» અત્યાધુનિક આઇબીએમ ઇન્ડિયા ક્લાયન્ટ એક્સપિરિયન્સ સેન્ટરની ડિઝાઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હાઇબ્રિડ ક્લાઉડ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સહિત ઉભરતી તકનીકોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા તેમજ ભારતીય ઉદ્યોગોને સપોર્ટ આપવા માટે કરાઇ.
મુંબઈ, ભારત | ૧૩મી ઓગસ્ટ ૨૦૨૫: આજે મુંબઈમાં આઇબીએમ (આઇબીએમઃ એનવાયએસઇ)એ કંપનીનું ન્યૂ આઇબીએમ ઇન્ડિયા ક્લાયન્ટ એક્સપિરિયન્સ સેન્ટરનું અનાવરણ કર્યું છે. ભારતીય ઉદ્યોગોને એઆઇ, હાઇબ્રિડ ક્લાઉડ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઉપયોગને સપોર્ટ તેમજ ફેસિલિટી મિશનના ભાગરૂપેકંપનીએ રાજ્યની ક્વોન્ટમ પહેલ અંતર્ગત સમર્થનની તકો ઓળખવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પર હસ્તાક્ષર કર્યા છે. એલઓઆઈ સંશોધનના ક્ષેત્રોની રૂપરેખા આપે છે, જેમાં આંતરદૃષ્ટિ, જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવાનો સમાવેશ થઈ શકે છે જેનો ઉપયોગ રાજ્ય પોતાની ક્વોન્ટમ પહેલ તૈયાર કરવામાં મદદ કરવા માટે કરી શકે છે. એટલું જ નહીં વર્કશોપ અને સ્કિલ ડેવલોપમેન્ટ પ્રયાસો થકી રાજ્યના ક્વોન્ટમ ઇકોસિસ્ટમના વિકાસમાં ફાળો આપી શકે છે.
આ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં, મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ સાથે, અમે વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ. આ ટેક્નોલોજીઓ તમામ ક્ષેત્રોમાં સ્થિરતા અને કાર્યક્ષમતાને વેગ આપી શકે છે, જેનાથી વિકાસ અને પ્રગતિ માટે નવી તકો ઊભી થશે. આઇબીએમ સાથેના અમારા સહયોગ દ્વારા, અમે જીવન બદલવા માટે ક્વોન્ટમ ઇનોવેશનનો ઉપયોગ કરીશું, અને સાથે જ તેના લાભોને લોકશાહી બનાવીને રાજ્યના દરેક નાગરિક માટે સુલભ બનાવવા માટે કુશળ પ્રતિભાશાળી લોકોનો સમુદાય પણ તૈયાર કરીશું.
આ અંગે વાત કરતા આઇબીએમ એશિયા પેસિફિકના જનરલ મેનેજર હંસ ડેકર્સે જણાવ્યું હતું કે, “આઇબીએમ ઇન્ડિયા ક્લાયન્ટ એક્સપિરિયન્સ સેન્ટર એઆઈ, હાઇબ્રિડ ક્લાઉડ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ભારતની યાત્રાને આગળ વધારવામાં મદદ કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. મહારાષ્ટ્ર સરકારને તેમની પોતાની વાઇબ્રન્ટ ક્વોન્ટમ ઇકોસિસ્ટમ બનાવવામાં અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.
આઇબીએમ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પટેલ કહે છે, “દેશના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ રાજ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કુશળતાને આગળ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે જોડાવાની તકને આઇબીએમ આવકારે છે.
આઇબીએમ ઇન્ડિયા એક્સપિરિયન્સ સેન્ટર મુંબઈમાં આઇબીએમ ઇન્ડિયાની નવી કચેરીઓમાં સ્થિત હશે. જ્યાં આઇબીએમના એક્સપર્ટ, ક્લાયન્ટ્સતેમજ પાર્ટનર ભારતના યૂનિક બિઝનેસ પડકારોને અનુરૂપ ઉકેલો બનાવવા માટે સહયોગ કરશે. વોટસનએક્સ પ્લેટફોર્મ, ડેટા અને ઓટોમેશન, સાયબર સિક્યુરિટી, હાઇબ્રિડ ક્લાઉડ અને કન્સલ્ટિંગ લીડ ટ્રાન્સફોર્મેશન સહિત એઆઈ જેવા આઇબીએમના સંપૂર્ણ પોર્ટફોલિયોમાં ઇમર્સિવ અનુભવો પણ પ્રદાન કરશે.
