- યોગથી લઈને સાયકલિંગ સુધી, દુબઈમાં સક્રિય રહેવા અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના નવા રસ્તાઓ શોધો
ભારત | ૦૪ નવેમ્બર ૨૦૨૫ — તમારા સ્નીકર્સપહેરી લો અને શૂઝની દોરી બાંધી લો— દુબઈ ફિટનેસ ચેલેન્જ (DFC) 2025 ફરી એકવાર પાછો ફર્યો છે, જે સમગ્ર શહેરના લોકોને સક્રિય રહેવા, સ્વસ્થ બનવા અને ફિટનેસને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરે છે. 1 થી 30 નવેમ્બર 2025 સુધી ચાલનારી આ નવમી આવૃત્તિ, નિવાસીઓ અને મુલાકાતીઓનેદુબઈ30×30 મૂવમેન્ટમાં જોડાવા માટે આમંત્રિત કરે છે, એટલે કે 30 દિવસ સુધી દરરોજ 30 મિનિટની કસરતનો સંકલ્પ લો.
આ વર્ષની આવૃત્તિ “ફાઈનયોરચેલેન્જ” થીમ પર આધારિત છે, જે યુએઈના સમુદાય વર્ષ સાથે સુસંગત છે. તેનો ઉદ્દેશ્ય એકતા, જોડાણ અને સામૂહિક કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. દુબઈમાં આયોજિત નિઃશુલ્ક ફિટનેસ વિલેજ, કોમ્યુનિટી હબ અને 30 દિવસ સુધી ચાલતી ઉત્સાહપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે, 2025 ચેલેન્જ અત્યાર સુધીની સૌથી સમુદાય-કેન્દ્રિત અને સમાવિષ્ટ આવૃત્તિ બનવા જઈ રહ્યો છે.
સમગ્ર શહેર માટે ફિટનેસ અભિયાન
તમને યોગ, સાયકલિંગ, દોડ, HIIT, સ્વિમિંગ અથવા પેડલિંગ ગમે છે – DFC પાસે દરેક માટે કંઈક છે.સમગ્ર શહેરમાં મફત વર્કઆઉટ્સ, ગ્રુપ સત્રો અને વેલનેસકાર્યક્રમોની વિશાળ શ્રેણીનું આયોજન કરવામાં આવશે જેનો હેતુ સહભાગીઓને તેમની સંપૂર્ણ ફિટનેસ રૂટિનશોધવામાં મદદ કરવાનો છે.દુબઈના ફિટનેસ વિલેજ અને કોમ્યુનિટી હબ ખાતે નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા હજારો વર્ગોચલાવવામાં આવશે, જેમાં પરિવારો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે તૈયાર વિકલ્પોનો સમાવેશ થાય છે.
મુખ્ય કાર્યક્રમોમાં શામેલ છે:
- 🚴♀️ DP વર્લ્ડ દ્વારા પ્રસ્તુત દુબઈરાઈડ (2 નવેમ્બર) – બધી ઉંમરના લોકો માટે એક શાનદાર સાયકલિંગ તક. તેમાં 4કિમીડાઉનટાઉન લૂપ અને 14કિમી શેખ ઝાયેદ રોડ રૂટનો સમાવેશ થાય છે, જે તમને દુબઈનાહૃદયમાંથી પસાર કરશે.
- 🏃♀️માઈ દુબઈ દ્વારા પ્રસ્તુત દુબઈ રન (23 નવેમ્બર) – દુબઈના પ્રતિષ્ઠિત સ્થળોએ, વિશ્વના સૌથી સુંદર શહેરી ટ્રેક પર હજારો સહભાગીઓ સાથે દોડ.
- 🏄♂️ RTA દ્વારા પ્રસ્તુત દુબઈ સ્ટેન્ડ-અપ પેડલ (8-9 નવેમ્બર) – હટ્ટાડેમના શાંત પાણીમાં બે દિવસનો SUP અને કાયાકિંગ સાહસ, જે રોમાંચ અને શાંતિનું સંયોજન છે.
- 🧘♀️દુબઈ યોગ (૩૦ નવેમ્બર) – એક વિશાળ સામૂહિક યોગ કાર્યક્રમ જે સમગ્ર શહેરને એકત્ર કરીને મહિનાનો અંત માઇન્ડફુલનેસ અને સામૂહિક શ્વાસોચ્છવાસ સાથે કરશે.
આ ઉપરાંત, DFC 2025 માં વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો પણ યોજાશે, જેમાં દુબઈપ્રીમિયરપેડલP1 (9-16 નવેમ્બર), દુબઈT100 ટ્રાયથલોન (15-16 નવેમ્બર), DP વર્લ્ડ ટૂર ચેમ્પિયનશિપ (13-16 નવેમ્બર), બેઝબોલયુનાઇટેડસીઝન વન (25-26 નવેમ્બર), અને અમીરાતએરલાઇનદુબઈરગ્બીસેવન્સ (28-30 નવેમ્બર)નો સમાવેશ થાય છે. આ વૈશ્વિક ઘટનાઓ રમતગમત, આરોગ્ય અને સુખાકારી માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય સ્થળ તરીકે દુબઈની વધતી જતી પ્રતિષ્ઠાનેરેખાંકિત કરે છે.
વેલનેસની એક વિરાસત
તેની શરૂઆતથી, દુબઈ ફિટનેસ ચેલેન્જમાં ભાગીદારીમાં નોંધપાત્ર 244% નો વધારો થયો છે – માત્ર 2024 માં 27 લાખથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમ (DET) અને દુબઈસ્પોર્ટ્સ કાઉન્સિલ (DSC) દ્વારા આયોજિત આ પહેલ DFC દુબઈની સ્થિતિને એક અગ્રણી ફિટનેસ કેપિટલ તરીકે વધુ મજબૂત બનાવે છે. સાથે જ, તે વિશ્વભરના એવા શહેરો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે જે સમાવેશક, નિ:શુલ્ક અને સુલભ સમુદાય કાર્યક્રમો દ્વારા સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માંગે છે.
મૂવમેન્ટમાં જોડાઓ
દુબઈ ફિટનેસ ચેલેન્જ, તેના દરેક સંસ્કરણ સાથે, એ સાબિત કરતું આવ્યું છે કે ફિટનેસ દરેક વ્યક્તિ માટે છે – તેને શરૂ કરવું સરળ છે, જાળવી રાખવું મનોરંજક છે, અને તેની અસર જીવન બદલી નાખનારી હોય છે.હવે તમારા માટે સ્વસ્થ જીવન તરફ પહેલું પગલું ભરવાનો આ યોગ્ય સમય છે. ભલે તમે ચાલો, દોડો, સાઇકલિંગ કરો, પેડલિંગ કરો કે યોગાભ્યાસ, દરેક એક પગલું મહત્ત્વ ધરાવે છે.
