Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

હીરો મોટોકોર્પ દ્વારા નવી HF ડિલક્સ પ્રો લોન્ચ કરવા સાથે HF ડિલક્સ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો

‘નયે ભારત કી ડિલક્સ બાઈક’ના પ્રવાસમાં વધુ એક અધ્યાય ઉમેર્યો


નવી દિલ્‍લી | ૨૩ જુલાઈ ૨૦૨૫: દુનિયામાં મોટરસાઈકલો અને સ્કૂટરોની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા ફીચર- પેક્ડ HF ડિલક્સ પ્રો રજૂ કરવામાં આવી છે, જે ભારતની સૌથી વિશ્વસનીય મોટરસાઈકલમાંથી એકની બોલ્ડ અને સ્ટાઈલિશ અભિવ્યક્તિ છે.

બ્રાન્ડ HF ડિલક્સ આત્મવિશ્વાસુ, મૂલ્ય સતર્ક અને પ્રગતિશીલ નવા યુગના ભારતીયોનો જોશ ઊજવે છે. HF ડિલક્સ પ્રો નિર્ભરક્ષમ અને કાર્યક્ષમ મોબિલિટી સમાધાન પૂરું પાડવાની હીરો મોટોકોર્પની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

સેગમેન્ટ અવ્વલ વિશિષ્ટતાઓ, આકર્ષક ડિઝાઈન અને ઉત્કૃષ્ટ ઈંધણ એફિશિયન્સી સાથે નવી HF ડિલક્સ પ્રો પ્રવેશ સ્તરીય મોટરસાઈકલ સેગમેન્ટમાં રોમાંચનો ઉમેરો કરે છે. આધુનિક ટેકનોલોજીઓ i3S (આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ), લો- ફ્રિકશન એન્જિન અને ખાસ ઘડવામાં આવેલાં ટાયરો દ્વારા પાવર્ડ તે આકર્ષક કક્ષામાં અવ્વલ માઈલેજ પ્રદાન કરે છે. HF ડિલક્સ પ્રો આસાન રોજની સવારી અને બેજોડ મૂલ્ય માટે નિર્માણ કરવામાં આવી છે.

HF ડિલક્સ પ્રો દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશિપ ખાતે ₹73,550/-માં ઉપલબ્ધ છે. (એક્સ- શોરૂમ દિલ્હી).

આ લોન્ચ પર બોલતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બિઝનેસ યુનિટના ચીફ બિઝનેસ ઓફિસર આશુતોષ વર્માએ જણાવ્યું હતું કે, “HF ડિલક્સ તેની વિશ્વસનીયતા અને ઈંધણ કાર્યક્ષમતાની ઉજવણી કરતાં ભારતભરના લાખ્ખો ગ્રાહકો માટે વિશ્વસનીય ભાગીદાર છે. નવી HF ડિલક્સ પ્રો સાથે અમે વધુ બોલ્ડ ડિઝાઈન, આધુનિક ફીચર્સ અને બહેતર ઈંધણ એફિશિયન્સી રજૂ કરીને આ વિશ્વાસને વધુ આગળ લઈ દયા છીએ, જે સર્વ નવા યુગના ભારતીય રાઈડરોની જરૂરતો માટે તૈયાર કરવામાં આવ્યું છે. બ્રાન્ડની ‘નયે ઈન્ડિયન કી ડિલક્સ બાઈક’ ફિલોસોફી રોજબરોજની સવારી માટે નિર્ભરક્ષમ અને ઉચ્ચ કાર્યક્ષમ મોબિલિટી સમાધાન પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’

નવી HF ડિલક્સ પ્રો

બોલ્ડ નવી ડિઝાઈન
HF ડિલક્સ પ્રોમાં નવા બોડી ગ્રાફિક્સ સાથે બોલ્ડ નવો લૂક અપાયો છે, જે ગતિશીલતા અને એકંદર સિલ્હટમાં ખૂબીમાં ઉમેરો કરે છે. તેમાં ક્રાઉન આકારના ઉચ્ચ ઘનતાના પોઝિશન લેમ્પ સાથે સેગમેન્ટમાં પ્રથમ એલઈડી હેડલેમ્પ છે, જે દ્રષ્ટિગોચરતા અને હાજરી બહેતર બનાવે છે. ધારદાર અને સુંદર ગ્રાફિક્સ સમકાલીન ધાર આપે છે અને ક્રોમ એસેન્ટ્સ તેના પ્રીમિયમ અહેસાસને નવી ઊંચાઈએ લઈ જાય છે, જે HF ડિલક્સ પ્રોને આત્મવિશ્વાસુ, આધુનિક અને અનોખી અપીલ આપે છે.

હોરાઈઝન ડિજિટલ કોન્સોલ
આધુનિક ડિજિટલ સ્પીડોમીટર HF ડિલક્સ પ્રોમાં આધુનિકતાના સ્પર્શનો ઉમેરો કરીને સ્પષ્ટતા અને અચૂકતા સાથે અસલ સમયમાં રાઈડિંગ ડેટા પ્રદાન કરે છે. લો ફ્યુઅલ ઈન્ડિકેટર (એલએફઆઈ) સાથે ઈન્ટીગ્રેટેડ તેની રોજબરોજની વ્યવહારુતા ફ્યુઅલ કાર્યક્ષમ રીતે બંધ કરવા રાઈડરોને મદદરૂપ થઈને બહેતર બની છે, જે દરેક પ્રવાસને ચિંતામુક્ત બનાવે છે.

બહેચર સુરક્ષા, ઉચ્ચ સ્તરનો આરામ
તેના હાર્દમાં સુરક્ષા સાથે તૈયાર કરવામાં આવેલી HF ડિલક્સ પ્રોમાં વિશાળ 18’’ વ્યાસનાં ફ્રન્ટ અને રિયર ટ્યુબલેસ ટાયરો છે, જે સુધારિત સ્થિરતા અને રાઈડ કમ્ફર્ટ આપે છે. 130 મીમી વ્યાજના રિયર બ્રેક ડ્રમ મજબૂત બ્રેકિંગ કામગીરી અને બહેતર નિયંત્રણની ખાતરી રાખે છે. મજબૂત 2 પગલાના સમાયોજિત રિયર સસ્પેન્શન સેટઅપ સાથે ટકાઉપણા માટે ઘડવામાં આવિ હોઈ તે વિવિધ માર્ગો પર સ્થિર હેન્ડલિંગની ખાતરી રાખે છે, જેથી કોઈ પણ રસ્તાની સ્થિતિઓ માટે ઉત્તમ રીતે અનુકૂળ છે.

ઉત્કૃષ્ટ માઈલેજ અને કામગીરી
HF ડિલક્સ પ્રો વિશ્વસનીય 97.2cc એન્જિન દ્વારા પાવર્ડ છે, જે 8000 RPMએ 7.9 bhp અને 6000 RPMએ 8.05 Nm ટોર્કનું મજબૂત પરફોર્મન્સ આઉટપુટ આપે છે. i3S(આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ), ટેકનોલોજી, લો- ફ્રિકશન એન્જિન અને લો રોલિંગ રેઝિસ્ટન્સ ટાયર્સ સાથે નિર્મિત તે સ્મૂધ એક્સિલરેશનની ખાતરી રાખવા સાથે ઉત્કૃષ્ટ માઈલે હાંસલ કરે છે.

Related posts

ટાટા મોટર્સે પંતનગરમાં વર્કફોર્સ પરિવહન માટે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી; કાર્બન તટસ્થતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

truthofbharat

ડેટા સેન્ટર AI સ્ટોરેજ માંગમાં વધારો થતા સિગેટએ 30TB ડ્રાઇવ મોકલી

truthofbharat

પ્રેમભૂમિ બરસાના ધામથી ૯૬૪મી રામકથાનો સ્નેહભીનો આરંભ

truthofbharat