વિડા વિક્રમજનક વેચાણ સાથે સૌથી આગળઃ જુલાઈ 2025માં 11,200 યુનિટ્સથી વધુ વેચાણ
37,358 યુનિટ્સના વેચાણ સાથે વૈશ્વિક વેપારમાં પણ વૃદ્ધિ, જેણે ઉદ્યોગની વૃદ્ધિને પણ પાછળ મૂકી દીધી
નવી દિલ્હી | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદકમાંથી એક હીરો મોટોકોર્પે જુલાઈ 2024માં 3,70,274 યુનિટ્સથી વધુના વેચાણની તુલનામાં જુલાઈ 2025માં 4,49,755 યુનિટ્સના વેચાણ સાથે 21 ટકાનો વધારો નોંધાવ્યો છે.
હીરો મોટોકોર્પે જુલાઈ 2025માં 3,39,827 વાહન* રિટેઈલ રજિસ્ટ્રેશન નોંધાવ્યાં હતાં, જે શહેરી અને ગ્રામીણ પ્રદેશોમાં બજારના પ્રવાહોની રેખામાં હતું. રિટેઈલ પ્રવૃત્તિ સ્થિર રહી હતી અને આગામી ફેસ્ટિવ સીઝન સાથે વોલ્યુમ આગામી મહિનાઓમાં વધવાનો સંકેત છે.
*વાહનના ડેટામાં 1 ઓગસ્ટ, 2025ના રોજ તેલંગાણાનો સમાવેશ નથી.
મહિના દરમિયાન કંપનીએ મુખ્ય સેગમેન્ટ્સમાં તેની હાજરી મજબૂત બનાવી છે. સ્કૂટરોમાં ડેસ્ટિની 125 અને શૂમ 125ની મજબૂત કામગીરીથી પ્રેરિત બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો હતો.
મોટરસાઈકલ શ્રેણીમાં હીરો મોટોકોર્પે એચએફ ડિલક્સ પ્રોના લોન્ટ સાથે એચએપ ડિલક્સ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. નવી ડિઝાઈન, સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ અને ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યક્ષમતા સાથે મોડેલ બહુઆયામી ગ્રાહકો માટે પ્રવેશ સ્તરીય મોટરસાઈકલ સેગમેન્ટની આકર્ષકતા વધારે છે.
હીરો મોટોકોર્પ દ્વારા પાવર્ડ વિડાએ જુલાઈ 2025માં મોટું સીમાચિહન હાંસલ કર્યું છે. તેણે 11,226 યુનિટ્સની ડિલિવરી અને 10,489 વાહન રજિસ્ટ્રેશન સાથે સર્વોચ્ચ માસિક કામગીરી નોંધાવી છે. કંપનીએ તેનો ઈવી વાહનનો બજાર હિસ્સો વર્ષ દર વર્ષ 10.2 ટકા સાથે બેગણો વધી ગયો છે, જે હીરો મોટોકોર્પના ઈલેક્ટ્રિક મોબિલિટી પોર્ટફોલિયો ગ્રાહકો દ્વારા અપનાવવાનું ઝડપથી વધી રહ્યું છે તે અધોરેખિત કરે છે.
તાજેતરમાં જ લોન્ચ કરાયેલી વિડા EvooterVX2 – “બદલતે ઈન્ડિયા કા સ્કૂટર”ને બજારમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જે ઝડપથી વૃદ્ધિ પામતા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં તેનું સ્થાન મજબૂત બનાવે છે. વિડા Evooter તેના પરિવર્તનકારી બેટરી- એઝ- અ- સર્વિસ (બીએએએસ) મોડેલ સાથે સિદ્ધ સ્કૂટર વિશ્વસનીયતા સાથે ઈલેક્ટ્રિક ઈનોવેશનને જોડીને નવો રાઈડિંગ અનુભવ પ્રદાન કરે છે, જે ગ્રાહકો માટે ઈવી અપનાવવાનું આસાન બનાવે છે.
મજબૂત વૃદ્ધિની ટ્રેજેક્ટરી પર નિર્મિત અને ઉદ્યોગના પ્રવાહોમાં આગળ રહેતાં હીરો મોટોકોર્પના વૈશ્વિક વેપારે જુલાઈ 2025માં 37,300 યુનિટ્સના વેચાણ સાથે મજબૂત ગતિ જાળવી છે. કંપનીની વિસ્તરતી વૈશ્વિક પહોંચ વૈશ્વિક સ્તરે ગ્રાહકોને વિશ્વસનીય, ઉચ્ચ ગુણવત્તાના અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક મોબિલિટી સમાધાન પ્રદાન કરવાની તેની કટિબદ્ધતા આલેખિત કરે છે.
ડિસ્પેચ ડેટા
| વિવરણ | જુલાઈ’25 | જુલાઈ’24 | YTD FY’26 | YTD FY’25 |
| મોટરસાઈકલ્સ | 400,615 | 340,390 | 1,674,526 | 1,781,346 |
| સ્કૂટર્સ | 49,140 | 29,884 | 142,299 | 124,084 |
| કુલ | 449,755 | 370,274 | 1,816,825 | 1,905,430 |
| ડોમેસ્ટિક | 412,397 | 347,535 | 1,715,054 | 1,831,697 |
| નિકાસ | 37,358 | 22,739 | 101,771 | 73,733 |
