નવી દિલ્હી | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: આ વર્ષે નવરાત્રિના આરંભ સાથે ફેસ્ટિવ સીઝન શરૂ થતાં ભારતીય ઓટો માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ તહેવારો ટુવ્હીલર્સ પર બહુપ્રતિક્ષિત જીએસટી ઘટાડા સાથે વિશેષ બન્યા છે, જેનાથી ખાસ કરીને કિંમત સંવેદનશીલતા ઉચ્ચ છે તે 100ccઅને 125ccજેવા કમ્યુટર સેગમેન્ટમાં પ્રથમ વારના માલિકો પર ખર્ચનો બોજ હળવો કરે છે. વહેલા સંકેત ખાસ કરીને ટુવ્હીલર સેગમેન્ટમાં ગ્રાહકોના સેન્ટિંગમાં ભારે ઉછાળાના સંકેત આપે છે, જે સાથે હીરો મોટોકોર્પે ભારતમાં ગ્રાહકોની રુચિ અને વેચાણની ‘‘અભૂતપૂર્વ’’ લહેર જોઈ છે.
કંપનીએ દેશમાં તેની ડીલરશિપ્સમાં પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાવ્યો છે. ગ્રાહકો દ્વારા હીરો મોટોકોર્પ પ્રોડક્ટો વિશે પૂછપરછ ગયા વર્ષ કરતાં બેસુમાર વધી છે, જે જીએસટી પશ્ચાત કિંમતમાં લાભોમાં ઉચ્ચ રુચિથી પ્રેરિત છે. ઉપરાંત ગયા વર્ષની તુલનામાં શોરૂમ ટ્રાફિકમાં 50 ટકાથી વધુ ઉછાળો તેમાં પૂરક બન્યો છે.
આ વિક્રમી ફેસ્ટિવ પ્રતિસાદ પર બોલતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બિઝનેસ યુનિટના ચીફ બિઝનેસ ઓફિસર આશુતોષ વર્માએ જણાવ્યું હતું કે, “આ ફેસ્ટિવ સીઝનનું સૌથી આકર્ષક પ્રતિબિંબ ઓન-ધ- સ્પોટ ખરીદીમાં તીક્ષ્ણ વધારો છે. નવરાત્રિના પહેલા જ દિવસે અમારા શોરૂમમાં આવતા અને હીરો મોટોકોર્પ ટૉ-વ્હીલરની ખરીદી કરતા ગ્રાહકોની સંખ્યામાં ગયા વર્ષની તુલનામાં બમણો વધારો થયો છે. જીએસટી 2.0 સાથે નવી કિંમતોની આકાંક્ષામાં મોકૂફ રખાતી ખરીદીમાં હવે ઉછાળો આવ્યો છે અને અમને તુરંત નવું વાહન ખરીદી કરવાના ગ્રાહકોના મજબૂત હેતુનો સ્પષ્ટ સંકેત મળ્યો છે. અમારી 12 સેગમેન્ટ- અવ્વલ મોડેલોની લોન્ચ કરાયેલી ફેસ્ટિવ રેન્જ સ્કૂટરો અને મોટરસાઈકલોમાં માગણીમાં ઉછાળાથી પ્રેરિત છે. ડિજિટલ ટ્રેકશન અને પૂછપરછ પણ નોંધપાત્ર છે, જેમાં અમારી પ્રોડક્ટો માટે ઓનલાઈન સર્ચમાં 3 ગણાથી વધુ સુધી આજ સુધી સૌથી વધુ ઉછાળો થયો છે.’’
100 ટકા જીએસટી લાભ ઉપરાંત હીરો મોટોકોર્પે સરપ્લસ લાભો પ્રથમ વારના ખરીદદારોને તેમના સૌથી મોટા લોયલ્ટી અને રિવોર્ડસ- હીરો ગૂડલાઈફ ફેસ્ટિવ કેમ્પેઈનના ભાગરૂપ આપવાની ઘોષણા પણ કરી છે, જેથી આ તહેવારો તેમને માટે વધુ ખુશીભર્યા બની રહેશે. તેની ફેસ્ટિવ કેમ્પેઈન ટેગલાઈન ‘‘આયા ત્યોહાર, હીરો પે સવાર’’ સાથે સુમેળ સાધતાં આ રાષ્ટ્રવ્યાપી કેમ્પેઈન દરેક નવા ગ્રાહક તેમના વાહન પર 100 ટકા કેશબેક, સોનાના સિક્કા અને ઘણું બધું જેવા વિશેષ લાભો સાથે ખાતરીદાયક વિજેતા બને તેની ખાતરી રાખે છે.
તાજેતરમાં લોન્ચ કરાયેલી ડેસ્ટિની 110, શૂમ 160, ગ્લેમર X 125, HF ડિલક્સ Proસાથે હીરો મોટોકોર્પે રોજબરોજની વિવિધ મોબિલિટીની જરૂરતોને પહોંચી વળવા માટે ડિઝરપ્ટિવ છતાં સ્ટાઈલિશ ઓફર સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. કંપનીએ આ તહેવારોમાં માગણીમાં ઉછાળાને લીધે સંભવિત સ્ટોક-આઉટ નિવારવા માટે તેનું ઉત્પાદન વધારી દીધું છે અને આગામી સપ્તાહમાં લોકપ્રિય મોડેલો અને રંગ વિકલ્પોમાં સક્ષમ પુરવઠો થાય તેની ખાતરી રાખશે.
