Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યઝદીએ ભારતની રાઇડિંગ કમ્યુનિટી માટે તેની પ્રીમિયમ ક્લાસિક મોટરસાઇકલ્સને વધુ આકર્ષક બનાવી

Strap: તહેવારોના ધસારામાં સ્ટૉક ખૂટી જાય તે પહેલાં માત્ર 999 રૂપિયામાં જાવા અથવા યઝદી મોટરસાઇકલ બૂક કરવાની તક; જીએસટી 2.0પછી જાવા અને યઝદીની મોટરબાઇક્સનાઆઠ આઇકોનિકવેરિયેન્ટ્સમાંથી મોટા ભાગના વેરિયેન્ટ્સની કિંમતો 2 લાખ રૂપિયાથી પણ ઓછી થઈ ગઈ.

ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: જાવા યઝદી મોટરસાઇકલ્સ આ તહેવારોની સીઝનમાં તેના ગ્રાહકોની ઉજવણી અને ખુશીઓને વધુ યાદગાર બનાવવા માટે આકર્ષક ઑફર્સની શ્રેણી લઇને આવી છે.તે તેની પ્રોડક્ટ રેન્જ પર 999 રૂપિયાની ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ પ્રી-બૂકિંગ કિંમત આપી રહી છે,જેના કારણે આ કંપની વિશ્વના સૌથી મોટા મોટરસાઇકલ માર્કેટમાં જીએસટી 2.0રેશનલાઇઝેશનનો સૌથી વધુ લાભ મેળવનારી કંપની બની ગઈ છે.

એડવેન્ચર, રોડસ્ટર, બૉબરથી માંડીને સ્ક્રેમ્બલર સુધીના વેરિયેન્ટ્સ સહિતના આઠ મોડલ હવે રૂ. 2 લાખથી નીચે (રૂ. 1.59 લાખથી રૂ. 1.99 લાખની વચ્ચે) ઉપલબ્ધ છે.જાવા અને યઝદી મોટરસાઇકલ્સ 293 સીસી અથવા 334 સીસીનુંઆલ્ફા 2 લિક્વિડ-કૂલ્ડ એન્જિનધરાવે છે.તેનું 334 સીસીનું વેરિયેન્ટ29પીએસ પર 42ટકા વધુ પાવરની સાથે તેની 350 સીસીની પ્રતિસ્પર્ધી બાઇક કરતાં વધુ સારું પ્રદર્શન આપે છે(અને 30 એનએમ ટોર્ક આપે છે).

જીએસટી 2.0 સુધારાઓ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યાં છે, ત્યારેકંપનીએ 350 સીસી અને તેનાથી નીચેના એન્જિન ધરાવતી તેની પરફોર્મન્સ ક્લાસિક મોટરસાઇકલ્સના ખરીદદારોને કરવેરામાં થયેલા આ ઘટાડાનો 100 ટકા લાભ (28 ટકાથી 18 ટકા) આપ્યો છે.રૂ. 999ની તેની આકર્ષક ઑફર અમદાવાદમાં તેની બે ડીલરશિપ ખાતે ઉપલબ્ધ છે.તહેવારોના ધસારામાં સ્ટૉક ખૂટી જાય તે પહેલાં ગ્રાહકોની તેમની મનપસંદ આઇકોનિક જાવા અથવા યઝદી મોટરસાઇકલ બૂક કરાવી લે તેની તક ઘણી વધારે છે.કંપની પહેલેથી જ ગુજરાતના 14 શહેરોમાં 15 ડીલરશિપ ધરાવે છે.

ચિંતામુક્ત ઍક્સેસ અને સરળ મેઇન્ટેનન્સ માટે કંપનીએ સમગ્ર ભારતમાં તેની વેચાણ અને સર્વિસનીપહોંચને 450થી વધુ સ્થળોએ વિસ્તારી છે.જીએસટી 2.0 પછીવેચાણ પછીના કમ્પોનન્ટ્સના ખર્ચમાં ઘટાડો થયો હોવાથી, ગ્રાહકોને જાવા અને યઝદી મોટરસાઇકલ્સનામાલિકીખર્ચમાં નોંધપાત્ર ઘટાડોજોવા મળશે.આ તમામ મશીનોને ‘જાવા યઝદી બીએસએ ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ’નો સપોર્ટ છે, જે આ સેગમેન્ટમાં ઉદ્યોગજગતની સૌપ્રથમ પહેલ છે.આ વ્યાપક પ્રોગ્રામમાં 4વર્ષ/50,000કિમીની સ્ટાન્ડર્ડ વૉરંટી, 6 વર્ષ સુધીના એક્સટેન્ડેડ કવરેજનાવિકલ્પો, એક વર્ષ માટે રોડસાઇડ આસિસ્ટન્સ અને માલિકીના ફાયદાઓની એક આખી શ્રેણીનો સમાવેશ થાય છે, જે તેની એન્જિનિયરિંગની શ્રેષ્ઠતા અને તેના મશીનોની લાંબાગાળાની વિશ્વસનીયતામાં કંપનીના વિશ્વાસને દર્શાવે છે.

મોટરસાઇકલના ચાહકોમાં ઉત્સવના માહોલને અનેકગણો વધારવા માટે બીએસએ મોટરસાઇકલ્સેતેનાગોલ્ડ સ્ટારનીસાથે, 650 સીસી એન્જિનનારીફાઇનમેન્ટમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, જેના દ્વારા હવે મોટા સિંગલ-સિલિન્ડરોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.બીએસએ મોટરસાઇકલ્સ જીએસટી 2.0 પછી કરવેરામાં થયેલા વધારાને પોતે ભોગવીનેગોલ્ડ સ્ટારનેરૂ. 3,09,990ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવી રહી છે. આ ઉપરાંત, ખરીદદારોને રૂ. 5,900ની કિંમતની એક વિશિષ્ટલિમિટેડ-એડિશન એસેસરી કિટપણ મળશે, જેમાં ઊંચી ટુરિંગ વિન્ડસ્ક્રીન, એક પિલિયન બેકરેસ્ટ, એક મેટલ એક્ઝોસ્ટ શીલ્ડ અને એક રીયર રેઇલનો સમાવેશ થાય છે, જે ઉપયોગિતા અને સ્ટાઇલ બંનેનેવધારે છે.

આ આકર્ષક ઑફરોની શ્રેણીની સાથે, જાવા યઝદી મોટરસાઇકલ્સ અને બીએસએ મોટરસાઇકલ્સ સેગમેન્ટની શ્રેષ્ઠડીઝાઇન, વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ અને ભારતીય રસ્તાઓ માટે ઑપ્ટિમાઇઝ કરેલી પરફોર્મન્સ ટેક્નોલોજી ધરાવતા તેમનાહાઈ-ફેશન રેટ્રો મશીનોને ખરીદવા માગતા મહત્વાકાંક્ષીઓને જણાવી રહી છે કે,નવો ચીલો ચાતરો અને તકનો વહેલીતકે લાભ ઉઠાવો.

Price list:

Brand Model (Starting price) Old Price New Price Post GST 2.0 Savings
Jawa 42 Rs.1,72,942 Rs.1,59,431      Rs. 13,511
Jawa 350 Rs.1,98,950 Rs.1,83,407      Rs. 15,543
Jawa 42 Bobber Rs.2,09,500 Rs.1,93,133      Rs. 16,367
Jawa 42 FJ Rs.2,10,142 Rs.1,93,725      Rs. 16,417
Yezdi Roadster Rs.2,09,969 Rs.1,93,565      Rs. 16,404
Yezdi Adventure Rs.2,14,900 Rs.1,98,111      Rs. 16,789
Yezdi Scrambler Rs.2,11,900 Rs.1,95,345      Rs. 16,555

 

Related posts

એસએસઆઈ મંત્રાના નિર્માતા એસએસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલ, ઇન્ક. નો નાસ્ડેક માં ઐતિહાસિક પ્રવેશ

truthofbharat

ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે સેવાનો સંકલ્પ લીધો, સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન કર્યું

truthofbharat

કલામંદિર જ્વેલર્સે પોતાનું વચન પૂર્ણ કર્યું: તેની સિલ્વર બુકિંગ પહેલ દ્વારા નોંધપાત્ર પરિણામો આપ્યા

truthofbharat