Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેટોલ ફ્રેશ ભારતીયોને 12-કલાકની તાજગી~*ની સાથે હંમેશા તૈયાર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે

નવી દિલ્હી ૧૭ જૂન ૨૦૨૫: ભારતની સૌથી વિશ્વસનીય હાઇજિન બ્રાન્ડ્સમાંથી એક ડેટોલે તેના ખૂબ જ પસંદ કરવામાં આવતાં કોલોન ફ્રેશ~ અને લાઇમ ફ્રેશ* સાબુના વેરિયેન્ટ્સમાં 12-કલાકની તાજગી~*ઉમેરીને પર્સનલ કૅરના વચનને વધુ સારી રીતે પાળ્યું છે. આ રજૂઆતની રચના ગ્રાહકોની વધતી જઈ રહેલી જરૂરિયાતને પૂરી કરવામાટે કરવામાં આવી છે – કારણ કે તમે આખો દિવસ સુરક્ષિત છો અને તાજગી અનુભવી રહ્યાં છો,તેની અનુભૂતિ તમને ઘણો આત્મવિશ્વાસ આપે છે.

લાંબી મુસાફરી દરમિયાન, કામ કરતી વખતે કે પછી કોઈ મોટા સામાજિક કાર્યક્રમની બિલકુલ પહેલાં શરીરની દુર્ગંધ અણધારી રીતે આવી શકે છે, જેના કારણે લોકો સભાન થઈ જાય છે, ખચકાવા લાગે છે કે પછી ક્ષોભજનક પરિસ્થિતિમાં પણ મૂકાઈ જાય છે. ડેટોલ ફ્રેશ દુર્ગંધ માટે જવાબદાર જીવાણું^નો 99.9%ખાતમો કરીને આ રોજબરોજની અસુવિધાને દૂર કરે છે અને તમને 12-કલાક~* તાજગીનો અનુભવ કરાવે છે, જેથી તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહે અને તમે તક ઝડપી લેવા માટે તૈયાર રહો.

ડેટોલ કોલોન ફ્રેશનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ આકર્ષક, સ્ફૂર્તિદાયક કસ્તૂરી જેવી કોલોનની સુગંધનો આનંદ માણી શકે છે, જે તમને સ્નાન પછી ખૂબ જ તાજગી આપે છે, જ્યારે ડેટોલ લાઇમ ફ્રેશ લીંબુ જેવી ઉત્સાહવર્ધક સુગંધ આપે છે, જે ઊર્જા વધારે છે અને મૂડને સુધારે છે, જેથી કરીને તમે તેનો ઉપયોગ સામાજિક ક્ષણો અને રોજબરોજની ભાગદોડ માટે કરી શકો છો. ડેટોલ ફ્રેશ તમને તમારું શ્રેષ્ઠ પદર્શન કરવામાં મદદરૂપ થનારો તમારો દૈનિક સાથી છે, જેથી કરીને તમે આત્મશંસયને કારણે મોકો ચૂકી ના જાઓ.

રેકિટ-સાઉથ એશિયાના હેલ્થના રીજનલ માર્કેટિંગ ડિરેક્ટર સુશ્રી કનિકા કાલરાએ જણાવ્યું હતું કે, ‘રેકિટમાં અમારું માનવું છે કે સાચો આત્મવિશ્વાસ ત્યારે પેદા થાય છે જ્યારે તમે તાજગી અનુભવતા હો અને તમને એ વાતની ખાતરી હોય છે કે તમે કોઈ પણ બાબત માટે સુરક્ષિત છો. ડેટોલ કોલોન અને લાઇમ ફ્રેશની સાથે અમે તાજગી આપવાની સાથે-સાથે લોકોને આત્મવિશ્વાસની અનુભૂતિ કરાવવામાં પણ મદદરૂપ થઇએ છીએ. તમે તમારા સપના સાકાર કરવા માટે બૉર્ડરૂમમાં હો કે સ્ટેજ પર 12-કલાક*~ની તાજગીતમને તમારો શ્રેષ્ઠ કાર્યદેખાવ કરવાનો આત્મવિશ્વાસ આપે છે. આ ડેટોલનો એક રોમાંચક લાભ છે કારણ કે અમે અમારા સુરક્ષાના વચનને તાજગીના મામલે પણ વિસ્તાર્યું છે – કારણ કે તમે જ્યારે તાજગી અનુભવો છો ત્યારે તમે હંમેશા તૈયાર રહો છો.’

આ અભિયાનની મુખ્ય વિશેષતાઓ તેના માટે તૈયાર કરવામાં આવેલી બે આકર્ષક એડ ફિલ્મ્સ છે, જેની પરિકલ્પના મેકકેન વર્લ્ડગ્રૂપ દ્વારા કરવામાં આવી છે. મેકકેન વર્લ્ડગ્રૂપ ઇન્ડિયાના ચીફ ક્રીયેટિવ ઑફિસર અને સીઇઓશ્રી પ્રસૂન જોશીએ જણાવ્યું હતું કે, ‘તક રાહ જોતી નથી – તે ગમે ત્યારે આવી શકે છે!અને તે જ્યારે આવે છે ત્યારે તમે તાજગી અનુભવતા હોવા જોઇએ, તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઇએ અને તેને ઝડપી લેવા માટે તમે તૈયાર હોવા જોઇએ. આ અભિયાન આ અંગે જ છે. 12 કલાક~*ની તાજગીની સાથે ડેટોલ લાઇમ ફ્રેશ અને કોલોન ફ્રેશ હંમેશા તમારી સાથે રહે છે, જે ઉત્સાહી લોકોને આત્મવિશ્વાસની અનુભૂતિ કરવામાં મદદરૂપ થાય છે અને શરીરની દુર્ગંધથી પણ બચાવે છે.’

ડેટોલ લાઇમ ફ્રેશની ટીવીસીમાં બે યુવતીઓ એરપોર્ટ પર મળી ગયેલા એક સંભવિત રોકાણકાર સમક્ષ તેમના સ્ટાર્ટઅપના આઇડીયાને રજૂ કરવા માટે તૈયાર થઈ રહી છે પરંતુ ડેટોલને કારણે તાજગી અનુભવતી અને સજ્જ થયેલી યુવતી જ પોતાની વાતને સારી રીતે રજૂ કરી શકે છે. કોલોન ફ્રેશ ફિલ્મમાં ઉભરી રહેલા સંગીતકારની જોડીને નાઇટક્લબમાં પર્ફોમ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને ડેટોલની તાજગીને કારણે જ તેમને ઘણાં બધા લોકોની વચ્ચે સારી રીતે પર્ફોમ કરવાનો આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.

પોતાના દ્રઢ વચનની સાથે ડેટોલ ભારતીયોની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે, તેમને જીવાણુંઓથી સુરક્ષિત રહેવામાં જ નહીં પરંતુ મહત્વની હોય તેવી દરેક ક્ષણોમાં આત્મવિશ્વાસની અનુભૂતિ કરવામાં પણ મદદરૂપ થઈ રહી છે. કારણ કે તમને જ્યારે તાજગી અનુભવાય, તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ હોય ત્યારે તમે તકની ઝડપી લેવા માટે હંમેશા તૈયાર રહો છો.

ટીવીસીની લિંકઃ

લાઇમ: https://www.youtube.com/watch?v=634ieEp2Xe4

કોલોન: https://youtu.be/tMTjQRgawIU

Related posts

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા હું આવ્યો છું – પૂજ્ય બાપુ

truthofbharat

બેંકિંગ થી બાર્બેલ્સ સુધી: લકી વલેચાની ઇન્સ્પાયરિંગ ફિટનેસ જર્ની

truthofbharat

FLO અને YFLO અમદાવાદ દ્વારા ડિમ્પલ જાંગડા સાથે પાવરફુલ વેલનેસ સેશનનું આયોજન

truthofbharat