Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

યુટીટી-6: શાનદાર લયમાં રહેલ દબંગ દિલ્હીએ અજેય અભિયાનને આગળ ધપાવતા પીબીજી પુણે જગુઆર્સને મહાત આપી

અમદાવાદ 8 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસની સિઝન-6માં રવિવારની બીજી મેચમાં એ ટેબલ ટોપર દબંગ દિલ્હી ટીટીસી એ પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 11-4ના અંતરથી જીત મેળવી પોતાના વિજયી અભિયાનને આગળ ધપાવ્યું હતું. સિઝનના અંતિમ ડબલ હેડરમાં દબંગ દિલ્હી માટે ઈઝાક ક્વેક એ શાનદાર શરૂઆત કરતા અલવારો રોબલ્સ વિરુદ્ધ 2 ગેમ જીતી, જોકે- અંતિમ ગેમમાં સ્પેનિશ ખેલાડીએ બાજી મારી. તે પછી મારિયા ઝિયાઓ એ તનિષા કોટેચા વિરુદ્ધ 2-1થી જીત હાંસલ કરી હતી, યુટીટી ડેબ્યૂ પર શાનદાર પ્રદર્શન છતાં યુવા ખેલાડી જીતી શકી નહોતી.

સાથિયાન અને ઝિયાઓ એ મિક્સ્ડ ડબલ્સમાં તેમના અજેય અભિયાનને આગળ ધપાવતા રોબલ્સ અને રીથ રિશિયાની જોડી સામે 2-1થી જીત મેળવી દિલ્હીને સંપૂર્ણ નિયંત્રણ આપ્યું હતું. સાથિયાને શાનદાર લય જાળવતા અનિર્બાન ઘોષને 2-1થી હરાવી ટીમને જીત અપાવી હતી. દિયા ચિતાલે એ દક્ષિણ કોરિયાની ઝિયોન લીને 3-0થી હરાવી ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો. ઝિયાઓ એ શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો અને અનિર્બાન એ શોટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો.

Related posts

જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા દ્વારા ઈવી ફાઈનાન્સિંગ માટે કોટક મહિંદ્રા પ્રાઈમ સાથે ભાગીદારી

truthofbharat

અયોધ્યાની સાથે જ રાયસણના શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની ભવ્યતાથી ઉજવણી થશે

truthofbharat

HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઓમ 10.0 મેડિકલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીના ભવિષ્યને આગળ ધપાવશે

truthofbharat