Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શૂન્ય વગર, ખાલી થયા વગર પ્રેમમાર્ગની યાત્રા સંભવ નથી

જ્યાં સુધી આપણે ખાલી ન થઈએ,યાત્રી ન બની શકીએ.

કોઈના પુરુષાર્થ,પ્રારબ્ધ કે કોઈના અનુગ્રહથી જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એનો લેશમાત્ર અહંકાર ન થાય એ શૂન્યતા છે.

રામચરિતમાનસનાંઆદિમાં પ્રેમ,મધ્યમાં પ્રેમ અને આખિરમાં પણ પ્રેમ છે.

શ્રદ્ધાનું ભાથું,એ શ્રદ્ધા પણ ગુણાતિત હોવી જોઈએ.

આ માર્ગનામાર્ગીને પરમ વિશ્રામ તો મળે છે પૂર્ણ વિશ્રામ મળતો નથી.

પ્રેમ માર્ગીઓનું લક્ષ્ય સિદ્ધિ નહીં શુદ્ધિ હોવું જોઈએ.

પ્રેમમાં લાભ નહીં શુભ જોવાય છે.

ફાનસને છોડી દો,માનસ રાખવું.

લિટલ રોક(અમેરિકા)નાં આર્કાન્સામાં આવેલાસ્ટેટ હાઉસ કન્વેન્શન સેન્ટર,મારખમસ્ટ્રીટ ખાતે ચાલી રહેલી રામકથાનાં મંગળવારનાં ચોથા દિવસે લીટલરોકના ૭૩મા મેયર વ્યાસ વંદના માટે આવ્યા જેઓએ અહીં લોકલ ભારતીય કોમ્યુનિટીને ખૂબ જ જોરદાર ટેકો આપ્યો છે.તેઓએ અમેરિકી ઉચ્ચારમાં ‘જય સિયારામ’ કહ્યું ત્યારે આખો હોલ તાલીઓથી ગુંજી ઉઠ્યો.તેણે પોતે એકતા અને વિકાસ માટે શું કાર્ય કરે છે એની પ્રસન્નતા ભરી વાત કરી.

આજે વિશેષ પ્રસન્નતાની વાત એ હતી કે ભારતના સમર્થ ભાગવતકારજીગ્નેશ દાદા પણ આવ્યા હતા અનેક વાતો જિજ્ઞાસાના રૂપમાં આવી.પણ આજે કબીર સાહેબના પંથે ચાલનાર સાધક ભાઈ-બહેનોના ઘણા જ પ્રશ્ન હતા.એનાથી કથાની શરૂઆત કરતા બાપુએ કહ્યું કે કબીર સાહેબનો ખૂબ મોટો માર્ગ છે,વૈશ્વિક માર્ગ છે.કોઈ સમજી ન શકે અથવા પૂર્વગ્રહથી ન માને તો આપણે શું જીદ કરીએ પૂછ્યું છે કે બાપુ! પ્રેમ માર્ગનામાર્ગીઓનીપથયાત્રા ક્યાંથી પ્રારંભ થાય છે?બાપુએ કહ્યું કે જો આપણો માર્ગ પ્રેમમાર્ગ છે,જેમ કે ભરતજીનો માર્ગ,તો એની યાત્રા શૂન્યથી ચાલુ થાય છે.શૂન્ય વગર,ખાલી થયા વગર પ્રેમમાર્ગની યાત્રા સંભવ નથી.પ્રેમમાર્ગના પથિક જલાલુદ્દીનરૂમી પણ કહે છે કે પ્રેમમાર્ગની યાત્રા શૂન્યથી શરૂ થાય છે.લૌકિકયાત્રાઓશૂન્યથી શરૂ નથી થતી.બેગ,થેલા,પૈસા બધું જ હોય છે પણ યાત્રા પૂરી થતા થતા લગભગ બધું ખાલી થઈ જાય છે! પણ પ્રેમમાર્ગનીયાત્રાએઉલટી ગંગા છે,જ્યાં સુધી આપણે ખાલી ન થઈએ,યાત્રી ન બની શકીએ.

એટલે જ કબીર કહે છે:ઇ રે મારગ મારે જોવા કબીર કહે ઇ રે મારગ મારે જોવા રે…

કબીરે પોતાની કબીરીઆંખોથી જોયો હશે અને એ પંથ પામ્યા પણ હશે.

કોઈના પુરુષાર્થ,પ્રારબ્ધ કે કોઈના અનુગ્રહથી જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એનો લેશમાત્ર અહંકાર ન થાય એ શૂન્યતા છે.જ્યાંથી યાત્રા શરૂ થાય એ પ્રેમની હોય છે.

એક ભાઈએ દરવાજાને કહ્યું કે તમારો ખુબખુબ ધન્યવાદ! દરવાજો કહે કઈ વાત ઉપર ધન્યવાદ?તો કહે અમને પ્રકાશ અને રોશની મળી. દિવાલ હોત તો અમને રોશની ન મળત.દરવાજાએ કહ્યું કે આ રોશની મારી નથી,સૂર્યની છે.આપ્રેમયાત્રાનું પહેલું પગથિયું છે.રોશની એટલા માટે મળી કે હું વચ્ચેથીહટી ગયો છું.

આદિમાં શૂન્ય,મધ્ય અપૂર્ણ અને આખિરમાંપૂર્ણતા. કબીર સાહેબેરીક્તતા,ખાલીપણા ઉપર ખૂબ ભાર મૂક્યો છે.પ્રેમમાર્ગનીપ્રસ્થાનત્રયિ કઈ છે?આરંભ શૂન્ય,અર્ધ વિરામ અને પૂર્ણવિરામ એ પ્રસ્થાનત્રયિ છે.

રામચરિતમાનસનાંઆદિમાં પ્રેમ,મધ્યમાં પ્રેમ અને આખિરમાં પણ પ્રેમ છે.

કુંદ ઇંદુ સમ દેહ ઉમા રમન કરુણા અયન,

જાહી દીન પર નેહ- એ પ્રેમ છે.

પ્રેમમાર્ગીએભાથુ કયું લેવું જોઈએ? માનસ જવાબ આપે છે કે:જે શ્રદ્ધા સંબલ રહિત… એટલે કે શ્રદ્ધાનું ભાથું અને એ શ્રદ્ધા પણ ગુણાતિત હોવી જોઈએ. રાજસી,તામસી,સાત્વિકી શ્રદ્ધા પણ બરાબર નથી. પ્રેમમાર્ગીએકોનો સાથ લેવો જોઈએ?સાધુનો સાથ લઈને ચાલવું જોઈએ.જો કે સાધુનાસંગમાં મુશ્કેલી થશે.મીરા કહે છે: સાધુ સંગ બૈઠબૈઠ લોક લાજ ખોઈ …પણ સાધુના વિચાર,સાધુના સ્વભાવને સાથે રાખીને યાત્રા કરવી જોઈએ.

પ્રેમ માર્ગીઓનો વિશ્રામ ક્યો?કોઈ વિશ્રામ નથી. આપણા પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલનેહરુએ કહ્યું ‘આરામ હરામ હે’ ત્યાં હરામ શબ્દ ખટકે છે. આરામ હી હે રામ હે.એટલે જ ગાંધીજીની સમાધિ ઉપર હે રામ લખ્યું છે.

લગતી નહીં હૈ ગરમી શર્દી,

પહેન કે દેખો મજનું કી વર્દી;

ખાલી બર્તનબજનેલગેથે,

મેનેસબમેમીટ્ટી ભર દી!

મૈં તો ખુદ હી મરને કો થા,

ચારાગારોંને જલ્દી કર દી!

આ માર્ગનામાર્ગીને પરમ વિશ્રામ તો મળે છે પૂર્ણ વિશ્રામ મળતો નથી.પ્રેમમાર્ગીઓનું લક્ષ્ય સિદ્ધિ નહીં શુદ્ધિ હોવું જોઈએ.પ્રેમમાં લાભ નહીં શુભ જોવાયછે.રસ્તામાં કોઈ દોરાહા દેખાય તો સાધુ ચાલે એ રસ્તા ઉપર નીકળી પડવું જોઈએ. અવરોધા આવે તો કયું ફાનસ રાખવું? બાપુએ કહ્યું ફાનસને છોડી દો,માનસ રાખવું.ભાવાવેશ અને આવેગમાં કઈ છત્રી હોવી જોઈએ? દ્રઢઆશ્રયનીછત્રી.ભરોસોદઢ ઇન ચરણન અને કેરો.. આ છત્રી રાખવી જોઈએ આજે અમેરિકા વાસીઓને બાપુએ કહ્યું કે ગમે એટલું અંગ્રેજી ભણો,કોઈ વાંધો નહીં પણ ઘરમાં ગુજરાતી બોલો.ગુજરાતી આપણો ધર્મ,હિન્દી આપણો અર્થ,અંગ્રેજી કામ અને સંસ્કૃત આપણો મોક્ષ છે.

અતિ હરીકૃપાનાં ભૌતિક અર્થ એ છે કે પથારીમાં પડતા જ નીંદર આવી જાય,કડકડતી ભૂખ લાગે,ગમે તે કપડાંમાંરૂડાં લાગીએ, જ્યાં જઈએ ત્યાં રસ્તો મળી જાય,જગ્યા મળી જાય આ અતિ હરીકૃપા છે. મહાભારતમાં વિદુર ધૃતરાષ્ટ્ર સંવાદમાં નીંદર ન આવવાના ચાર કારણ કહે છે કે:ખૂબ બળવાન શત્રુ મંડરાતો હોય,ચોરી કરવાની વૃત્તિ હોય,લૌકિક કે અલૌકિક પ્રેમ થઈ ગયો હોય એને નીંદર આવતી નથી.

માનસમાં’વ’ થી શરૂ થનારપાત્રો વિશિષ્ટ છે: વાલ્મિકી,વ્યાસ,વશિષ્ઠ,વિશ્વામિત્ર,વૈદેહી,વિદેહ રાજ,વિભિષણ વગેરે.

જ્ઞાનમાર્ગ,ભક્તિમાર્ગ અને કર્મમાર્ગમાંવિઘ્નો આવે છે.ફૂલછાબમાંજયદેવ માકડ માર્ગીનો માર્ગ એ કોલમ પણ લખે છે એનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે અધ્યાત્મયત્રામાં પાંચ કાળ વિઘ્ન કરે છે: વ્યવહારકાલ,હર્ષકાળ,શોકકાળ,વિપત્તિ કાળ અને વિદાય કાળ.

કથાના ચાર ઘાટના રૂપક સમજાવીને ભરદ્વાજનાં આશ્રમમાં એ વખતે કલ્પવાસ માટે કુંભમેળો થયો કુંભ પૂરો થતા યાજ્ઞવલ્ક્ય નામના મુની વિદાય માંગે છે અને ભરદ્વાજ એના પગ પકડીને કહે છે કે એક ખૂબ મોટો સંશય છે.જે રામ વિશે વાત થાય છે જેનો ભગવાન શિવ સતત જપ કરે છે એ રામ કોણ છે?રામકથાપૂછવાથી શિવ કથાનાંમાધ્યમથી કથાનો આરંભ થાય છે.

Related posts

આઇક્યુબ્સવાયરએ અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ફ્લુએન્સર કોન્ક્લેવનું આયોજન કર્યું

truthofbharat

સેમસંગ દ્વારા AI ફીચર્સમાં નવો દાખલો બેસાડતી સ્માર્ટ કૂલિંગ સાથેની બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરી

truthofbharat

રામાયણને મન, બુદ્ધિથી અને ચિતથી સાંભળજો, પણ અહંકાર મુક્ત થઈને સાંભળજો

truthofbharat