Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અગ્નિની ઉપાસનાથી હૃદયમાં રહેલી પાંચ ગ્રંથિઓ-ગાંઠો છૂટી જાય છે.

પ્રસાદીમાં મળેલી સંપત્તિનો આગ્રહ મુક્ત સંગ્રહ ચોરી નથી.

વિચારોનો સંગ્રહ પણ સારો નથી.

કોઇ પણ મંત્ર ફેઇલ નથી જતો,પણ ફેલાઈ જાય છે!

ગ્રંથ,ગ્રંથકાર અને ગ્રંથ ગાયકનું ક્યારેય અપમાન ન કરવું.

યજ્ઞની પાસે અગ્નિ પાસે,અગ્નિકુંડ પાસે બેસવાથી ખૂબ ફાયદો થાય છે એવું કહેતા યવતમાલ ખાતે ત્રીજા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે અગ્નિ પ્રકાશ આપે છે,ઉર્જા આપે છે,તેજસ્વિતા પ્રદાન કરે છે.અગ્નિની પાસે બેસવાથી શિષ્યની અંદર જ્ઞાનનું સંક્રમણ થાય છે.

અગ્નિ ખૂબ જરૂરી છે કારણ કે અગ્નિ પાત્ર છે.પેટનો અગ્નિ એ પાત્ર છે.જેમ લાકડાનું પાત્ર-લાકડામાં પણ અગ્નિ હોય છે.એ જ રીતે કોઈ અન્ય પાત્ર હોય, પડિયો અથવા તો પાંદડાનું પાત્ર હોય,આપણે ત્યાં કરપાત્રી મહારાજ-જેનો હાથ જ એનું પાત્ર હતું.એ જ રીતે હરિદ્વારમાં એક સાધુ,મુખ એનું પાત્ર હતું. પણ અગ્નિ એ પેટનું પાત્ર છે.

અગ્નિ કરતા પણ અગ્નિની જ્યોતિ જ્વાળા વધુ પાવક હોય છે.નર કરતા નારી વધારે સુંદર હોય છે. સમુદ્ર કરતા નદી વધારે સુંદર હોય છે.વેદનો પહેલો શબ્દ જ અગ્નિથી શરૂ થાય છે.અગ્નિનીઉપાસનાથી હૃદયમાં રહેલી પાંચ ગ્રંથિઓ,પાંચ ગાંઠો છૂટી જાય છે.

બાપુએ કહ્યું કે સંપત્તિનો આગ્રહ પૂર્વકનો સંગ્રહ ચોરી છે.ગઈકાલે નિવેદન કરેલું કે સંપત્તિનો સંગ્રહ એ ચોરી છે.ત્રણ પ્રકારે આપણને સંપત્તિ મળતી હોય છે:આપણાં નસીબમાં હોય છે એ-પરા પૂર્વથી પેઢીઓથી મળેલી સંપત્તિ,બીજી આપણા કર્મથી કમાયેલી સંપત્તિ અને ત્રીજી કોઈ બુદ્ધપુરુષનીપ્રસાદીના રૂપમાં મળેલી સંપત્તિ.

પ્રસાદીમાં મળેલી સંપત્તિનો આગ્રહ મુક્ત સંગ્રહ ચોરી નથી.

અપરિગ્રહ વિશે પોતાના વિચારો કહ્યા અને કહ્યું કે કોઈપણ સંપત્તિનો જ નહીં વ્યક્તિનો પણ સંગ્રહ ન કરો.વસ્તુનો પણ સંગ્રહ ન કરો.એ જ રીતે વિચારોનો સંગ્રહ પણ સારો નથી.

મહાવીર સ્વામીની બધી જ ગ્રંથિ છૂટી ગઈ અને નિર્ગંથ શબ્દ આવ્યો.

આવતા વર્ષે પાલીતાણામાં’માનસ નવકાર મંત્ર’ ઉપર કથા કરવી છે એવું પણ બાપુએ યાદ કર્યું. ઉપનિષદનો મંત્ર છે:

મન આદિશ્વચ,પ્રાણ આદિશ્વચ,

ઇચ્છા આદિશ્વચ,સત્વાદિશ્વચ,પુણ્યાદિશ્વચ

કોઇ પણ મંત્ર ફેઇલ નથી જતો,પણ ફેલાઈ જાય છે! ગ્રંથ,ગ્રંથકાર અને ગ્રંથ ગાયકનું ક્યારેય અપમાન ન કરવું.

અહીં મંત્રમાં કહ્યું છે કે મન મોટામાં મોટી ગાંઠ ગ્રંથિ છે.અગ્નિનીઉપાસનાથી મનના આગ્રહો છૂટી જાય છે પ્રાણ પણ ગ્રંથિ છે.ઈચ્છા ગ્રંથિ છે.પરમાત્મા આપણી જરૂરિયાતો પૂરી કરે છે,ઈચ્છાઓ નહીં.

સત્વ આદિ ત્રણેય ગુણો એ ગ્રંથિ છે.ગુણનો અર્થ જ દોરી અથવા બંધન થાય છે.પુણ્ય પણ ગ્રંથિ છે. રામચરિતમાનસમાં ૩૬ વખત માતા-પિતા શબ્દ આવેલો છે.

એક વખતનાંકુંભમેળામાંભરદ્વાજયાજ્ઞવલ્ક્ય પાસે રામ કોણ એવો સંશય કરે છે ત્યારે રામચરિતમાનસની રચનાનો ક્રમ બતાવીનેરામકથાને જાણવા માટે પહેલા શિવ ચરિત્રનો આરંભ કર્યો.

ઉમા અને પાર્વતી ચરિત્ર,પાર્વતીનો જન્મ અને શિવવિવાહની કથાનું ગાયન થયું.

Related posts

ક્રેસેન્ટની જ્ઞાન કી રોશની દ્વારા ૩૫ વર્ષની ઉજવણી

truthofbharat

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

truthofbharat

તેલંગાણા 72 મી મિસ વર્લ્ડ સ્પર્ધા 2025ની યજમાની કરશે, જે વિશ્વભરમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સુંદરતાને પ્રદર્શિત કરશે

truthofbharat