રાજકોટ, ગુજરાત | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૫: આજના HR professionals – યુવાન, મહેનતુ, ઇન્ટેલિજન્ટ છે.અને તેમના પર હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટની જવાબદારી છે,પણ બિઝનેસની સમજ નો અભાવ છે અને તેના લીધે તેઓ વ્યક્તિગત કામગીરી ને કંપની ના goal સાથે કઈ રીતે સાંકળી શકાય તે સમજી શકતા નથી અને એચ આર પ્રોસેસને બિઝનેસ સાથે સાંકળી શકતા નથી.આ વર્કશોપનો હેતુ HR ને માત્ર પીપલ મેનેજર નહીં, પણ બિઝનેસ કન્ટ્રીબ્યુટર બનાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ વર્કશોપનું આયોજન જાણીતા એચ આર એક્સપર્ટ હેતલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. હેતલ સોલંકી છેલ્લા અનેક વર્ષોથી ભારતભરના અગ્રણી સંસ્થાઓમાં સ્ટ્રેટેજિક એચ આર, લીડરશીપ ડેવેલપમેન્ટ અને ક્લચર ટ્રાન્સફોર્મશન અંગેના વ્યવસાયિક પ્રોગ્રામ્સ આપી રહ્યા છે, હેતલ સોલંકી ઈન્ડીપેન્ડટ ડિરેકટર તરીકે ઘણી સંસ્થાઓમાં કાર્યરત છે અને અનંતા નામની સંસ્થાના સ્થાપક છે.
તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ રાજકોટ ખાતે યોજનાર આ એચ આર વર્કશોપમાં યંગ એચ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે છે.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ તમારા રોજિંદા વ્યવસાય અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ મેળવવી અને HR ની નવીનતમ અને સર્જનાત્મક કૌશલ્યો મેળવવા સહાયરૂપ બનવાનો છે.
