Truth of Bharat
ગુજરાત

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: કોલકાતા થંડરબ્લેડ્સ એ ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સને 9-6થી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પહોંચ્યું

અમદાવાદ ૮ જૂન ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ(યુટીટી)માં રવિવારે કોલકાતા થંડરબ્લ્ડેસ એ અંકુર ભટ્ટાચાર્ય, કાદરી અરુણા અને એન્ડ્રિયાના ડિયાઝની શાનદાર સિંગલ્સ જીતની મદદથી ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સને 9-6ના અંતરથી મહાત આપી. આ જીત સાથે કોલકાતા થંડરબ્લેડ્સ એ પ્લેઓફ સ્થાનમાં સામેલ થતા પોઈન્ટ ટેબલમાં ચોથો ક્રમ મેળવ્યો. જ્યારે ગોવા પણ જયપુર પેટ્રિયોટ્સ અને યુ મુમ્બા ટીટીના સમાન અંક સુધી પહોંચ્યું છે, પરંતુ વધુ ગેમ જીતવાને લીધે ઉપરના સ્થાન પર યથાવત્ છે.

મેચની શરૂઆતમાં 2 દિગ્ગજ ખેલાડીઓ સામ-સામે હતા. ગોવાના કેપ્ટન હરમીત દેસાઈ એ પ્રથમ ગેમ 11-10થી જીતી હતી, પંરતુ અરુણા કાદરીએ પછીની મેચ આક્રમકતા સાથે જીતતા હરમીતે સિઝનમાં પ્રથમવાર કોઈ સિંગલ્સ મેચ ગુમાવી. જે પછી એડ્રિયાના ડિયાઝ એ કૃત્વિકા સિંહા રૉયને 3-0 (11-1, 11-4, 11-6)થી હરાવી, જેમાં તેણે એક અવિશ્વસનીય ડિફેન્સિવ રેલી સાથે મેચ પોઈન્ટ જીતી શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો.

ડબલ્સમાં અંકુર અને ડિયાઝે હરમીત અને જેંગ જિયાનની જોડીને 2-1 (11-10, 9-11, 11-7) )થી હરાવી પોતાની પ્રથમ સંયુક્ત જીત મેળવી. તે પછી અંકુરે રોનિત ભંજા વિરુદ્ધ સિંગલ્સ ગેમમાં પાછળ રહ્યાં બાદ કમબેક કરતા નિર્ણાય ગેમ 11-1થી જીતી અને અજેય અભિયાન યથાવત્ રાખ્યું. જેંગ જિયાને સેલિના સેલ્વાકુમારને 3-0 (4-11, 6-11, 4-11) થી હરાવી મજબૂત અંત કર્યો અને પોતાનો રેકોર્ડ 4-0 કર્યો, ટીમને હારથી ના બચાવી શકી. આ ટાઈ બાદ અંકુરે ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ અને ડિયાઝ એ શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો.

Related posts

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

truthofbharat

વિઝિટ દુબઈ એ ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા સાથે મળીને દુબઈથી પ્રેરિત કેપ્સ્યુલ કલેક્શન પ્રસ્તુત કર્યું.

truthofbharat

ફળિયુ ફરી એકવાર – પ્રિમિયમ નવરાત્રિ અને પ્રિમિયમ મંડળી ગરબા

truthofbharat