Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વેદમાં કહ્યું છે રામચરિતમાનસ વિમલ છે,નિર્મલ છે,પવિત્ર છે,પરમ છે.

વ્યાસપીઠ સાધુ સંતોની શ્વાસપીઠ છે.

ઉપનિષદ અમારો પ્રકાશ,ભગવદ ગીતા અમારો વિશ્વાસ અને શ્રીમદ ભાગવતજી અમારી તલાશ છે.

રામની કથા છે ઊંડી,સાધુઓની આ જ છે હૂંડી ને મૂડી.

રામચરિત માનસ પણ મહાભારતની જેમ પંચમ વેદ છે.

સુંદરતા અને સુજાનતા ત્રણ પ્રકારની હોય: શારીરિક,માનસિક અને આત્મિક.

 

ઓશોનીપ્રબુધ્ધચેતનાઓથી ભરેલી જબલપુરની ભૂમિ પર રામકથાએ સાતમા દિવસમાં પ્રવેશ કર્યો.રામ જન્મ તરફ કથાને ગતિ કરાવતાઆરંભેજબલપુર ચતુર્થ વર્લ્ડ રામાયણ કોન્ફરન્સ-જે આગામી બે ત્રણ અને ચાર જાન્યુઆરીએ થવા જઈ રહી છે.અહીં તેના મુખ્ય આયોજક અજયજીનાં હાથે જે ચાર રીતે કાર્યક્રમમાં થાય છે:સાંસ્કૃતિક, આધ્યાત્મિક,એકેડેમિક અને સાહિત્યિક તેમજ દુનિયાની ખૂબ સારી રામાયણ પરની કોન્ફરન્સ હોય છે તેનું બ્રોશર અને એની આમંત્રણ પત્રિકાનું લોકાર્પણ બાપુને-વ્યાસ પીઠથી કરવામાં આવ્યું.

બાપુએ જણાવ્યું કે વેદમાં કહ્યું છે રામચરિતમાનસ વિમલ છે,નિર્મલ છે,પવિત્ર છે,પરમ છે.

સંતોના જીવનનો પ્રાણ છે.વ્યાસપીઠ સાધુ સંતોની શ્વાસપીઠછે.ઉપનિષદ અમારો પ્રકાશ છે,શીતલ પ્રકાશ.ક્યારેક આપણે મોહના અંધારામાં જવું પડે ત્યારે પ્રકાશ આપણને દ્રષ્ટિ આપે છે.ભગવદ ગીતા અમારો વિશ્વાસ છે અને શ્રીમદ ભાગવતજી અમારી તલાશ છે.એ અમને મળી જાય.

ગુજરાતી સાહિત્યના કવિ,સંપાદક,સર્જક હરીન્દ્રદવે એને ખોજવા નીકળ્યા અને કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં.

રામચરિતમાનસાધુઓનીશ્વાસપીઠછે.રામની કથા છે ઊંડી અને સાધુઓની આ જ છે હૂંડી,આજ છે એની મૂડી.

મહાભારતને પંચમ વેદ કહે છે.માનસ પણ વેદ છે કારણકે ચાર વેદ ચતુર્મુખ બ્રહ્માંના મુખમાંથી નીકળ્યા અને રામચરિતમાનસરૂપી વેદ ભગવાન શંકરનાપાંચમાં મુખમાંથી નીકળ્યું છે એટલે એને પંચમ વેદ પણ કહી શકાય.

રામચરિતમાન વિમલ,સંતન જીવન પ્રાણ;

હિન્દુઆનકોબેદ સમ,યવન પ્રગટ કુર્રાન

શિવજી તો સકળ જગલોકપાવની ગંગા કહે છે. રામચરિતમાનસનો આ અંતિમ છંદ જે આપણે પસંદ કર્યો છે એ પછી રામકથાનો વિરામ થાય છે-એ અંતિમ છંદને હું છાંદોગ્ય ઉપનિષદ કહું છું.જેનું જીવન છંદબધ્ધછે.સ્વતંત્રતાના નામ ઉપર સ્વચ્છંદી જીવન ના હોય.સુંદરતા ત્રણ પ્રકારની હોય છે.

જેમ કોઈ કેરી હોય અને એની ઉપરની છાલ ખૂબ જ તેજસ્વી,રંગીન અને ચળકતી હોય છે.અંદર રસ પડ્યો છે એ બીજી સુંદરતા અને એની ગોટલી છે એમાં વૃક્ષ પડ્યું છે એ આધાર પર હું કહીશ કે સુંદરતા ત્રણ પ્રકારની હોય છે:એકશારીરિક.ચર્મ સૌંદર્ય-ચામડીનીસુંદરતા.બીજુંભીતરી અમૃત જેવું કરુણા ભરી છે એ મનની સુંદરતા અને જેમાં કામના નહીં પણ પ્રેમ તત્વમાંડૂબ્યા છે એ સુંદરતા અને ત્રીજી આત્માની સુંદરતા.રામ તો પરમાત્મા છે તો કેટલા સુંદર હશે! એટલે રામ સર્વોત્તમ સુંદર છે. ભગવાન કૃષ્ણ અને શિવ પણ એ જ રીતે સુંદર છે. ચૈતન્ય મહાપ્રભુ પણ ખૂબ જ સુંદર છે.

રામ દુલારી બાપુ અને ઓશો એક જ યુનિવર્સિટીમાં સાથે હતા.રામ દુલારી બાપુ અંધારામાં જ બેઠતા કોઈએ એને પૂછ્યું કે શા માટે અંધારામાં જ બેસો છો તો એને કહ્યું કે અંધારું સાધના માટે ખૂબ જ ઉપયોગી છે.અંધારાને પણ પોતાનો એક ઉજાશ હોય છે.તમે તો ઓશોના આશ્રિત અને પ્રેમી છો તો ઓશોને પણ આ ત્રણ રીતે જુઓ.

સાથ ઉનકે હું સદા સાયે કી માફીક,

ફિર ભી દૂર હું ક્યોંકીલિપટના નહીં આતા.

સુજાનનાં એમ જ ત્રણ વિભાગ:શારીરિક,માનસિક અને આત્મીન.આપણે ક્યારેક કોઈને શરીરથી જાણીએ છીએ બીજી મનની સુંદરતા જેમાં સંવેદના ઉત્પન્ન થાય છે.લગાવવું પડે એ ધ્યાન નહીં લાગી જાય એ ધ્યાન છે.

પરહિત સરિસ ધરમ નહીં ભાઈ,

પર પીડા સમ નહિ અધમાઈ.

એ જ રીતે કૃપા પણ શારીરિક,માનસિક અને આત્મિક હોય છે.

એ પછી રામ પ્રાગટ્યનાકારણોની કથા પાર્વતી શિવને પૂછે છે અને શિવ એને સંક્ષિપ્તમાં એ કથા કહી અને રામ જન્મનાં કારણો કહ્યા.અયોધ્યા નગરીમાં દશરથ રાજાની ઘરે માં કૌશલ્યાની કૂખમાં રામનું અવતરણ થાય છે.રામઅવતરે છે અને સુંદર રૂપે પ્રગટે છે.માં તેને બાળક બનાવવાની શીખ આપે છે અને જબલપુરની વ્યાસપીઠ પરથી સમગ્ર ત્રિભુવનને રામ જન્મની વધાઈ આપવામાં આવી.

=============

Related posts

જાવા યઝદી મોટરસાઇકલ્સની સૌથી વધુ વેચાતી યઝદી એડવેન્ચર અને રોડસ્ટર હવે ઉપલબ્ધ છે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર

truthofbharat

રિલેક્સો ફૂટવિયર્સે આગામી તહેવારોની સીઝન માટે સ્ટાઇલિશ ફૂટવિયર રેન્જ લોન્ચ કરી

truthofbharat

એબોટ્ટનો ‘ પ્રોજેક્ટક્ષીરસાગર:’ ભારતના ડેરી ખેડૂતોને સક્ષમ બનાવતા અને સ્થાનિક દૂધ પુરવઠાને ટેકો આપતા

truthofbharat