Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા અમદાવાદ, ગુજરાતમાં નવી CB125 હોર્નેટ અને શાઇન 100 DX લોન્ચ

ગ્રાન્ડ કસ્ટમર ડિલિવરીઝ સાથે ઉમંગને ચગાવ્યું



અમદાવાદ, ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ન્ડયા (HMSI) એ અમદાવાદ, ગુજરાતમાં નવી CB125 હોર્નેટ અને શાઇન 100 DX રજૂ કરી. નવી હોન્ડા CB125 હોર્નેટની કિંમત રૂ. 1,12,000 (સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી ઑફર) નક્કી કરવામાં આવી છે, જ્યારે શાઇન 100 DX ની કિંમત રૂ. 74,959 રાખવામાં આવી છે. બધી કિંમતો એક્સ-શો રૂમ, અમદાવાદ માટે લાગુ પડે છે. કાંપનીએ બંને મોટરસાયકલ માટે મેગા કસ્ટમર ડિલિવરીઝની શરૂઆત પણ કરી છે

નેક્સ્ટ-જન રાઇડર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી CB125 હોર્નેટ, તેના સ્પોટી સ્ટાઇલિંગ અને થ્રિલિંગ પરફોર્મન્સ સાથે ‘Ride Your Rizz’ ની સ્પિરિટ દર્શાવે છે. બીજી તરફ, શાઇન 100 DX પોતાના હેરિટેજને આગળ વધારતા નવા એન્હાન્સ્ડ ફીચર્સ અને પ્રીમિયમ સ્ટાઇલિંગ સાથે આવે છે, જે ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે – ‘Solid Hai’. ગ્રાહકો પોતાના નજીકના હોન્ડા ઓથોરાઇઝ્ડ ડીલરશીપ પર જઈને આ બાઇક્સ બુક કરી શકે છે.

હોન્ડા CB125 હોર્નેટ એ એગ્રેસિવ સ્ટ્રીટ-સ્ટાઇલ ડિઝાઇન સાથે આવે છે અને ચાર આકર્ષક કલર ઑપ્શનમાં ઉપલબ્ધ છે – પર્લ સાઈરન બ્લૂ વિથ લેમન આઇસ યેલો, પર્લ ઇગ્નિયસ બ્લેક, પર્લ  સાઈરન બ્લૂ વિથ એથ્લેટિક બ્લૂ મેટાલિક અને પર્લ સાઈરન બ્લૂ વિથ સ્પોર્ટ્સ રેડ. બાઇકમાં સેગમેન્ટ-ફર્સ્ટ  ગોલ્ડન USD ફ્રન્ટ ફોકર્સ, ઓલ-એલઈડી લાઇડટિંગ સિસ્ટમ અને 4.2-ઇંચ TFT ડિસ્પ્લે છે, જેમાં બ્લૂટૂથ- એનેબલ્ડ હોન્ડા રોડસિંક કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. જેના માધ્યમથી નૅવિગેશન, કોલ્સ અને SMS એલર્ટ્સને સ્મૂથલી એક્સેસ કરી શકાય છે.

વધારાના ફીચર્સમાં યુનિવર્સલ ટાઈપ-C ચાર્જિંગ પોર્ટ અને ફ્રન્ટમાં 240mm પેટલ ડડસ્ક ડિસ્ક સાથે સિંગલ ચેનલ ABS આપવામાં આવ્યું છે. CB125 હોર્નેટને પાવર આપે છે 123.94cc, સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ-ઈન્જેક્ટેડ, OBD2B કમ્પ્લાયન્ટ એન્જિન, જે 8.2 kW પાવર અને 11.2 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યો છે. બાઇક માત્ર 5.4 સેકન્ડમાં 0 થી 60 કિમી /કલાકની સ્પીડ પકડી શકે છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી ઝડપી મોટરસાયકલ બનાવે છે.

હોન્ડા શાઇન 100 DX, આઇકોનિક ‘શાઇન’ લેગેસીને નવા પ્રીમિયમ ડિઝાઇન સાથે આગળ વધારે છે. તેમાં નવી ડિઝાઇનનો હેડલેમ્પ આકર્ષક ક્રોમ ગાર્નિશિંગ સાથે, સ્કલ્પ્ટેડ વાઇડ ફયુઅલ ટાંકી, આકર્ષક બોડી ગ્રાફિક્સ અને ક્રોમ મફ્લર કવરથી હાઇલાઇટેડ ઓલ-બ્લેક એન્જિન અને ગ્રેબ રેલ આપવામાં આવ્યા છે. આ બાઇક ચાર ઝગમગતા કલસસમાં ઉપલબ્ધ છે – પ ર્લ ઇગ્નિયસ બ્લેક,  ઇમ્પિરિયલ રેડ મેટાલિક, એથ્લેન્ટિક બ્લૂ મેટાલિક અને જેની ગ્રે મેટાલિક.

ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, શાઇન 100 DXમાં ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે રીઅલ-ટાઇમ માઇલેજ, ડિસ્ટન્સ-ટુ-એમ્પ્ટી અને સર્વિસ ડયૂ રીમાઇન્ડર્સ બતાવે છે. નવી શાઇન 100 DXમાં 98.98cc સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ, OBD2B કમ્પ્લાયન્ટ એન્જિન છે, જેમા હોન્ડાની વિશ્વસનીય eSP (Enhanced Smart Power) ટેકનોલોજી આપવામાં આવી છે. આ એન્જિન 5.43 kW પાવર અને 8.04 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે, જેને 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

Related posts

હેવમોરએ બિસ્કોટી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો – દરેક મૂડ અને પળ માટે એક અલ્ટિમેટ ડેઝર્ટ ક્રીમી, ક્રન્ચી અને કેરેમલાઇઝ્ડ ટુ પરફેક્શન “દરેક સ્કૂપમાં એક અલ્ટિમેટ ડેઝર્ટ અનુભવ”

truthofbharat

કોસ્ટા કોફી કારમેલ નટક્રેકર રેન્જના લોન્ચ સાથે ભારતમાં રજાઓની ભાવના લાવી

truthofbharat

આ તો હજી શરૂઆત છે : સંદીપ ચૌધરીની વિરાસતની 1% ઝલક

truthofbharat