Truth of Bharat
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગંગા ફેશન્સે સુરતમાં પોતાનો પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર ખોલ્યો: જ્યાં પરંપરા આધુનિકતાને મળે છે.

ગુજરાત, સુરત | ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૫: સુરતના ડુમસ રોડના નોમેડ્સ ખાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયનો વારસો ધરાવતી કાપડ બ્રાન્ડ ગંગા ફેશન્સે પોતાનો પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર શરૂ કર્યો છે. જણાવીએ કે, ૧૯૯૦માં લંડન, ઇન્ડોનેશિયા અને દુબઈમાં નિકાસ ગૃહ તરીકે સ્થાપિત આ બ્રાન્ડ ૨૦૦૭માં ભારતીય બજારોમાં પ્રવેશ્યો હતો. આ નવીનત્તમ સ્ટોર ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને સમકાલીન ડિઝાઇન સાથે એકીકૃત રીતે મિશ્રિત કરવા માટે ગંગા ફેશન્સે સતત નવીનતા સાથે, પોતાની ક્રિએટીવ કારીગરીને પ્રોત્સાહન આપ્યું છે. 2 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો, આ સ્ટોર ગંગાના સારને રજુ કરે છે, જે પરંપરા સાથે તેની અભિવ્યક્તિમાં સમકાલીન છે.

નવિનત્તમ લોન્ચ કરાયેલા આ સ્ટોર શાંત હરિયાળી અને શાંત તળાવોથી ઘેરાયેલું છે. આ નવુ લેઆઉટ એક વાર્તાની જેમ પ્રગટ થાય છે. જણાવીએ કે, લાઇટિંગથી લઈને મટીરીયલ ફિનિશ સુધીની દરેક વિગતો, ગંગાના સંતુલન, સંસ્કારિતા અને કારીગરીને વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે.

તેના સિગ્નેચર મહિલાઓના વસ્ત્રો ઉપરાંત, સ્ટોર પુરુષોના વસ્ત્રો, લિનન કાપડ, એસેસરીઝ અને ત્વચા સંભાળની આવશ્યક વસ્તુઓ પણ રજૂ કરવામાં આવી છે, જેમાં અમે બાળકોના વસ્ત્રો પણ ટૂંક સમયમાં લાવવા જઈ રહ્યાં છીએ. આ કાળજીપૂર્વક તૈયાર કરાયેલ મિશ્રણ સ્ટોરને એક વાસ્તવિક જીવનશૈલી સ્થળ તરીકે સ્થાન આપે છે, જે પરિવારના દરેક સભ્ય માટે કંઈક અર્થપૂર્ણ ઓફર કરે છે.

“અમારા પ્રથમ કોન્સેપ્ટ સ્ટોરનું લોન્ચિંગ ગંગાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ છે, ગંગા ફેશન્સના માલિક સંજય ગંગવાણીએ પોતાના સ્ટોર અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, “બે દાયકાથી વધુ સમયથી, અમારો પ્રયાસ દરેક રચનામાં સંસ્કૃતિ, અને સમકાલીન શૈલીને એકસાથે લાવવાનો છે. આ નવી જગ્યા માત્ર એક સ્ટોર કરતાં પણ વિશેષ છે, તે એક ઇમર્સિવ અનુભવ છે જે ગંગાના ખરા સારને રજુ કરે છે.

આ લોન્ચ સાથે, ગંગા ફેશન્સ આધુનિક વિશ્વ માટે ભારતીય ટેકસટાઇલ્સને ફરીથી પરિભાષિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, સાથે આપણી સંસ્કૃતિને આગળ વધારવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરી તેને સમકાલીન જેટલા જ ટકાઉ બનાવે છે. તમે હવે સુરતમાં તેમના ડેબ્યૂ સ્ટોર પર ગંગા ફેશનના નવીનતમ કલેક્શનની ખરીદી ઑનલાઇન પણ શોધી શકો છો જેની વેબસાઈટ https://gangafashions.com/ છે.

Related posts

લોટ્ટે કંપનીએ ભારતની પ્રથમ કોરિયન આઈસ કેન્ડી, સુબક અને શાર્ક લોન્ચ કરી

truthofbharat

અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

truthofbharat

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સ કંપની IPO મારફત રૂ. 10.14 કરોડ એકત્ર કરશે

truthofbharat