Truth of Bharat
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સર્વાંગી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક જીવનશૈલી અને પ્રાકૃતિક આહાર જરૂરી: આચાર્ય દેવવ્રત

  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ
  • INO દ્વારા દેશમાં 5000 સ્થળો પર પ્રાકૃતિક ચિકિત્સા દિવસનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત, અમદાવાદ | ૦૯ નવેમ્બર ૨૦૨૫ — ૮મા રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ નિમિત્તે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપથી (NIN), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સૂર્યા ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન (INO) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) દ્વારા, તારીખ ૦૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શુભ હસ્તે કરવામાં આવ્યો.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં ૮૮૫ લોકોએ ધૂપસ્નાન (સન બાથ) અને ફેસ મડ પેક માટે INO (ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન) દ્વારા અને વૃક્ષાસન (વૃક્ષની મુદ્રા) માં મહત્તમ સંખ્યામાં ભાગ લેવા બદલ GSYB (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા. જેમાં એશિયા બુક ઑફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ (IEA) બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું.

INO ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદારે માનનીય રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું અને પોતાના પ્રારંભિક વક્તવ્યમાં જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતથી આજે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ પુણે, મહારાષ્ટ્ર માં ૧૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તેનું સમાપન કરવામાં આવશે. INO દ્વારા ૯ નવેમ્બરથી ૧૮ નવેમ્બર, ૨૦૨૫ સુધી સમગ્ર દેશભરમાં ૫૦૦ થી વધુ જિલ્લાઓમાં ૫૦૦૦ સ્થળોએ પ્રાકૃતિક ચિકિત્સાના નિ:શુલ્ક શિબિરો તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આગળ જણાવતા, તેમણે માનનીય રાજ્યપાલ મહોદયને વિનંતી કરી કે સરકાર દ્વારા પ્રાકૃતિક ચિકિત્સાને જન જન સુધી ફેલાવવા માટે રાજ્ય સરકારને જરૂરી પગલાં લેવા માટે જણાવે.

મંચસ્થ અતિથિઓ: અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, GSYB (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) ના ચેરમેન યોગસેવક શીશપાલ, INO ગુજરાતના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ શાહ, NIN (આયુષ મંત્રાલય, ભારત સરકાર) ના હિમાંશુ શર્મા અને ડૉ. ભરતભાઈ શાહનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) આપીને સ્વાગત કરવામાં આવ્યું.

GSYB (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) ના ચેરમેન યોગસેવક શીશપાલએ પોતાના ઉદ્બોધનમાં એ જણાવ્યું કે યોગની સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સાને પણ પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે.

અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનએ પોતાની સ્વદેશી ચિકિત્સા અપનાવવા તથા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આહ્વાન કર્યું.

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સાના પોતાના ૩૦ વર્ષનો અનુભવ વહેંચ્યો અને સૂર્યા ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી જયપ્રકાશજીના જીવનમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ચિકિત્સાનું કાર્ય શરૂ કર્યું.

આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સાના મૂળભૂત સિદ્ધાંતો જણાવતા કહ્યું કે: પ્રાકૃતિક ચિકિત્સા એક એવી પદ્ધતિ છે જે હોસ્પિટલ વિના અને દવા વિના પોતાના શરીરના રોગોને દૂર કરે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે.

પદ્મશ્રી જયપ્રકાશજીના જીવનમાંથી પ્રેરણા લઈને મેં પ્રાકૃતિક ચિકિત્સા વિશે સમજ મેળવી, તેમજ પ્રાકૃતિક ચિકિત્સાના ઉદ્દેશ્યો અને પ્રાકૃતિક ચિકિત્સાને આગળ વધારી – અને પ્રાકૃતિક ચિકિત્સા માટે લોકોમાં જાગૃતિ ફેલાવી.

સર્વાંગી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક જીવનશૈલી અને પ્રાકૃતિક આહાર ખૂબ જ જરૂરી છે.

  • જે રીતે લોખંડને ઠીક કરવા માટે લોખંડમાં નાખવામાં આવે છે, તે જ રીતે આપણું શરીર પ્રકૃતિમાંથી બનેલું છે, તેથી તેને ઠીક કરવા માટે પ્રકૃતિની પાસે જ જવું જોઈએ.
  • અપ્રાકૃતિક ખેતી ને કારણે આપણે જે આહાર લઈ રહ્યા છીએ, તેનાથી આપણા શરીરમાં ધીમું ઝેર જઈ રહ્યું છે. તેથી આપણે પ્રાકૃતિક ખેતી તરફ વધુ આગળ વધવું પડશે.
  • દિનચર્યા અને ખાનપાન વિશે બાળકોને શાળામાં ભણાવવું જોઈએ.
  • હું મુખ્યમંત્રીશ્રી સાથે પ્રાકૃતિક ચિકિત્સા માટે કોલેજ અને રિસર્ચ સેન્ટર બનાવવાની બાબતે વાત કરીશ, તેમજ સર્વાંગી સ્વાસ્થ્ય પ્રત્યે પ્રાકૃતિક ચિકિત્સા અને પ્રાકૃતિક આહાર વિશે જાગૃતિ અભિયાન ચલાવવાની વાત કહીશ.
  • શીશપાલજી ગુજરાત રાજ્યમાં યોગ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે.

કાર્યક્રમમાં INO ના સભ્યો, GSYB ના યોગ સાધકો, પ્રાકૃતિક ચિકિત્સકો, યોગાચાર્યો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ ભાગ લીધો.

INO ગુજરાતના પદાધિકારીઓ શ્રી જીતુભાઈ શાહ, ડૉ. સુરેશભાઈ શાહ, ડૉ. હિતેશ પરમાર, ડૉ. રાઘવ પુજારા, રૂહી સંઘવી, ડૉ. હેતલ શાહ, ડૉ. પલક ત્રિવેદી, યોગાચાર્ય ડિમ્પલ પટેલ, ડૉ. નારાયણ બોહિતે, ડૉ. હસમુખભાઈ વાજા, ત્રિભુવન સિંહ, ડૉ. મુકેશ કુમાર અને અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

truthofbharat

ICMAI-WIRC દ્વારા “રિજનલ કોસ્ટ કન્વેશન 2025” યોજાઈ, ટેક્સ બિલમાં CMAs ને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો

truthofbharat

બ્લૂમબર્ગ યાદીમાં સ્થાન મેળવ્યા બાદ હિમેશનું નવું ટ્રેક ‘સાઝ’ રિલીઝ

truthofbharat