ગુજરાત, અમદાવાદ | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — કહેવાય છે કે જ્યારે નિઃસ્વાર્થ સેવા કરનાર વ્યક્તિને મુશ્કેલી પડે ત્યારે સમાજ અને સંસ્થાઓ તેમની વ્હારે આવે જ છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો તાજેતરમાં સાલ હોસ્પિટલ (સાયન્સ સિટી, અમદાવાદ) ખાતે જોવા મળ્યો.
માન. ભગવતીબેન ધોળકાના વતની છે અને એક નિષ્ઠાવાન આશા વર્કર તરીકે વષોંથી સેવા આપે છે. પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં તેઓ માત્ર એક કાર્યકર તરીકે જ નહીં, પણ લોકોના સાચા સેવક તરીકે જાણીતા છે. વર્ષોથી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનાર ભગવતીબેનને તાજેતરમા અચાનક એપેન્ડિક્સનો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. આ સ્થિતિમાં તેમને સાયન્સ સિટી રોડ પર આવેલી પ્રખ્યાત સાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટને જાણ થઈ કે ભગવતીબેન વર્ષોથી સમાજની સેવા કરી રહ્યા છે, ત્યારે હોસ્પિટલે એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો. ભગવતીબેનની જટિલ સર્જરીનો તમામ ખર્ચ સાલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો. માત્ર નિ:શુલ્ક સારવાર જ નહીં, પણ એક આશા વર્કર તરીકેની તેમની સેવાને બિરદાવવા માટે સાલ હોસ્પિટલ પરિવાર દ્વારા તેમનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું. ભગવતીબેન જેવા સેવાભાવી મહિલાની મદદ કરીને સાલ હોસ્પિટલ ગર્વ અનુભવે છે.
====♦♦♦♦♦♦====
