Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી6: રીથ રિશ્યા, અનિર્બાન ઘોષના પ્રદર્શનથી પીબીજી પુણે જગુઆર્સે કમબેક કરતા યુ મુમ્બા ટીટી 9-6 સામે જીત મેળવી

અમદાવાદ ૦૧ જૂન ૨૦૨૫: ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડીઓમાંથી એક રિથ રિશ્યા ટેન્નિસન અને અનિર્બાન ઘોષના શાનદાર પ્રદર્શનથી રવિવારે રમાયેલ મેચમાં પીબીજી પુણે જગુઆર્સે અલ્ટિમેટ ટેબલ ટેનિસ-6ની યુ મુમ્બા ટીટીને કમબેક કરતા 9-6નાં સ્કોરથી હરાવ્યું હતું.

યુ મુમ્બા માટે આંતરરાષ્ટ્રીય સ્ટાર લિલિયન બર્ડેટ અને બર્નાડેટ સ્ઝોક્સે શાનદાર જીત સાથે ટીમ માટે સકારાત્મક શરૂઆત કરી હતી. લિલિયન બર્ડેટ એ અલવારો રોબલ્સને 1-2 (1-11, 4-11, 11-8)થી હરાવ્યો, જ્યારે ડીના મેશરેફ બર્નાડેટ સ્ઝોક્સ સામે 1-2 (11-5, 10-11, 9-11)થી હારી હતી. અનિર્બાન/ડીનાની જોડીએ તે પછી આકાશ પાલ/સ્ઝોક્સની જોડીને 2-1 (7-11, 11-7, 11-10)થી મહાત આપી હતી. તે પછી અનિર્બાને આકાશ પાલને 2-1 (11-6, 10-11, 11-8)થી હરાવી પુણેને જીત તરફ દોરી હતી. અંતે રિથ રિશ્યા એ સ્વસ્તિકા ઘોષને 3-0 (11-9, 11-10, 11-6)થી હરાવી ટીમને જીત અપાવી હતી.

Related posts

અયોધ્યા ત્યાગની, ચિત્રકૂટ ત્યાગ અને વિહાર વિરાગની ભૂમિ, લંકા ભોગભૂમિ છે.

truthofbharat

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

truthofbharat

સ્પોર્ટ્સ એક્ટિવિસ્ટે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન સામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી

truthofbharat