મુંબઈ | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૫: ટેકનોલોજી-સંચાલિત વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ, ડેઝર્વે આજે સીરીઝ સી ફંડિંગમાં ₹350 કરોડ એકત્રિત કર્યાની જાહેરાત કરી, જેનાથી તેની કુલ મૂડી ₹850 કરોડથી વધુ થઈ ગઈ. આ ઓલ-પ્રાઈમરી રાઉન્ડને સંપૂર્ણપણે ડેઝર્વના હાલના પ્રમુખ રોકાણકારોનનું પૂરું સમર્થન હતું – પ્રેમજી ઇન્વેસ્ટ અને એક્સેલના ગ્લોબલ ગ્રોથ ફંડના સહ-નેતૃત્વ હેઠળ અને એલિવેશન કેપિટલ અને Z47 ની સતત ભાગીદારી સાથે કંપનીના લાંબા ગાળાના દ્રષ્ટિકોણમાં તેમના ઊંડા વિશ્વાસને દર્શાવે છે.
આ મૂડીનું રોકાણ ગ્રાહક અનુભવને શ્રેષ્ઠ બનાવવા અને આવનારા દાયકાઓ માટે ડેઝર્વના પાયાને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. કંપની તેના ટેકનોલોજી પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવશે, એસેટ ક્લાસમાં રોકાણ ઉકેલોના તેના સમૂહનો વિસ્તાર કરશે, અને હાઇ-ક્વાલિટીવાળા રિલેશનશિપ મેનેજર્સને સામેલ અને વિકસિત કરશે. આ પ્રયાસો ડેઝર્વેના સંપૂર્ણ-સ્ટેક વેલ્થ મેનેજર તરીકે ઝડપથી આગળ વધારશે, જે ફક્ત એક વ્યક્તિની જ નહીં પરંતુ સમગ્ર પરિવારની નાણાંકીય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ હશે.
મૂડીનો નવો રાઉન્ડ અત્યાર સુધીના અવિશ્વસનીય વૃદ્ધિના આંકડાઓને અનુસરે છે, જેમાં ડેઝર્વે 2021 માં તેની શરૂઆતથી PMS, AIF અને વિતરણ સંપત્તિમાં રૂ.14,000 કરોડથી વધુનું સંચાલન કર્યું છે. ભારતના 200થી વધુ શહેરોમાં ગ્રાહકો ધરાવતા ડેઝર્વ ઇક્વિટી, ફિકસ્ડ ઇનકમ અને અલ્ટરનેટિવ્સમાં ડેટા-આધારિત ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ લાવવામાં સક્ષમ રહ્યા છે.
ડેઝર્વ એપ દ્વારા 5 લાખથી વધુ ભારતીય રોકાણકારોને રૂપિયા 2 લાખ કરોડની સંપત્તિઓનું ટ્રેકિંગ અને વિશ્લેષણ કરવાની સુવિધા આપવામાં આવી છે, જે તેને દેશના સૌથી મોટા નેટવર્થ ટ્રેકિંગ ટૂલ્સમાંનું એક બનાવે છે. આ એપમાં રોકાણકારો તેમના મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, બેંક એકાઉન્ટ્સ, NPS અને FD ને ટ્રેક કરી શકે છે. ડેઝર્વ આ વર્ષના અંત સુધીમાં બોન્ડ્સ, ReITs અને InvITsની સાથો સાથ લોન અને ક્રેડિટ કાર્ડ્સ ઉમેરવાની પણ યોજના ધરાવે છે – જેનો હેતુ ભારતીયો માટે તેમના વ્યક્તિગત અને કૌટુંબિક નાણાકીય બાબતોને જોવા અને તેનું સંચાલન કરવા માટે સિંગલ, વ્યાપક પ્લેટફોર્મ બનવાનો છે.
“ભારતના વેલ્થ ક્રિએટર્સે સખત મહેનત, ખંત અને બલિદાનથી તેમની સંપત્તિનું નિર્માણ કર્યું છે અને તેનું સંચાલન તે જ દૃઢ નિશ્ચય અને કાળજી સાથે થવું જોઈએ જે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેનો અર્થ એ છે કે અડગ પ્રક્રિયાઓ, અત્યાધુનિક ટેકનોલોજી, ટકાઉ ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેન્દ્રિત રોકાણ ઉકેલો અને સક્ષમ અને સિદ્ધાંતવાદી સંબંધ સંચાલકો. આ નવી મૂડી અમને આ ક્ષમતાઓને વધુ ગાઢ બનાવવામાં અને એક અગ્રણી નાણાકીય સંસ્થા બનાવવા માટે અમારા પાયાને મજબૂત બનાવવામાં મદદ કરશે. આવનારા દાયકાઓ સુધી ભારતના વેલ્થ ક્રિએટર્સની સેવા કરવાના અમારા વિઝનને આગળ ધપાવતા અમે અમારા રોકાણકારોના સતત સમર્થન અને લાંબા ગાળાના સહયોગ માટે આભારી છીએ,” તેમ ડેઝર્વના સહ-સ્થાપક સંદીપ જેઠવાનીએ કહ્યું હતું.
પ્રેમજી ઇન્વેસ્ટના પાર્ટનર સરવનન નટ્ટનમાઈએ કહ્યું, “”ગયા વર્ષે અમારા પ્રારંભિક રોકાણ પછી, ડેઝર્વનું AUM આ વર્ષના અંત સુધીમાં ચાર ગણું થવાના માર્ગ પર છે, જે સ્થિતિસ્થાપક ક્લાયન્ટ ફ્લો અને તેના ગ્રાહકો તરફથી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મૂડી ફાળવણીના સંયોજનથી પ્રેરિત છે. ગ્રાહક અનુભવને વધારવા માટેની ડેઝર્વની પ્રતિબદ્ધતા તેના AI-સક્ષમ, ટેકનોલોજી-પ્રથમ અભિગમ, પ્રોસ્પેક્ટિંગ અને ઓનબોર્ડિંગ, અનુરૂપ પ્રોડક્ટ ઓફરિંગ અને પ્રોએક્ટિવ જોડાણમાં સ્પષ્ટ છે – આ બધું ઉદ્યોગ-અગ્રણી વૃદ્ધિ અને મજબૂત એકમ અર્થશાસ્ત્રને પ્રોત્સાહન આપે છે. ઇક્વિટી અને ક્રેડિટમાં વેલ્થ સોલ્યુશન્સ માટે સંપૂર્ણ-સ્ટેક પ્લેટફોર્મ અને એક વિશિષ્ટ રીતે પ્રશિક્ષિત રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમ સાથે, ડેઝર્વ ભારતના ઉભરતા વેલ્થ ક્રિએટર્સ માટે જોખમ-સમાયોજિત રિટર્ન અને શ્રેષ્ઠ ક્લાયન્ટ પરિણામો માટે નવા ઉદ્યોગ ધોરણો સેટ કરવા માટે સારી સ્થિતિમાં છે.”
“ડેઝર્વ એક સ્થાયી નાણાકીય સંસ્થા બનાવવા માટે વેલ્થ મેનેજમેન્ટનો લાંબાગાળાનો દ્રષ્ટિકોણ અપનાવી રહ્યું છે. કંપની વિશ્વાસ, ટેકનોલોજી અને શિસ્તબદ્ધ રોકાણ પર ઊંડું ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના ઉભરતા સંપત્તિ સર્જકોના વર્ગને સેવા આપી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમનો વિકાસ આધુનિક ક્લાયન્ટ અનુભવ સાથે સંસ્થાકીય કઠોરતાને જોડવાની શક્તિ દર્શાવે છે. ભારતમાં વેલ્થ મેનેજમેન્ટની આગામી પેઢીને આકાર આપવામાં અમે તેમને ટેકો આપવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ,” તેમ એક્સેલના પાર્ટનર અભિનવ ચતુર્વેદીએ કહ્યું.
“અમે સંદીપ, સાહિલ અને વૈભવ અને ડેઝર્વ ટીમને શરૂઆતથી જ ટેકો આપ્યો છે અને તેમની અનોખી સૂઝ, ઉદેશની સ્પષ્ટતા અને શાનદાર ગ્રાહક અનુભવ તેમને બીજાથી અલગ પાડે છે. આ ટીમ ભારતની સૌથી વિશ્વસનીય, પૂર્ણ-સ્ટેક વેલ્થ મેનેજર બનવા, ટેકનોલોજી અને માનવ સ્પર્શનું મિશ્રણ કરવાના માર્ગ પર છે. અમે આગળના વિકાસના માર્ગ વિશે ઉત્સાહિત છીએ અને ડેઝર્વ મૂડી અને વિશ્વાસ બંનેને મોટા પાયે વધારવાનું ચાલુ રાખતા અમારી ભાગીદારીને બમણી કરવા માટે ઉત્સાહિત છીએ,” તેમ Z47 ના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ વૈદ્યનાથને કહ્યું.
“ડેઝર્વ ધનિક ભારતીયો માટે પસંદગીનું વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ બનવાના પોતાના મિશન પર સતત મજબૂતાઈથી કાર્ય કરવાનું ચાલુ રાખ્યું છે. સંદીપ, વૈભવ, સાહિલ અને ટીમે એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે ખરેખર ગ્રાહકોને સૌથી પહેલા મહત્ત્વ આપે છે- પારદર્શક, સંરેખિત કિંમતોથી લઈને વેલ્થ મોનિટર જેવા સાહજિક સાધનો સુધી જે ગ્રાહકોને સશક્ત બનાવે છે.
“આ વિશિષ્ટ દ્રષ્ટિકોણ ઝડપી વિસ્તાર, ઉદ્યોગ-અગ્રણી રીટેન્શન અને ઊંડા ગ્રાહક વિશ્વાસમાં પરિવર્તિત થઈ રહ્યા છે. ડેઝર્વે ભારતમાં વેલ્થ મેનેજમેન્ટને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખ્યું હોવાથી અમે અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સાહિત છીએ,” તેમ એલિવેશન કેપિટલના પાર્ટનર મૃદુલ અરોરાએ કહ્યું હતું.
