Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત ડિજિટલ પેમેન્ટ્સની ક્રાંતિમાં ભારતના હાઈ-ગ્રોથ હબ તરીકે ઉભરી આવ્યું

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં વાર્ષિક આધારે 28%નો વધારો થવાની સાથે ઑફલાઇન ડિજિટલ સ્વીકૃતિ 56%એ પહોંચી જતાં અમદાવાદમાં મેટ્રો જેવા વલણો જોવા મળ્યાં

  • ભારતની ડિજિટલ ક્રાંતિઃ કાર્ની-એમેઝોન પેના અભ્યાસમાં ડિજિટલ પેમેન્ટ્સના ઝડપી વિસ્તરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે મુજબ વર્ષ 2030 સુધીમાં રીટેઇલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ 7 ટ્રિલિયન યુએસ ડૉલરને પાર કરી જાય તેવી સંભાવના છે.
  • મોટા અને મધ્યમ કદના શહેરોમાં સ્વીકૃતિમાં વધારો થઈ રહ્યો છે: મોટા અને મધ્યમ કદના શહેરોમાં 56% ગ્રાહકો હવે ઑફલાઇન ખરીદીઓ માટે ડિજિટલ માધ્યમોને પ્રાધાન્ય આપી રહ્યાં છે, જેનાથી મેટ્રો (62%) સાથેનું અંતર ઘટી રહ્યું છે.
  • પશ્ચિમી ક્ષેત્રમાં મોમેન્ટમ: ગુજરાત સહિત પશ્ચિમી ક્ષેત્રમાં ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સની પ્રાથમિકતાઓ 60% સાથે દેશમાં સૌથી વધુ છે.
  • એમેઝોન પેની પ્રાધાન્યતામાં વધારો: સમગ્ર ગુજરાતમાં દર 4માંથી 1 ગ્રાહક હવે ખરીદીઓ અને બિલની ચૂકવણી માટે એમેઝોન પેનો ઉપયોગ કરે છે, જે ગ્રાહકના દ્રઢ વિશ્વાસને દર્શાવે છે.

ગુજરાત, અમદાવાદ | ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ — ગ્રાહકો રોજિંદા ટ્રાન્ઝેક્શન્સ માટે વધુને વધુ યુપીઆઈ અને કૅશલેસ માધ્યમો તરફ વળી રહ્યાં હોવાથી, ગુજરાત હાઈ-ગ્રોથ ડિજિટલ પેમેન્ટ્સ માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે. 120 શહેરોમાં 6,000થી વધુ ગ્રાહકો પર હાથ ધરવામાં આવેલા સર્વે હાઉ અર્બન ઇન્ડિયા પેઇઝ 2025 રીપોર્ટમાંથી પ્રાપ્ત થયેલી ઊંડી જાણકારી મુજબ, અમદાવાદના શહેરી ગ્રાહકો વિશ્વાસ, પરિચિતતા અને અનુકૂળતા-આધારિત સ્વીકૃતિમાં વધારો થવાથી આ શહેર ડિજિટલ પેમેન્ટ્સના મામલે મોટા મેટ્રો શહેરો જેવું વલણ દર્શાવી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમી ક્ષેત્રમાં સૌથી મજબૂત ડીડીપીયુ (ડીગ્રી ઑફ ડિજિટલ પેમેન્ટ યુસેઝ) ધરાવતા શહેરોમાંથી એક છે, જ્યાંના ગ્રાહકો વારંવાર, મલ્ટી-કેટેગરી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે તથા એપ-આધારિત અને યુપીઆઈ-આધારિત પેમેન્ટ્સ પર સતત વધુ નિર્ભરતા દર્શાવે છે. ડીડીપીયુ એ વિવિધ વસ્તી વિષયક જૂથોમાં ડિજિટલ પેમેન્ટ્સની સ્વીકૃતિના પ્રમાણને માપવા માટે તૈયાર કરવામાં આવેલું એક માપ છે.

ડિજિટલ પેમેન્ટ્સમાં જબરદસ્ત વૃદ્ધિ અને ચૂકવણીના નવા મૉડની સાથે સગવડમાં વધારો થવાથીઅમદાવાદ જેવા મોટા શહેરો અને મોટા મેટ્રો વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહ્યું છે.ટોચના 6 મેટ્રોમાં ઑનલાઇન ખરીદીઓમાંડિજિટલ પેમેન્ટ્સનો હિસ્સો 89% અને ઑફલાઇન પેમેન્ટ્સમાં 62% છે.અમદાવાદ અને મિડ-ટીયર શહેરો પહેલેથી જ 56% ઑફલાઇન ડિજિટલ સ્વીકૃતિ પર પહોંચી ગયાં છે, જે દર્શાવે છે કે, તેઓ કેટલા ઝડપથી તેને અપનાવી રહ્યાં છે.આ વધારો શહેરના ઊંચા ડીડીપીયુ વલણની સાથે અનુરૂપ છે, જ્યાં ગ્રાહકો અવારનવાર વધુ કેટેગરીઓમાં અને વધુ આત્મવિશ્વાસની સાથે ડિજિટલ પેમેન્ટ્સનો ઉપયોગ કરે છે.વિશ્વાસમાં અને પરિચિતતામાં વધારો તથા યુપીઆઈ અને વૉલેટના વપરાશમાં સતત વધારો થવાને કારણે કૅશલેસ વેપાર તરફ ગુજરાત ઝડપથી પરિવર્તિત થવાની સાથે-સાથે અમદાવાદને ભારતના વિકસી રહેલા ડિજિટલ પેમેન્ટ પરિદ્રશ્યમાં મહત્વના કેન્દ્ર તરીકે સ્થાન અપાવી રહ્યું છે.

એમેઝોન પે ઇન્ડિયાના સીઇઓ શ્રી વિકાસ બંસલે જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો આ શહેર આધુનિક નાણાકીય અનુભવને અપનાવવા માટે સજ્જ હોવાનું દર્શાવે છે. ગ્રાહકોનેજરૂરિયાત છે એટલા માટે નહીં પરંતુ તેઓ ઝડપ, સુરક્ષા અને પારદર્શકતાના મૂલ્યને સમજતા હોવાથી ડિજિટલ પેમેન્ટ્સને પસંદ કરી રહ્યાં છે. આ પરિવર્તનને ઝડપથી આગળ વધારનારું મુખ્ય પરિબળ વૈવિધ્યતા છે – સ્ત્રીઓ, ઝેન ઝી અને મિલેનિયલ્સ ક્રેડિટ કાર્ડ્સ તરફ વળી રહ્યાં છે, જે તેની સ્વીકૃતિની ગતિ વધવાનું વલણ દર્શાવે છે.આ વ્યાપક મોમેન્ટમ અને ઝડપથી વિસ્તરી રહેલી મર્ચંટ ઇકોસિસ્ટમની સાથે અમદાવાદ પશ્ચિમ ભારતના ભવિષ્ય માટે સૌથી વધુ સજ્જ હોય તેવા અર્થતંત્રોમાંથી એક તરીકે ઉભરી રહ્યું છે.એમેઝોન પેમાં અમે ચૂકવણીના નવીન, વિશ્વસનીય અને ઘર્ષણરહિત ઉકેલોની સાથે આ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ.’

એમેઝોન પે આ મોટા પાયે આવી રહેલા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. આ રીપોર્ટ માટે કાર્ની દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ, અમદાવાદ સહિતના ટિયર 2 અને ટિયર 3 શહેરો પ્રાથમિક ગ્રોથ એન્જિન્સ તરીકે ઉભરી આવ્યાં છે, જેઓ એમેઝોન પેના ડિજિટલ ખર્ચમાં 70%થી વધુનું યોગદાન આપે છે, જે મેટ્રોની સીમાઓથી બહારપણ તેની વ્યાપક સ્વીકૃતિનો સંકેત આપે છે. અનુકૂળતા, ઝડપ અને પારદર્શક અનુભવોને કારણે યુપીઆઈ અને વૉલેટ્સના નેતૃત્વમાં ડિજિટલ પેમેન્ટ્સ હવે કરિયાણા, દવાઓ, યુટિલિટીઝ અને ઘરની આવશ્યક ચીજો જેવા રોજિંદા યુઝ કેસોમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે.

આ ગતિ મર્ચંટ ઇકોસિસ્ટમમાં પણ વિસ્તરી છે. સ્થાનિક વિક્રેતાઓ, સર્વિસ પ્રોવાઇડરો અને આસપાસના વિસ્તારોમાં આવેલા સ્ટોર્સમાં સ્વીકૃતિમાં વધારો થવાને કારણે એમેઝોન પે મારફતે પ્રોસેસ થનારા ટિયર 2 અને ટિયર 3માંથી થતાં ઑફલાઇન મર્ચંટ પેમેન્ટ્સમાં નોંધપાત્ર વધારો થયો છે.અમદાવાદની ઊંચી ડીડીપીયુ પ્રોફાઇલ વેપારીઓની વર્તણૂકમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમ કે, ઘણાં બધાં બિઝનેસ ગ્રાહકોની અપેક્ષાઓ પર ખરાં ઉતરવા માટે વધુને વધુ ડિજિટલ મૉડને અપનાવી રહ્યાં છે.સ્ટ્રોંગ મર્ચંટ ઑનબૉર્ડિંગ, વારંવાર ઉપયોગમાં વધારો અને ડિજિટલ પરિચિતતામાં વધારો થવાને કારણે અમદાવાદ આ પરિવર્તનની આગેવાની કરી રહ્યું છે.એમેઝોન પે ગુજરાતમાં પણ તેની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે તથા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને હવે કાડોદરા જેવા પ્રમુખ કૉમર્શિયલ હબમાં નવા વેપારીઓને ઑનબૉર્ડ કરી રહ્યું છે.

અમદાવાદમાં એમેઝોન પેનું પર્ફોમન્સ આ મોમેન્ટમમાં પણ પ્રતિબિંબિત થાય છે, કારણ કે યુપીઆઈના વપરાશમાં 28.35%નો મજબૂત વધારો થવાથી આ શહેર એકંદર ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે 10%થી પણ વધારેનો વધારો નોંધાવી રહ્યું છે.આ બાબત સમગ્ર ગુજરાતમાં તહેવારોના વલણોની સાથે સુસંગત છે, જે મુજબ દર 4માંથી 1 ગ્રાહકે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 દરમિયાન એમેઝોન પે ઇન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કર્યો હતો અને દર 4માંથી 1 ઑર્ડર યુપીઆઈ દ્વારા આપવામાં આવ્યો હતો, જેનાથી યુઝરોમાં 11%નો વધારો નોંધાયો હતો. ડિજિટલ માધ્યમોથી ખરીદીને પ્રાથમિકતા આપવાનું અમદાવાદનું વલણ કેટેગરી ટ્રેન્ડ્સમાં પણ જોવા મળે છે, જેમાં લક્ઝરી બ્યુટીમાં 8.5 ગણા, એકંદર બ્યુટીની માગમાં 2 ગણા વધારા અને પૅટ કૅર, ડેરી અને મોબિલિટી એસેસરીઝની સ્વીકૃતિમાં વધારાનો સમાવેશ થાય છે. એમેઝોન પે પ્રોડક્ટ્સના સ્થાયી અપટેકના સમર્થનને લીધે પણ આ પરિવર્તન આગળ વધ્યું છે – એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડના વેચાણમાં વાર્ષિક ધોરણે 15%થી વધારેનો અને એમેઝોન પે લેટરમાં 10%થીવધારેનોવધારો થયો છે, જે ડિજિટલ પેમેન્ટ્સના ખૂબ જ વિશ્વસનીય અને લાભદાયક વિકલ્પોને લીધે સુગમતા વધી હોવાનું દર્શાવે છે.

સંપૂર્ણ રીપોર્ટ વાંચવા માટે અહીંક્લિક કરો.

XXX

Related posts

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

truthofbharat

ડેઝૌલ્ટ એવિયેશન્સએ ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટ્સનું ઉત્પાદન કરવા માટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર સાથે ભાગીદારી કરી

truthofbharat

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) દ્વારા ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025 નું સફળ આયોજન

truthofbharat