Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુર પેટ્રિઓટ્સ દબંગ દિલ્હીને હરાવી ફાઈનલમાં; શ્રીજા અકુલા-યશાંશ મલિક 8-7ની રોમાંચક જીતમાં ઝળક્યા

ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: ભારતીય સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં શુક્રવારે રમાયેલ સેમિફાઈનલમાં પણ પોતાનું અજેય અભિયાન જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત યશાંશ મલિકે સાથિયાન જ્ઞાનસેકરનને ચોંકાવ્યો હતો. જેની મદદથી જયપુર પેટ્રિઓટ્સે દબંગ દિલ્હીને રોમાંચક મુકાબલામાં 8-7થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

યશાંશ મલિકે દિલ્હીના કેપ્ટન સાથિયાનને 2-1(11-10, 11-9, 6-11)થી હરાવ્યો હતો. જે પછી ટાઈની અંતિમ ગેમમાં શ્રીજા અકુલા એ દિયા ચિતાલેને મજબૂત સંઘર્ષમાં મહાત આપી હતી. સેમિફાઈનલની પ્રથમ મેચમાં જયપુરના કનક ઝા એ ઈઝાક ક્વેકને હરાવી ગત હારનો બદલો લીધો. જે પછી દિલ્હીએ કમબેક કરતા મારિયા શાઓએ બ્રિટ એરલેન્ડને 2-1થી મહાત આપી. સાથિયાન/શાઓની જોડીએ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવી દિલ્હીને 4-2ની લીડ અપાવી હતી. જે પછી યશાંશ અને શ્રીજાએ રોમાંચક મુકાબલાઓ જીતી જયપુર પેટ્રિઓટ્સને પ્રથમવાર ફાઈનલમાં સ્થાન અપાવ્યું. શ્રીજા અકુલા “ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ” અને દબંગ દિલ્હીની મારિયા શાઓ એ “ફોરેન પ્લેયર ઓફ ધ ટાઈ” ના એવોર્ડ જીત્યા. દિયા ચિતાલેને “શૉટ ઓફ ધ ટાઈ”નો એવોર્ડ મળ્યો.

Related posts

ગુલાબી સાડી ગાયક સંજુ રાઠોડનું નવું ગીત “શેકી” રિલીઝ – બિગ બોસ ફેમ ઈશા માલવિયા સાથે જોવા મળી અદ્ભુત કેમેસ્ટ્રી

truthofbharat

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

truthofbharat

“હું મા થી જ માનસ સુધી પહોંચ્યો છું”

truthofbharat