Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રીમ ટેકનોલોજીએ ભારતમાં L40 Ultra AE અને D20 Ultra ઓલ-ઇન-વન રોબોટિક વેક્યુમ લોન્ચ કરીને તેના ઉત્પાદન પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો

18 માર્ચથી, L40 Ultra AE અને D20 Ultra એમેઝોન ઇન્ડિયા અને પસંદગીના ક્રોમા સ્ટોર્સ પર અનુક્રમે ₹59,999 અને ₹39,999ની કિંમતે ઉપલબ્ધ થશે.

નવી દિલ્હી, ભારત | ૧૮મી માર્ચ ૨૦૨૬ — સ્માર્ટ હોમ ઈનોવેશનમાં વૈશ્વિક અગ્રણી ડ્રીમ ટેકનોલોજીએ આજે ભારતમાં તેના રોબોટિક વેક્યૂમ પોર્ટફોલિયોમાં બે નવા ઉમેરા – Dreame L40 Ultra AE અને Dreame D20 Ultra ની જાહેરાત કરી છે. આધુનિક ઘરો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્ટ્સ હાઇ-પાવર સક્શન, ઇન્ટેલિજન્ટ નેવિગેશન અને અત્યાધુનિક ઓબ્સ્ટકલ એવોઇડન્સ ટેકનોલોજીનું મિશ્રણ છે. પરિણામે સફાઈનો અનુભવ ચોકસાઈભર્યો અને અત્યંત કાર્યક્ષમ બને છે, જે એ વાતની ખાતરી આપે છે કે તમારા ઘરનો ખૂણેખૂણો સંપૂર્ણપણે સાફ થઈ જાય.

જેમ જેમ ભારતીય ગ્રાહકો વધુને વધુ સ્માર્ટ હોમ સોલ્યુશન્સ અપનાવી રહ્યા છે, તેમ તેમ ડ્રીમ એવી પ્રોડક્ટ્સ દ્વારા નવીનતાની સીમાઓ વિસ્તારી રહ્યું છે જે વધુ સારી સુવિધા, કાર્યક્ષમતા અને સફાઈનો વ્યક્તિગત અનુભવ પ્રદાન કરે છે. ઓટોમેટેડ મોપિંગ સિસ્ટમ્સ, સ્માર્ટ કાર્પેટ ડિટેક્શન અને સેલ્ફ-ક્લીનિંગ તથા મેન્ટેનન્સની ક્ષમતા ધરાવતા મલ્ટિફંક્શનલ ડોક્સથી સજ્જ આ નવી પ્રોડક્ટ્સ, કોઈપણ ઝંઝટ વગર સફાઈનો ‘હેન્ડ્સ-ફ્રી’ અનુભવ આપે છે. આ ઉપકરણોમાં ડ્રીમની Vormax™ સક્શન સિસ્ટમ અને ઇન્ટેલિજન્ટ મેપિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રોજિંદી સફાઈને સરળ બનાવવાની સાથે વિવિધ પ્રકારની સપાટીઓ પર શ્રેષ્ઠ પરિણામની ખાતરી આપે છે.

18 માર્ચથી, L40 Ultra AE અને D20 Ultra એમેઝોન ઇન્ડિયા અને પસંદગીના ક્રોમા સ્ટોર્સ પર અનુક્રમે ₹59,999 અને ₹39,999ની કિંમતે ઉપલબ્ધ થશે.

ડ્રીમ ટેકનોલોજી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ શર્માએ જણાવ્યું હતું કે, “”ભારતીય ગ્રાહકો વધુને વધુ એવા સ્માર્ટ અને ઉચ્ચ પ્રદર્શન ધરાવતા સોલ્યુશન્સ અપનાવી રહ્યા છે જે રોજિંદા જીવનને સરળ બનાવે છે. અમે જોઈ રહ્યા છીએ તે સૌથી મોટો ફેરફાર એ છે કે લોકો હવે ઓલ-ઈન-વન અને સંપૂર્ણ સ્વચાલિત સફાઈ ઉકેલોને વધુ પસંદ કરી રહ્યા છે, જે માનવીય મહેનત ઘટાડવાની સાથે શ્રેષ્ઠ પરિણામ આપે છે. L40 Ultra AE અને D20 Ultra ના લોન્ચ સાથે, અમે અમારા પોર્ટફોલિયોમાં એવી ઇન્ટેલિજન્ટ અને સંપૂર્ણ સંકલિત સિસ્ટમ્સનો ઉમેરો કરી રહ્યા છીએ જે શક્તિશાળી સફાઈ અને અદ્યતન ઓટોમેશનનો સમન્વય કરે છે. આ સોલ્યુશન્સ ગ્રાહકોને તેમના ઘરનું સંચાલન કેવી રીતે કરવું તેમાં વધુ નિયંત્રણ અને સુગમતા આપે છે, સાથે સાથે ઇનોવેશન દ્વારા રોજિંદા જીવનને સરળ બનાવવાના અમારા મુખ્ય મિશનને વધુ મજબૂત બનાવે છે.”

ડ્રીમ L40 અલ્ટ્રા AE

  • એડવાન્સ્ડ બ્રશ સિસ્ટમ સાથે 19,000Pa વોર્મેક્સ ™ સક્શન: ડ્રીમની પોતાની માલિકીનું ટર્બોફોર્સ (TurboForce) મોટર સક્શન પાવરની એવી ક્ષમતા પ્રદાન કરે છે જે ઉદ્યોગના અન્ય ધોરણો કરતા નોંધપાત્ર રીતે ચડિયાતી છે. Dreame L40 Ultra AE ઇન્ટરનલ રોટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિઝાઇન સાથે આવે છે, જે મોટરની મહત્તમ રોટેશન સ્પીડમાં વધારો કરે છે અને 19,000Pa નું પીક સક્શન આપે છે. વધુમાં, તેની ટૂથ-ટૂ-સ્લોટ રેશિયો એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે જે ઓછા ફ્રીક્વન્સીવાળા અવાજને ઘટાડીને અવાજની ગુણવત્તામાં સુધારો કરે છે.
  • ટ્રાઇકટ બ્રશ 3.0: આ ટેકનોલોજી વિવિધ પ્રકારના ફ્લોર પર અનુકૂળ સફાઈ પૂરી પાડે છે અને ખાસ કરીને પાલતુ પ્રાણીઓ ધરાવતા ઘરો માટે અત્યંત ઉપયોગી છે. તેની ઊંચી નીચી થઈ શકતી રબર બ્રશ સિસ્ટમ સખત ફ્લોર અને કાર્પેટ પરથી ધૂળ અને મોટા કચરાને અસરકારક રીતે દૂર કરે છે, તેમજ વેક્યૂમને જામ કર્યા વિના કાર્પેટ અને ફ્લોરની તિરાડોમાંથી સૂકો કચરો ખેંચી લે છે. TriCut Brush 3.0 ખાસ કરીને લાંબા વાળ અને પાલતુ પ્રાણીઓના વાળની સમસ્યા ઉકેલવા માટે બનાવવામાં આવ્યું છે, જેમાં બિલ્ટ-ઇન હેર-કટિંગ બ્લેડ છે જે વાળને સરળતાથી કાપીને એકઠા કરે છે, જેનાથી બ્રશમાં વાળ ગૂંચવવાની સમસ્યા ઘટે છે.
  • ઊંડાણપૂર્વકની ગેપ સફાઈ: તેમાં રહેલી બિલ્ટ-ઇન MopExtend™ ટેકનોલોજી તેના ‘રોબોટ આર્મ’ (રોબોટિક હાથ) ને વિના પ્રયાસે બહાર ખેંચીને સાંકડી અને ટૂંકી જગ્યાઓ સુધી પહોંચે છે. તે તમારા ઘરના ખૂણાઓમાંથી ઝીણા ડાઘ, ખોરાકના કણ અને ઢોળાયેલા કોલ્ડ્રિંક્સને પણ સરળતાથી સાફ કરે છે. લેટેસ્ટ MopExtend™ RoboSwing ટેકનોલોજી કિનારીઓ અને અસમાન ખૂણાઓ પરની ગંદકીને આસાનીથી સાફ કરે છે. આ રોબોટ વેક્યૂમ વળાંક લઈને ખૂણાઓમાં ઊંડે સુધી જાય છે, જેનાથી તમારા નીચા ફર્નિચર સોફા વગેરે નીચે છુપાયેલો કચરો પણ સાફ થઈ જાય છે.
  • 3DAdapt™ સ્માર્ટ નેવિગેશન અને અવરોધ ટાળવા: સરળ, અથડામણ-મુક્ત સફાઈ માટે ફર્નિચર અને ઘરગથ્થુ વસ્તુઓની બુદ્ધિપૂર્વક શોધ અને નેવિગેટ કરે છે.
  • હેન્ડ્સ-ફ્રી મેન્ટેનન્સ સાથે મલ્ટિફંક્શનલ પાવરડોક ™: સ્વચ્છતા વધારવા માટે 75°C ગરમ પાણીથી ઓટો-એમ્પ્ટીંગ, વોટર રિફિલિંગ, મોપ ડ્રાયિંગ અને ઓટો મોપ ક્લિનિંગ સાથે સંપૂર્ણપણે ઓટોમેટેડ સફાઈ અનુભવને સક્ષમ કરે છે.
    સ્વ-સફાઈ વોશબોર્ડ 2.0: અવશેષોના સંચયને ઘટાડવા અને જાળવણી ઘટાડવા માટે ડોક સિસ્ટમને આપમેળે સાફ કરે છે.
  • સ્માર્ટ કાર્પેટ ક્લીનિંગ ટેકનોલોજી: ઊંડા સફાઈ સુનિશ્ચિત કરતી વખતે કાર્પેટને સુરક્ષિત રાખવા માટે અલ્ટ્રાસોનિક કાર્પેટ ડિટેક્શન, ઓટોમેટિક સક્શન બૂસ્ટ અને મોપ લિફ્ટિંગનો ઉપયોગ કરે છે.

Dreame D20 Ultra

  • સ્માર્ટ કાર્પેટ ડિટેક્શન સાથે ૧૩,૦૦૦Pa વોર્મેક્સ ™ સક્શન: તે સખત ફ્લોર અને કાર્પેટ પર શક્તિશાળી સફાઈ પ્રદાન કરે છે, જે કાર્પેટ પર આપોઆપ સક્શન પાવર વધારી દે છે અને કાર્પેટને ભીના થતા અટકાવવા માટે મોપને ઊંચા કરી લે છે. 13,000Pa ની સક્શન શક્તિ સાથે, તે કચરો, સ્ક્રૂ અને જિદ્દી કણોને સરળતાથી ખેંચી લે છે અને તમારા ઘરને ચોખ્ખું રાખે છે.
  • DuoScrub ™ સિસ્ટમ સાથે 2-ઇન-1 વેક્યુમ અને મોપ : વેક્યૂમિંગ અને મોપિંગ બંનેને એક જ ઉપકરણમાં જોડે છે, જેમાં નીચેની તરફ દબાણ સાથે બે હાઈ-સ્પીડ રોટરી મોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડાઘ અને ઢોળાયેલી વસ્તુઓને અસરકારક રીતે દૂર કરે છે. DuoScrub™ મોપિંગ સિસ્ટમમાં બે હાઈ-સ્પીડ રોટરી મોપ્સ છે જે નીચેની તરફ દબાણ આપીને જિદ્દી ગંદકી અને ડાઘને ઘસીને સાફ કરે છે, જે અસાધારણ સફાઈ શક્તિ અને ચમકતા ફ્લોર પ્રદાન કરે છે.
  • રોબોસ્વિંગ ™ એજ ક્લીનિંગ: બેઝબોર્ડ જેવા મુશ્કેલ વિસ્તારો સુધી પહોંચીને કિનારીઓ અને ખૂણાઓની સફાઈમાં વધારો કરે છે.
  • 100 દિવસ સુધી હેન્ડ્સ-ફ્રી ડસ્ટ કલેક્શન*: ડસ્ટ ટેન્ક ખાલી કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો. DualBoost™ 2.0 ટેકનોલોજી અને 3.2 લિટરની વિશાળ ડસ્ટ બેગ સાથે, 100 દિવસ સુધી હાથ લગાવ્યા વગર સફાઈનો આનંદ માણો, જે કચરાને સંપૂર્ણપણે ખાલી કરે છે અને જામ થતો અટકાવે છે.
  • સ્માર્ટ કાર્પેટ ક્લીનિંગ** અનલોક કરો: વેક્યૂમમાં અલ્ટ્રાસોનિક કાર્પેટ સેન્સિંગની સુવિધા છે, જે કાર્પેટ પર પહોંચતા જ આપોઆપ સક્શન પાવર વધારી દે છે અને અંદર જમા થયેલી ધૂળને ઊંડાણપૂર્વક સાફ કરે છે. વધુમાં, લો-પાઈલ કાર્પેટ પર તેના મોપ 10.5 mm સુધી ઊંચા થઈ જાય છે, જેથી કાર્પેટ કોરા રહે છે અને સફાઈની કાર્યક્ષમતા વધે છે.
  • 3DAdapt™ અવરોધ ટાળવા સાથે પાથફાઇન્ડર™ સ્માર્ટ નેવિગેશન: તે બુદ્ધિપૂર્વક ઘરનો નકશો તૈયાર કરે છે, સફાઈ માટે કાર્યક્ષમ રૂટ બનાવે છે અને ફર્નિચર તથા અન્ય અડચણોની આસપાસ સરળતાથી નેવિગેટ કરે છે.
  • ઝડપી ચાર્જિંગ સાથે 5200mAh બેટરી: લાંબા સમય સુધી, અવિરત સફાઈ માટે 30% ઝડપી ચાર્જિંગ સાથે 250 મિનિટ સુધીનો રનટાઇમ આપે છે.

વેચાણ પછીની સેવાઓ અને વોરંટી

Dreame D20 Ultra અને L40 Ultra AE ડિવાઇસ સેટઅપ અથવા સર્વિસ સંબંધિત કોઈપણ સમસ્યાઓ માટે 1 વર્ષની વોરંટી સાથે આવે છે. ડ્રીમ ગ્રાહકો માટે આફ્ટર-સેલ્સ હેલ્પલાઇન નંબર ધરાવે છે. આ હેલ્પલાઇન સોમવારથી શનિવાર સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી અને રવિવારે સવારે 10:00 થી બપોરના 4:00 વાગ્યા સુધી કાર્યરત રહે છે. તદુપરાંત, ડ્રીમ ‘પિક-અપ અને ડ્રોપ’ (કંપની દ્વારા ઘરેથી લઈ જવાની અને પાછા આપવાની સેવા) તેમજ ‘ઓન-સાઇટ ઇન્સ્ટોલેશન’ (ઘરે આવીને મશીન ગોઠવવાની સેવા) ના વિકલ્પો દ્વારા વ્યાપક સેવાઓ પણ પ્રદાન કરે છે. આ સુવિધા 160 થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે.

**100 દિવસ: અમારી ઇન-હાઉસ લેબમાં પર્યાવરણ પરીક્ષણમાંથી મેળવેલી ગણતરી પર આધારિત છે. ઉપયોગના આધારે વાસ્તવિક પરિણામોમાં તફાવત હોઈ શકે છે.

**૧૦.૫ મીમી મોપ રેઇઝિંગ: રોબોટ વેક્યૂમ દ્વારા મોપ (પોતા) ઊંચા કરવામાં આવે તે પહેલાં અને પછી તેની ઊંચાઈમાં ૧૦.૫ mm નો તફાવત રહે છે. ૩ mm થી વધુ લાંબા રેસા (piles) ધરાવતા કાર્પેટ માટે, અમે સૂચન કરીએ છીએ કે તમે Dreamehome એપ દ્વારા (માત્ર ઇન્ટેલિજન્ટ કાર્પેટ ક્લીનિંગ મોડમાં) રોબોટને મીડિયમ અને હાઇ-પાઇલ કાર્પેટથી દૂર રહેવા માટે સેટ કરો, જેથી તમારા કાર્પેટને ભીના થતા બચાવી શકાય.

 

Related posts

યુવાન હૃદય પર છરી : શા માટે મિલેનિયલ્સ હાર્ટ સર્જરીનો સામનો કરી રહ્યા છે?

truthofbharat

અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

truthofbharat

રાજકોટ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL સિઝન 3 માં જોવા મળશે વુમેન ક્રિકેટ ટેલેન્ટ

truthofbharat

Leave a Comment