અને રાજ્યોઃ

30થી વધુ શહેરોમાં 40થી વધુ ડીલર બંને મંચો પર લાઇવ થયા છે, અને આગામી કેટલાક સપ્તાહમાં વધુ જોડાશે.

નીચે જણાવેલા શહેરોના ડીલરો એમેઝોન પર સક્રિય છેઃ

દક્ષિણમાં કર્ણાટકમાં બેંગલુરુ, બેલગાવી, ગુલબર્ગા (કાલાબુરાગી) અને હુબલી; તમિલનાડુમાં મદુરાઇ; તેલંગાણામાં હૈદરાબાદ, સંગારેડ્ડી, મહેબુબનગર અને નિઝામાબાદ. ઉત્તરમાં દિલ્હી ઉપરાંત, રાજસ્થાનમાં જયપુર અને બિકાનેર; ઉત્તરપ્રદેશમાં સહારનપુર, શામલી, આઝમગઢ, અલીગઢ અને મથુરા; હરિયાણામાં રેવારી અને અંબાલા; પંજાબમાં ભટિંડા; જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર; અને ઉત્તરાખંડમાં દેહરાદુન. પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર અને માલ્દા; ઓરિસ્સામાં અંગુલ, બાલુગાંવ અને ભુવનેશ્વર ; છત્તિસગઢમાં રાયપુર; ઝારખંડમાં જમશેદપુર; આસામમાં ગુવહાટી; મણીપુરમાં ઇમ્ફાલ. પશ્ચિમમાં મહારાષ્ટ્રમાં પુણે અને ગુજરાતમાં રાજકોટ તથા જામનગર.

નીચે જણાવેલા શહેરોના ડીલરો ફ્લિપકાર્ટ પર સક્રિય છેઃ

દક્ષિણમાં કર્ણાટકમાં બેંગલુરુ, બેલગાવી, ગુલબર્ગા (કાલાબુરાગી); તમિલનાડુમાં મદુરૈ; તેલંગાણામાં હૈદરાબાદ, મહેબૂબનગર, નિઝામાબાદ; અને આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ. ઉત્તરમાં દિલ્હી ઉપરાંત, ઉત્તરપ્રદેશમાં કાનપુર, આઝમગઢ, બલિયા, મથુરા અને સહારનપુર; પંજાબમાં ભટિંડા; રાજસ્થાનમાં જયપુર અને સીકર; અને ઉત્તરાખંડમાં દેહરાદૂન. પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં માલ્દા અને દુર્ગાપુર; ઝારખંડમાં જમશેદપુર; ઓરિસ્સામાં જેયપોર, બાલુગાંવ, અંગુલ, ભુવનેશ્વર; અને મણીપુરમાં ઇમ્ફાલ. પશ્ચિમમાં ગુજરાતમાં રાજકોટ અને મહારાષ્ટ્રમાં પુણે.

ફ્લિપકાર્ટ પર ઉચ્ચ કન્વર્ઝન પ્રાપ્ત કરીને અને હવે એમેઝોન સુધી પહોંચીને જાવા યેઝદી મોટરસાઇકલે ભારતમાં પ્રિમિયમ મોટરસાઇકલ ઇ-કોમર્સ માટે અસરકારક રીતે આધાર તૈયાર કરી લીધો છે.

Related posts

અમદાવાદની જુઈ દેસાઈએ દુબઈમાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ 2025 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ‘ગેસ્ટ ઓફ ઓનર’એવોર્ડ જીત્યો

truthofbharat

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

truthofbharat

‘ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ’ પર વ્યવહાર કરવાવાળી જાહેર જનતા માટે સાવધાની

truthofbharat