Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પુરુષાર્થ માત્ર છોડી દો! માત્ર શરણમાં રહો

આપણા દાયરામાં હોય એટલી વસ્તુઓનો જ વિચાર કરો એ પણ ભાવ માટેની એક યુક્તિ છે.

સુખ અને દુઃખ આપણી ઈચ્છા વગર આવી શકતા નથી.

પંચશ્રીમાં ચક્ષુશ્રી, મુખશ્રી, કર્ણશ્રી,વચનશ્રી અને મનશ્રીનો સમાવેશ થાય છે.

સ્વિકાર્યા વગર સુખ-દુઃખ આપણને પરેશાન નથી કરી શકતા.

આપણે જ સુખ દુઃખની ઉપર મહોર મારીએ છીએ, આટલું,બધું મહત્ત્વ સુખ દુઃખને ન આપો.

સપ્તગિરિ પર્વત પર બિરાજમાન ભગવાન બાલાજી તિરૂપતિનાં સાંનિધ્યમાં તિરુમલા(આંધ્રપ્રદેશ)થી ચાલતી રામકથાનાં બીજા દિવસે આરંભે જ એક પ્રશ્ન આવ્યો કે:પ્રારબ્ધના કારણે ભલે અભાવ ઓછો ન થાય પણ એવો કયો પુરુષાર્થ કરાય કે જેથી  અમારો ભાવ ઓછો ન થાય?

બાપુએ કહ્યું કે પુરુષાર્થ માત્ર છોડી દો! માત્ર શરણમાં રહો.પુરુષાર્થ અહંકારને જન્મ આપે છે અને અહંકાર આવતા જ ભાવ જન્મ લેતો નથી.એક ક્ષણ પણ આદમી કર્મ કર્યા વગર રહી શકતો નથી. ભાવ માટે પુરુષાર્થ ન કરો.શાસ્ત્રોમાં કેટલીક યુક્તિઓ પણ બતાવી છે,ભાવ વધારવા માટેની યુક્તિ.એમાં એક યુક્તિ છે:સાધુ સંગ.પુરુષાર્થ અને પ્રારંભથી નહીં પણ માત્ર અનુગ્રહથી મળે છે. શંકરાચાર્યજીએ પ્રાણાયામ આદિ યુક્તિ પણ કહી છે આપણા દાયરામાં હોય એટલી વસ્તુઓનો જ વિચાર કરો એ પણ ભાવ માટેની એક યુક્તિ છે. આપણે આપણી સીમા જેટલું જ વિચારવું જોઈએ. એની બહાર આપણે બહુ વિચારીએ છીએ.આપણે વ્હાઇટ હાઉસ,રાષ્ટ્રપતિ ભવન,ક્રેમલિન ભવનનો વિચાર કરીએ છીએ! આપણી સીમા નક્કી કરો. બીજી વાત એ છે કે જેટલા શબ્દોની જરૂરત છે એટલા શબ્દોથી જ રમો.આઇ લવ યુ કહેવાને બદલે માત્ર લવ રાખો.મારો ‘આઈ’ અને તારો ‘યુ’ પણ એમાંથી કાઢી નાખો.

સુખ અને દુઃખ આપણી ઈચ્છા વગર આવી શકતા નથી એવી બુદ્ધિ વધારો.સ્વિકાર્યા વગર સુખ-દુઃખ આપણને પરેશાન નથી કરી શકતા.આપણે જ સુખ દુઃખની ઉપર મહોર મારીએ છીએ.આટલું બધું મહત્ત્વ સુખ દુઃખને ન આપો.ગીતાજી કહે છે બંનેને સમ બુદ્ધિથી રાખો.ભક્તિ પરખ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાથી પણ ભાવની વૃદ્ધિ થાય છે.પાંડુરંગ દાદાએ ભાવફેરી ભક્તિ ફેરી કરી-જે ભાવ સંવેદનાની યાત્રા છે,આ બધી યુક્તિઓ છે.

કથામાં રુચિ જાગશે તો ભાવ સંવેદન થાશે.

પતિ શબ્દ રામચરિત માનસમાં કેટલી વખત આવ્યો છે એનું એક આખું લીસ્ટ બાપુએ પઠન કર્યું.

અહીં શ્રીપતિ વિશે કહેતા કહ્યું કે પાંચ શ્રી છે:એમાંનો એક છે-ચક્ષુશ્રી,એક વચનશ્રી,એક કર્ણ શ્રી,એક મુખશ્રી અને એક છે મનશ્રી.મનશ્રીનો મતલબ નિર્મળતા,વિમળતા સાથે આ જોડાયેલો શબ્દ છે.શ્રીનો અર્થ આપણે પૈસા કરીએ છીએ એ બરાબર નથી,કારણ કે એમાં એટલી નિર્મળતા નથી. એને ધન કહો પણ શ્રી નહીં કહો.નિર્મળતા,વિમળતા એ શ્રી સાથે જોડાયેલા છે.જેનાં મનમાં કપટ,છલ અને છિદ્ર ના હોય એ નિર્મળ મન છે.શ્રી ઐશ્વર્યવાચક શબ્દ છે,પણ ત્યાં પણ રજોગુણ દેખાય છે.ચક્ષુશ્રીનો વૈભવ નિર્દોષ અને અસંગ આંખ જે રીતે તાજા જન્મેલા બાળકની આંખો હોય. આંખને નિર્મળ રાખવાનો આ ઉપાય છે:

ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન;

નયન અમીય દ્યગ દોષ વિભંજન.

કર્ણશ્રી-શુભ વસ્તુ જ સાંભળવું એ કર્ણ વૈભવ છે. વચશ્રી-શબ્દ,જ્યાં ખૂબ ધ્યાન રાખવું પડે છે માત્ર વાક્ વિલાસ નહીં.જે બોલીએ એ થઈ જાય એ વાણીનો વૈભવ છે.

આ પાંચેય શ્રીના પતિ છે-પરમાત્મા.એટલે આપણે શ્રીપતિની પંક્તિ ઉઠાવેલી છે.જે જ્ઞાનનું ધામ છે અસુરારી છે એને પણ શ્રીપતિ કહે છે.

માયા બે પ્રકારની કહેવાઇ:વિદ્યા અને અવિદ્યા.પણ ભગવાન ભક્ત ઉપર જે માયાનો પ્રયોગ કરે છે એ વિદ્યા માયા છે જે સર્જન કરે છે.અવિદ્યા માયા તો ભવકૂટમાં અંધકારમાં ફેંકી દે છે.જ્ઞાનદીપ અને ભક્તિમણિ વિશેનાં અંતરની માંડીને વાત કરવામાં આવી.

કથા પ્રવાહમાં સિતારામજીની વંદના બાદ ખૂબ લાંબુ નામવંદનાનાં પ્રકરણમાં રામનામ વંદના.રામ મંત્ર જ નહિ મહામંત્ર,પરમ મંત્ર અને નામ જપ પણ છે એ વાત કરીને કહ્યું કે ખુદ રામ પોતે પણ પોતાના નામનો મહિમા કહી ન શકે એટલું મહાન નામ છે.

===========

Related posts

અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બાળકો માટે એક નવી ઍનિમેશન યુટ્યુબ ચૅનલ ‘અપ્લાટૂન’ લૉન્ચ કરવામાં આવી છે

truthofbharat

કેન્સર પછીની રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી: સારવાર પછી જીવનની પુનઃસ્થાપના

truthofbharat

યુટીટી-6: શાનદાર લયમાં રહેલ દબંગ દિલ્હીએ અજેય અભિયાનને આગળ ધપાવતા પીબીજી પુણે જગુઆર્સને મહાત આપી

truthofbharat