Truth of Bharat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફૂલ સ્ટોપ : પહેલી ગુજરાતી ફિમેલ ઍક્શન ફિલ્મ

ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે. ફૂલ સ્ટોપ’ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને 8થી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રીલીઝ કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ ૨૮ જૂન ૨૦૨૫: અભિનેત્રીને હીરોની જેમ ઍક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે. પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે. પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘ફૂલ સ્ટોપ’. પહેલી ગુજરાતી ફિમેલ ઍક્શન મુવી.

અન્ય રીજનલ સિનેમાની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કૉમેડી, સસ્પેન્સ થ્રિલર, ક્રાઈમ થ્રિલર, ઍક્શનઅને હૉરર જોનરની ફિલ્મો તો આવી છે, પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે. અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે, પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે. પણ આ ફિલ્મ સ્ત્રીની એ સબળી બાજુ પર પ્રકાશ પાડે છે.‘ડૉન્ટ જજ બુક બાય કવર’ તો સાંભળ્યું હશે,પરંતુ‘ડૉન્ટ જજ અ ગર્લ બાય હર કવર’ આ ફિલ્મમાં જોવા મળશે. પહેલી વખત ત્રણ ઝાબાંજ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર ઍક્શન કરતી જોવા મળશે.

ફિલ્મમાં ફિમેલ લીડ તરીકે ખુશી શાહ, કાજલ વશિષ્ટ અને દામિની દવે છે. જ્યારે બાકીના મુખ્ય કલાકારો મેહુલ બુચ, અલ્પના બુચ, સૌરભ બારોટ, વનરાજ સિસોદિયા અને દીપ વૈદ્ય છે. ફિલ્મનું શુટિંગ મુંબઈ, ગુજરાત ઉપરાંત ત્રણ કરતા વધુ દેશોમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે. ‘ફૂલ સ્ટોપ’ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને 8થી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રીલીઝ કરવામાં આવશે.

સફળ બિઝનેસમેન એવા પ્રિતેશ પટેલ અને ‘પાગલપંતી’ જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરનાર જેકી પટેલ,‘ફૂલ સ્ટોપ’ ફિલ્મના ડિરેક્ટર છે. ફિલ્મના ડાયલોગ અને પટકથા પણ પ્રિતેશ પટેલ અને જેકી પટેલે સાથે લખી છે. ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર અમન કુરેશી છે. ફિલ્મ પ્રિતેશ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મ 25 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે.

Related posts

આઈટીસી મંગલદીપે અમદાવાદ, ગુજરાત ખાતે વેપારી સંમેલન દ્વારા અગરબત્તી શ્રેણીમાં નવા સ્વરૂપને પ્રસ્તુત કર્યું

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

truthofbharat

સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

truthofbharat