Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતનો સૌથી ઝડપી સેલ, ઇન્સ્ટામાર્ટ ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ, 19 સપ્ટેમ્બરથી શરૂ થશે

  • 10 દિવસ સુધી ચાલનાર આ સેલ 19 થી 28 સપ્ટેમ્બર 2025 સુધી ઇન્સ્ટામાર્ટ એપ અને સ્વિગી એપ પર લાઇવ થશે
  • અવિશ્વસનીય ડીલ્સ, વીજળીની ઝડપી ડિલિવરી અને મોટી બચત – ખરીદદારો 50,000થી વધુ પ્રોડક્ટસ પર 50-90% ડિસ્કાઉન્ટ*નો આનંદ લઇ શકો છો, સૌપ્રથમ વખત ફક્ત 10 મિનિટમાં ડિલિવરી સાથે ઉપલબ્ધ થશે.
  • વનપ્લસ, ઓપ્પો, બોટ, ફિલિપ્સ, જેબીએલ, નેસ્ટાસિયા, લૉરિયલ પેરિસ, ડી’ડેકોર, LEGO, ડવ વગેરે જેવી ટોચની બ્રાન્ડસ પર ડીલ્સ.

નેશનલ | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫: ખરીદીની સુવિધાના અભૂતપૂર્વ સેલિબ્રેશનમાં ભારતના અગ્રણી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઇન્સ્ટામાર્ટે આજે તેના પ્રથમ વાર્ષિક મેગા સેલ અને ભારતનો સૌથી ઝડપી સેલ ઇન્સ્ટામાર્ટ ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 ના લોન્ચની જાહેરાત કરી. આ સેલ ખરીદદારોને ઝડપી ડિલિવરીની સાથે આકર્ષક ઑફર્સ પૂરી પાડે છે, જેથી કરીને ખરીદનારનો અનુભવ પહેલાં જેવો નહીં હોય. આ સેલ 19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર, 2025 સુધી ઇન્સ્ટામાર્ટ એપ અને સ્વિગી એપ બંને પર લાઇવ હશે.

ગ્રાહકો 50-90% સુધીના મોટા ડિસ્કાઉન્ટ* ની રાહ જોઈ શકે છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, કિચન અને ડાઇનિંગ, બ્યુટી અને પર્સનલ કેયર, રમકડાં સિવાય બીજું ધણું બધુ સામેલ છે અને આ ડિસ્કાઉન્ટ ફક્ત 10 મિનિટમાં ડિલિવરી કરી શકાય છે*. ઓફર પર 50,000 થી વધુ પ્રોડક્ટસની સાથે, ઇન્સ્ટામાર્ટ સીઝનની સૌથી મોટી ઓફરોમાં ઝડપી કૉમર્સની ગતિ અને સુવિધા લાવીને ઉત્સવની ખરીદીને એક નવો આયામ આપી રહ્યું છે.

બેંક ઓફર્સ: બચતને વધારવા માટે, ખરીદદારો બધા એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની સાથે ₹1000* સુધીની તાત્કાલિક 10% છૂટ મેળવી શકે છે.

બોટ, ફિલિપ્સ, બર્ગનર, પેમ્પર્સ અને એરવિક તથા નેસ્ટાસિયાના સહયોગથી ગ્રાહકો માટે પ્રસ્તુત ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ સેલમાં અલગ-અલગ રેન્જમાં ભારતની સૌથી પ્રિય અને વિશ્વસનીય બ્રાન્ડ્સને બેજોડ કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

ઇલેક્ટ્રોનિક્સ – મોબાઇલ, પ્રોજેક્ટર્સ, ઓડિયો
વનપ્લસ, ઓપ્પો, શ્યાઓમી, પોકો અને રિયલમી જેવા લોકપ્રિય સ્માર્ટફોન અને બોટ, જેબએલ, ફિલિપ્સ, રિયલમી, ગોબૉલ્ટ, લાઇફલૉન્ગ, નુ રિપબ્લિક નૉઇઝ, પોર્ટ્રોનિક્સ, માર્શલ અને અન્યના ગેજેટસ અને ઉપકરણો પર બ્લોકબસ્ટર ડીલ્સ.

હોમ એન્ડ કિચન
સ્ટાઇલથી લઈને કાર્યક્ષમતા સુધી ડી’ડેકોર, સેલો, પ્રેસ્ટિજ, બર્ગનર, નેસ્ટેસિયા, બોરોસિલ અને સ્કોચ બ્રાઇટ જેવી અગ્રણી બ્રાન્ડસ પર ડિસ્કાઉન્ટ. બ્લોકબસ્ટર સોદામાં એર ફ્રાયર્સ, પ્રીમિયમ લિનન સેટ, ડિનર સેટ, સફાઈની જરૂરી ચીજવસ્તુઓ અને બીજી ઘણી બધી પ્રોડક્ટસનો સમાવેશ થાય છે.

બેબી એન્ડ પર્સનલ કેર
લૉરિયલ પેરિસ, પેમ્પર્સ, ફિલિપ્સ, હિમાલય, નિવિયા અને ડવ જેવી બ્રાન્ડ્સ સાથે રોજિંદા પર્સનલ કેરની વસ્તુઓ પર અવિશ્વસનીય ઑફર્સ.

રોજિંદા જીવનજરૂરી વસ્તુઓ
આ સેલમાં એરિયલ, આશીર્વાદ, એરવિક અને મોર્ટેન જેવી અગ્રણી બ્રાન્ડસની સાથે દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ શાનદાર છૂટ મલશે. તહેવારોની ખરીદીને સાથોસાથ ફેરેરો રોચર, હલ્દીરામ્સ, કેલોગ્સ, ઇન્ડિયા ગેટ, ધ હોલ ટ્રુથ અને ઓરિગામિમાંથી ઘરગથ્થુ આવશ્યક ચીજવસ્તુઓ પર આકર્ષક ડીલ્સ ઉપલબ્ધ હશે – આ તહેવારોની સીઝનમાં સેલિબ્રેશનને અનુકૂળતા સાથે પૂર્ણ કરે છે તેની ખાતરી કરવી.

ટોયસ એન્ડ ફેમિલી ફન
તહેવારના ઉત્સાહને વધારતા ખરીદદાર પરિવારની પસંદગીની રમકડાં બ્રાન્ડ જેવી કે બાર્બી, LEGO અને મોનોપોલી જેવી પરિવારની મનપસંદ રમકડાં બ્રાન્ડ્સ પર ડીલ્સ શોધી શકો છે – જે ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટને ઉત્સવની ભેટ અને પરિવારના મનોરંજન માટે એક-સ્ટોપ સ્થળ બનાવે છે.

અત્યાધુનિક ટેકનોલોજી અને લોજિસ્ટિક્સ ઇનોવેશનથી સમર્થિત, આ સેલ ખાતરી કરે છે કે દરેક સોદો ઉદ્યોગમાં અગ્રણી ગતિ અને વિશ્વસનીયતા સાથે પૂર્ણ થાય છે જેની અપેક્ષા ઇન્સ્ટામાર્ટ ગ્રાહકો રાખે છે. ફક્ત ઉત્સવ-સ્તરની ઑફર્સ કરતાં કયાંય વધુ ઇન્સ્ટામાર્ટ ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ દરેક માટે સુવિધા, પસંદગી અને મૂલ્યને તાત્કાલિક સુલભ બનાવે છે.

Related posts

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે રજૂ કરી ક્લાઇમેટસેફ: જળવાયુ જોખમો સામે તાત્કાલિક ક્લેઇમ અને અનુકૂલિત સુરક્ષા

truthofbharat

વન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ : ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત

truthofbharat

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

truthofbharat