ડી બીયર્સ ગ્રુપની ડાયમંડ જ્વેલરી બ્રાન્ડે નવી દિલ્હીમાં પ્રથમ વૈશ્વિક ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો
નવી દિલ્હી | ૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: વિશ્વની અગ્રણી હીરા કંપની ડી બીયર્સ ગ્રુપના Forevermark Diamond Jewellery એ આજે સત્તાવાર રીતે એક જ્વેલરી બ્રાન્ડ તરીકે લોન્ચ કરતાં દિલ્હી પહેલા કરતાં વધુ ચમક્યું. નવી દિલ્હીમાં પોતાના ઐતિહાસિક બ્રાન્ડ ડેબ્યૂ અને ફ્લેગશિપ સ્ટોરના ઉદ્ઘાટનની સાથે ભારત Forevermark બ્રાન્ડ માટે મુખ્ય બજાર બની ગયું છે. નવી દિલ્હીમાં મુખ્ય સ્ટોરનું ઉદ્ઘાટન Forevermark ના પોતાના વૈશ્વિક વારસા, આધુનિક ડિઝાઇન સંવેદનશીલતા અને વિવેકપૂર્ણ વૈભવી વિલાસિતાના દર્શનને નેચરલ હીરાને સમજદર ગ્રાહકો સુધી પહોંચવાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
રાજધાનીમાં બે દિવસના શાનદાર સેલિબ્રેશનમાં Forevermark Diamond Jewellery એ શહેરના ટેસ્ટમેકર્સ, ક્રિએટર્સ, સંસ્કૃતિને આકાર આપનારાઓ, સોશિયાલિસ્ટ, ઇન્ફલુયર્સ, ફેશન આઇકોન્સ અને જ્વેલરી પારખું લોકો માટે કંટેમ્પરરી કલેકશન અને સાહસિક નવા દ્રષ્ટિકોણનું અનાવરણ કર્યું.

Forevermark Diamond Jewellery ની નવી ઓળખ સંગીત, કલા, ફેશન અને લકઝરી સ્ટોરીટેલિંગની ક્યુરેટેડ સફર દરમ્યાન જીવંત થઈ. સમારંભની શરૂઆત મહેમાનો દ્વારા બ્રાન્ડની વિશિષ્ટતા અને હીરાની સુંદરતા દર્શાવતા ઇમર્સિવ હીરાના અનુભવો દ્વારા કરવામાં આવી હતી. મંચ પર ડી બીયર્સ ગ્રુપમાં બ્રાન્ડ્સ અને ડાયમંડ ડિઝાયરબિલિટીના સીઈઓ સેન્ડ્રિન કોન્સિલર (Sandrine Conseiller) અને ડી બીયર્સ ગ્રુપના ગ્લોબલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને Forevermark ના સીઈઓ શ્વેતા હરિત (Shweta Harit) એ બ્રાન્ડની નવી ફિલોસોફીનું અનાવરણ કર્યું જે મહિલાના અનેક પાસાઓને પ્રતિબિંબિત કરે છે અને જે હીરાને માત્ર શણગાર તરીકે જ નહીં પરંતુ તેની વિકસતી યાત્રામાં સાથી તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રતિભાશાળી સબા આઝાદ (Saba Azad) દ્વારા રજૂ કરાયેલા બ્રાન્ડના મેનિફેસ્ટોના ભાવનાત્મક સ્વ-રચિત પ્રસ્તુતિ દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ Forevermark ની હાઇ જ્વેલરી લાઇનનું શાનદાર પ્રદર્શન કરાયું, જ્યાં ભારતની ટોચની મોડેલોએ સિતારવાદક અનુષ્કા શંકર (Anoushka Shankar) ની ધૂન પર રેમ્પ વોક કર્યું હતું. આ સાંજનું સમાપન એક શાનદાર ક્ષણ સાથે થયું જ્યારે મલ્ટી-ફેસટેડ આંત્રપ્રિન્યોર મીરા કપૂર (Mira Kapoor), જે બ્રાન્ડના આધુનિક વ્યક્તિત્વના સિદ્ધાંતોને મૂર્તિમંત કરી રહ્યા હતા, શોસ્ટોપર તરીકે મંચ પર આવ્યા અને બીજા દિવસે સવારે તેમણે પહેલાં ફલેગશિપ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું.
લોન્ચિંગના સમયે બોલતા શ્વેતા હરિત (Shweta Harit) એ જણાવ્યું હતું કે, “ભારતમાં Forevermark Diamond Jewellery ને મેજીકલ સેલિબ્રેશન કરવું ખરેખર ખાસ રહ્યું છે. અમારી ફિલસૂફી, ‘ધીસ વન્સ ફોર મી’, મહિલાઓ દ્વારા પોતાની જાતે ઉજવણી કરવા અંગે છે – તેમના વ્યક્તિત્વ, તેમની પસંદગીઓ, તેમની વિકસિત યાત્રાઓ. ડાયમંડ પ્રત્યેના તેમના ઊંડા પ્રેમ અને આધુનિક વિચારની સાથે, ભારત આ ચેપ્ટર શરૂ કરવા માટે યોગ્ય સ્થળ છે. અમારા નવા ફ્લેગશિપ સ્ટોર અને કલેક્શન દ્વારા અમે ઇચ્છીએ છીએ કે દરેક મહિલાને એક એવો ડાયમંડ મળે જે વ્યક્તિગત, સાર્થક અને વિશિષ્ટ રીતે તેને પોતાનો લાગે.”
સેન્ડ્રીન કોન્સિલર (Sandrine Conseiller) એ ઉમેર્યું, “ભારત હંમેશાથી વૈશ્વિક ડાયમંડ ઉદ્યોગના કેન્દ્રમાં રહ્યું છે અને આ લોન્ચ સાથે અમે એક નવા રોમાંચક અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. Forevermark Diamond Jewellery સુંદરતા, આધુનિક કલાત્મકતા અને સૌથી ઉપર મહિલાઓની સંપૂર્ણ પ્રતિભાનો જશ્ન મનાવે છે.”
નવી દિલ્હીના સાઉથ એક્સટેન્શન 1 ખાતે આવેલ નવો ફ્લેગશિપ Forevermark સ્ટોર, એક અનોખા લકઝરી રિટેલ અનુભવને પ્રદાન કરે છે – એક એવી જગ્યા જ્યાં દરેક મુલાકાત એક પ્રસંગ જેવી લાગે છે. ઉષ્માથી ભરપૂર અને આધુનિક આ સ્ટોર આંતરરાષ્ટ્રીય ડિઝાઇનને કાલાતીત ભવ્યતા સાથે જોડે છે, દરેક ટચપોઇન્ટ પર મહિલાઓના વ્યક્તિત્વ અને સ્વ-અભિવ્યક્તિની ઉજવણી કરે છે. દરેક કલેકશન બ્રાન્ડની કલાત્મકતા અને શિલ્પ કૌશલ્યને દર્શાવે છે, જે જીવનની અર્થપૂર્ણ ક્ષણોને ચિહ્નિત કરતી વખતે પ્રેરિત અને ઉત્સાહિત કરવા માટે ડિઝાઇન કરાઈ છે. ઇન-સ્ટોર અનુભવને પૂરક બનાવવા માટે Forevermark એ પોતાના નવા ઇ-કોમર્સ પ્લેટફોર્મનું પણ અનાવરણ કર્યું, જે આજના લક્ઝરી ગ્રાહકો માટે એક સીમલેસ ડિજિટલ સફર પ્રદાન કરે છે.
પોતાની નવી ઓળખ અને શાનદાર શરૂઆતની સાથે Forevermark Diamond Jewellery એ ભારતમાં એક નવી ચમકતી સફરનો પાયો નાંખ્યો છે – જે મહિલાઓ, તેમની વાર્તાઓ અને તેમને ચમકાવતા અનેક પાસાઓની ઉજવણી કરે છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: https://in.forevermark.com/ & @debeersforevermark
સ્ટોરનું સરનામું: Forevermark Diamond Jewellery સ્ટોર, બી/324, સાઉથ એક્સટેન્શન-1, નવી દિલ્હી – 110049
