ગુજરાત, અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં યોજાયેલી પ્રતિષ્ઠિત હોસ્પેક્સ એક્સ્પો 2025 દરમિયાન “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યો છે.
આ એવોર્ડ વિટ્રિશન દ્વારા હેલ્થ અને વેલનેસ ક્ષેત્રે કરાયેલા નવીન પ્રયાસોની નોંધપાત્ર સિદ્ધિ છે. વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ હાલમાં એસિડિટી રીલીફ, જોઇન્ટ હેલ્થ, પેટ કાલ્મિંગ અને સ્કિન એન્ડ કોટ જેવી વિવિધ કેટેગરીઝમાં ઉપલબ્ધ છે, તેમજ આગામી સમયમાં અનેક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
આ અવસર પર વત્સલ દિક્ષિતે જણાવ્યું કે: “આ એવોર્ડ માત્ર અમારી ટીમ માટે નહિ પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. અમારા મિશન મુજબ અમે આરોગ્યને વધુ સરળ, ઝડપી અને પ્રભાવશાળી બનાવવા સતત પ્રયત્નશીલ રહીશું.”
આ સિદ્ધિ વિટ્રિશનને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રેરણા આપશે.
