Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યઝદી મોટરસાઇકલ્સની સૌથી વધુ વેચાતી યઝદી એડવેન્ચર અને રોડસ્ટર હવે ઉપલબ્ધ છે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર

મુંબઈ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — જાવા યઝદી મોટરસાઇકલ્સ તેનાઆ વર્ષના બોલ્ડ નવા લૉન્ચ, 2025 યઝદી એડવેન્ચર અને 2025યઝદી રોડસ્ટરને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લાવી છે.અત્યાર સુધી ફક્ત શૉરૂમમાં જ ઉપલબ્ધ અને ગત વર્ષની સરખામણીએ તહેવારોમાં વિક્રમી વેચાણ નોંધાવ્યાં બાદ, યઝદીની સૌથી લોકપ્રિય મોટરસાઇકલ્સ હવે ભારતના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથીફક્ત એક ક્લિક કરીને ખરીદી શકાશે.તહેવારોમાં ઊંચી માંગ બાદ, યઝદી લાઇન-અપમાં આ નવો ઉમેરો થવાથી તેપ્રમુખ બજારોમાં વધુ સુલભ બનશે અને તેના લીધેક્લાસિક મોટરસાઇકલિંગના શોખીન રાઇડર્સ સાથેનું બ્રાન્ડનું જોડાણ વધુ મજબૂત બનશે.

તેના તમામ નવા મોડલ્સ ઑનલાઇન ઉપલબ્ધ થવાની સાથે, કંપની તેની ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશનની પહોંચને વિસ્તારવા માટે ગયા વર્ષના મજબૂત ઓનલાઇન ડેબ્યૂનો લાભ લઈ રહી છે.પહેલા ફ્લિપકાર્ટ પર અને ત્યારબાદ એમેઝોન પર પ્રીમિયમ ક્લાસિક મોટરસાઇકલ્સ લિસ્ટ કરનાર તે પ્રથમ મોટરસાઇકલ બ્રાન્ડ હતી.જાવા યઝદી મોટરસાઇકલ્સનું ઑનલાઇન રીટેઇલ બ્રાન્ડના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પર આધારિત છે, જેનો આ વર્ષે તેના પ્રમુખ બજારોમાં સતત વિસ્તાર કરવામાં આવ્યો છે.રાઇડર્સ હવે રોજબરોજના બ્રાઉઝિંગજેટલી જ સરળતાથીમોટરસાઇકલને શોધવાથી માંડીને બૂકિંગ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂરી કરી શકે છે અને વાસ્તવિક રોડ અને પર્ફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવેલી આ મોટરસાઇકલ્સને ઘરે લાવી શકે છે.

જાવા યઝદી મોટરસાઇકલ્સના સહ-સ્થાપક શ્રી અનુપમ થારેજાએ જણાવ્યું હતું કે, ‘અમારી બે સૌથી લોકપ્રિય યઝદીને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લાવવાથી સમગ્ર ભારતના રાઇડર્સને ક્લાસિક મોટરસાઇકલિંગના રોમાંચનો અનુભવ કરવાનું સરળ બની જશે.2025એડવેન્ચર અને રોડસ્ટરને અમારા શૉરૂમમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.પરંપરા અને આધુનિક એન્જિનિયરિંગ વચ્ચેનો સમન્વય સાધતી આ પર્ફોર્મન્સ ક્લાસિક્સ માટે રાઇડિંગ કમ્યુનિટીનો પ્રેમ અમારા માટે પ્રોત્સાહકજનક અને વિનમ્ર રીમાઇન્ડર રહ્યો છે. ઑનલાઇન રીટેઇલની સેવાઉપલબ્ધ કરાવવા પાછળનો અમારો ઉદ્દેશ્ય, રાઇડર્સની ભાગદોડને ઘટાડવાનો છે, જેથી અમારી ડીલરશિપ રાઇડરને તેમનીમોટરસાઇકલની સાથે શક્ય એટલી અનુકૂળ રીતે જોડી શકે.”

ઑનલાઇન ખરીદી કેવી રીતે કરી શકાય

  1. એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર એક્સ-શૉરૂમ બૂકિંગની રકમ ચૂકવો.
  2. અધિકૃત સ્થાનિક ડીલર ઑર્ડરની પુષ્ટિ કરે છે અને ગ્રાહકને બાકીની ઑન-રોડ ચૂકવણી માટે માર્ગદર્શન
    આપે છે.
  3. ડીલરશિપ ખાતે રજિસ્ટ્રેશન અને વીમાની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે, ત્યારબાદ ફાઇનલ હેન્ડઓવર કરવામાં આવે છે. એસેસરીઝ અને એડ-ઑન્સ ડીલરશિપ પરથી જ ખરીદવાના રહેશે. 

રાઇડર્સ પ્લેટફોર્મ સંબંધિતઑફર્સનો પણ લાભ લઈ શકે છે, જેમ કે:

  • એમેઝોન પર6,500 રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ કૅશબૅક, એમેઝોન પે આઇસીઆઇસીઆઈ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર એમેઝોન પ્રાઇમના ગ્રાહકો માટે 5% કૅશબૅક અને 6મહિના સુધીના નો કૉસ્ટ ઇએમઆઈ જેવા લાભ મળશે.
  • ફ્લિપકાર્ટ પર 10,000રૂપિયા સુધીની બેંક ઑફરનો અને 4,000રૂપિયા સુધીની ક્રેડિટ કાર્ડ કૅશબૅક ઑફરનો લાભ લો. 

ઑનલાઇન ઉપલબ્ધ મોડેલ્સઃ

2025 યઝદી એડવેન્ચર અને 2025 રોડસ્ટર સહિતની યઝદી રેન્જ અને સંપૂર્ણ જાવા પોર્ટફોલિયો (350, 42, 42એફજે, 42 બોબર અને પેરાક) હવે બંને પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ ચૂક્યાં છે.

અહીં સેવા ઉપલબ્ધ છેઃ

બ્રાન્ડનું ઈ-કોમર્સ નેટવર્ક હાલમાં 44 શહેરોમાં કાર્યરત છે અને તેમાં 55 ડીલર જોડાયેલા છે.

દક્ષિણ ભારતમાં, કર્ણાટકમાં બેંગ્લોર, બેલગાવી અને ગુલબર્ગ (કલબુર્ગી); તમિલનાડુમાં મદુરાઈ; તેલંગણામાં હૈદરાબાદ, સંગારેડ્ડી, મહબૂબનગર, કરીમનગર અને નિઝામાબાદ; આંધ્રપ્રદેશમાં જેપોર અને વિશાખાપટ્ટનમ.

ઉત્તર ભારતમાં,નવી દિલ્હી ઉપરાંત રાજસ્થાનમાં જયપુર, જોધપુર, સીકર, બિકાનેર અને ઉદયપુર; ઉત્તર પ્રદેશમાં સહારનપુર, શામલી, આઝમગઢ, અલીગઢ, મથુરા, કાનપુર, ઝાંસી અને બલિયા; હરિયાણામાં રેવાડી અને અંબાલા; પંજાબમાં ભટિંડા; જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરઅને ઉત્તરાખંડમાં દેહરાદૂન.

પૂર્વ ભારતમાં,પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર અને માલદા; ઓડિશામાં અંગુલ, બાલુગાંવ અને ભુવનેશ્વર; છત્તીસગઢમાં રાયપુર; ઝારખંડમાં જમશેદપુર; બિહારમાં સમસ્તીપુરઅને મણીપુરમાં ઇમ્ફાલ.

પશ્ચિમ ભારતમાં,મહારાષ્ટ્રમાં પૂણેતથા ગુજરાતમાં રાજકોટ અને જામનગર. 

જાવા યઝદી ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામઃ

  • જાવા અને યઝદીની તમામ મોટરસાઇકલ્સને વ્યાપક ‘જાવા યઝદી બીએસએ ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ’ દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવે છે, જે આ સેગમેન્ટમાં આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે.
  • 4-વર્ષ/50,000 કિમીની સ્ટાન્ડર્ડ વૉરન્ટી: આ પ્રોગ્રામ સેગમેન્ટમાં અગ્રણી સુરક્ષા પૂરી પાડે છે, જે અમારી એન્જિનિયરિંગની શ્રેષ્ઠતા દર્શાવે છે અને તેરાઇડર્સને માનસિક શાંતિ આપે છે કે તેમની મોટરસાઇકલ લાંબા સમય સુધી ટકી રહેવા માટે બનાવવામાં આવી છે.
  • 6 વર્ષ સુધીના એક્સટેન્ડેડ વૉરન્ટીના વિકલ્પો: પ્રીમિયમ કવરેજ કે જે એ વાતનો વિશ્વાસ આપે છે કે, બાઇક રોડ-રેડી રહેશે અને રીપેરિંગનાઅણધાર્યા ખર્ચના તણાવને દૂર કરે છે.
  • બે વર્ષની એનીટાઇમ વોરંટી (ઑનરશિપના 6 વર્ષની અંદર):તે એક ફ્લેક્સિબલ સોલ્યુશન છે, જેને જરૂર પડવા પર ઉમેરી શકાય છે, સ્ટાન્ડર્ડ વૉરન્ટી સમાપ્ત થયાં પછી પણ, જે એ વાતની ખાતરી કરે છે કે, ગ્રાહકો ક્યારેય કવરેજ વગર ન રહે.
  • એક વર્ષનું કૉમ્પ્લિમેન્ટરી રોડસાઇડ આસિસ્ટન્સ (આરએસએ):તેને આઠ વર્ષ સુધી લંબાવી શકાય છે; તે એ વાતની ખાતરી કરે છે કે, રાઇડર્સને જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યાં મદદ મળી રહે અને ગમે તેવી અંતરિયાળ જગ્યાએ પણ તેઓ અટવાઈ જાય નહીં.
  • પાંચ વર્ષનું કોમ્પ્રિહેન્સિવ એએમસી પેકેજ:અગાઉથી જણાવવામાં આવતાં ખર્ચની સાથે હેરાનગતિ વગરની સેવા, જે ઑનરશિપના સરળ અનુભવ માટે અણધાર્યા ખર્ચાને દૂર કરે છે.

==◊◊◊◊◊◊◊==

Related posts

રેસ્ટોની સર્જરી પછી ઘૂંટણમાં શ્રેષ્ઠ ગુણવત્તા (હાયલાઇન) કાર્ટિલેજ પુનર્જીવન

truthofbharat

Škoda ઓટો ઇન્ડિયાએ રેન્જમાં ટોચ પરની તદ્દન નવી Škoda Kodiaq સાથે Kylaqનું સફળ લોન્ચ કર્યુ

truthofbharat

મીશો પર ફૂટવેર બ્રાન્ડ્સ રિલેક્સો, પેરાગોન અને લિબર્ટી લોન્ચ થયા

truthofbharat