Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શરીર સાધનાનું પહેલું કદમ છે, પછી મન, બુદ્ધિ, ચિત્તની ગુફામાં જઈને, અહંકારના ખડકને તોડીએ ત્યારે આત્મ ઉપલબ્ધિ થાય છે.

એક દિવસ એવો આવશે કે પોતાના મૂળ ખોરાક તરફ જગતેરીવર્સમાં જવું પડશે.આ છે

બે વસ્તુઓને રોજ ગાજો:ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ.

મુઠ્ઠી ખોલી દો!તો મુક્તિ જ છે.

જે અનેક પ્રકારે સંગમ ભૂમિ છે એવા વિષ્ણપ્રયાગ ખાતે ચાલતી રામકથાનાં સાતમા દિવસે પ્રયાગની વ્યાખ્યા કરતા બાપુએ કહ્યું કે જ્યાં પ્રયાગ હોય ત્યાં ત્રણ વસ્તુ મુખ્ય હોય છે,જેમ તીર્થરાજ પ્રયાગ છે એમ.અહીં આ શરત નહીં પણ આવશ્યકતા છે.એક તો સંગમ જરૂરી છે.બીજું ત્યાં અક્ષયવટ હોવો જોઈએ અને ત્રીજું માધવ હોવો જોઈએ.આસ્થાનને આપણે વિષ્ણુ પ્રયાગ કહીએ છીએ.અહીં ત્રણેય અંગો છે.જેનો આગળ સંવાદ થશે.

એક પ્રશ્ન પુછાયો કે સ્વભાવ ખૂબ જ તામસી છે,તમો ગુણની પ્રધાનતા છે જેને કારણે તામસ દેહથી ભક્તિ નહીં થઈ શકે.બાપુએ કહ્યું કે જીવ છીએ,કોઈમાં રજોગુણ,કોઈમાં સત્વગુણ કોઈકમાં તમોગુણ માત્રા ભેદથી હોય છે.

જ્યારે માનસ મહામંત્ર કથા કરેલી ત્યાં કહેલું કે સ્વિકાર,મૌન,સંતોષ જેવા નવ મહામંત્રછે.ભક્તિતામશ દેહથી ન મળે.તો મુક્તિ મુઠ્ઠીમાં કઈ રીતે આવી જાય?બસ મુઠ્ઠી ખોલી દો!મુક્તિછે.જગતગુરુશંકરાચાર્યજીએ પોતાની રીતે આ વાત પ્રસ્તુત કરી છે જેમ ભૂમિતિમાં સીધી રેખા દોરવી હોય તો બે બિંદુઓને જોડી દેવાથી રેખા બને.પાટી-પેન લઈ શિક્ષક બનીને બાપુએ સમજાવ્યું કે ગોળાકાર રીતે, વાળીને જોડીએ તો સીધી રેખા ન પણ બને.પણ રેખા ખૂબ કામ કરે છે.રેખાનું વિજ્ઞાન છે.હસ્તરેખા, ભાગ્યરેખા,પદરેખા વગેરે.

શંકરાચાર્ય કહે એક બિંદુથી સીધા ચાલો.પહેલું બિંદુ છે:પ્રાણસ્પંદનિરોધાત્-ત્યાંથી આગળ વધીને શરીર સાધનાનું પહેલું કદમ છે,પછી મન,બુદ્ધિ,ચિત્તની ગુફામાં જઈને,અહંકારના ખડકને તોડીએ ત્યારે આત્મ ઉપલબ્ધિ થાય છે.

બીજું બિંદુ છે-સત્સંગાત્:કોઈ સાધુ પાસે બેસી જવું ત્રીજું વાસના ત્યાગાત અને ચોથું સૂત્ર-વિષ્ણુ ચરણ ભક્તિયોગાત્-આમ કરવાથી ધીરે-ધીરે મન શાંત થશે પણ આ કોશિશ નિરંતર ચાલવીજોઈએ.તામસ દેહથી આ નહીં થાય,જેનું મન નિર્વિકલ્પ થઈ ગયું, હૃદય શીતળ થઈ ગયું અને આખા જગતને જે મુક્તિ માને એની મુઠ્ઠીમાં મુક્તિ આવી જાય છે.

મન કોઈ પદાર્થ કે કોઈ ચીજ નથી કે બીજાને આપી શકીએ.મનના સંકલ્પ-વિકલ્પનાં સ્વભાવ છે.

શંકરાચાર્યજી કહે છે બે વસ્તુઓને રોજ ગાજો:એક તો ગીતા ગાજો અને એક વિષ્ણુ સહસ્ત્રનામનું ગાયન કરજો.એ પછી ભજગોવિંદમગાજો. વિશ્વામિત્રના યજ્ઞ રક્ષા માટે નીકળેલા રામ-લક્ષ્મણ રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરે છે એ પ્રસંગનો સંવાદ કરીને રામનું જનકપુર નગર દર્શન, સીતારામજીનો વિવાહ, ધનુષ્યભંગ, પરશુરામનો પ્રસંગ સંક્ષિપ્તમાં પૂરો કરીને બાલકાંડનું સમાપન કરવામાં આવ્યું.

Box

આ છે અમારો આરોગ્ય વિભાગ

પોતાની જૂની યાદની વાત કરતા બાપુએ કહ્યું કે મા રોટલી કે ભાખરી શેકી આપતી અને ચા સાથે ખાતા એ અમારો બ્રેકફાસ્ટ!સવારમાં સુદર્શન ચૂર્ણ ગરમ કરીને પાતા અને રાત્રે હિંગાષ્ટકનીફાકડીભરતા, સ્વાદિષ્ટ લાગતું એટલે ચાટીજતા!આજે પણ આશ્ચર્ય એ છે એક અમારી દવા-અમૃતાંંજન બામ, કાચની શીશીમાંઆવતું.પણ આશ્ચર્ય એ છે કે આખા ગામમાં માત્ર પ્રભુદાસ બાપુ પાસે એટલે કે અમારી પાસે જ અમૃતાંજન હતું અને ગામમાં કોઈને પણ માથું દુખતું હોય તો મા એ ડબ્બીમાંથી થોડુંક અમૃતાંજનઆપતી.આખા ગામમાં માત્ર એક જ ડબ્બીમાંથીઅમૃતાંજન કઈ રીતે પૂરું થતું હશે એ આશ્ચર્ય છે.એ અક્ષયપાત્ર છે એવું લાગે છે.હાર્ટએટેકની કોઈ ખબર જ ન હતી.છતાંય ક્યારેક છાતીનાં પાટિયા ભિંસાય ત્યારે નીલગીરીનું તેલ લગાવી દેતા અને ખદીરાદીવટી-જે ગળામાં કફ માટે રાખતા,ઉપયોગ ન કરતા.કોઈવોક નહીં,ન યોગ,ના પ્રાણાયામ,ન કસરત.અહીં ચાર-પાંચ કલાકો બેસીને ગાઈએ એમાં બધા જ પ્રકારની કસરત,પ્રાણાયામ આવી જાય છે.એક દિવસ એવો આવશે કે પોતાના મૂળ ખોરાક તરફ જગતેરીવર્સમાં જવું પડશે.આ છે અમારો આરોગ્ય વિભાગ!.

Box

આ પ્રયાગ કઇ રીતે?

આ વિષ્ણુ પ્રયાગ છે.તોવિષ્ણુનાપગમાંથીનીકળતી ગંગા તો છે જ.યમુના કઈ?આદિત્યમાં વિષ્ણુ હું છું એવું એણે કહેલું.પ્રકાશમાં એ સૂર્ય છે.જ્યાં સૂર્ય હોય ત્યાં સૂર્યપુત્રી યમુના અદ્રશ્ય રૂપે,ભાવરૂપે,શ્રદ્ધારૂપે હોય જ.વૈકુંઠમાંક્ષીરસાગરમાં એનું શયન છે.વૈકુંઠમાંભગવાનનેજગાડવામાં આવે ત્યારે બે વ્યક્તિ વિણા વાદન કરે છે:એક નારદ અને એક સરસ્વતિ.તો આ રીતે ગંગા,જમના અને સરસ્વતિ સિદ્ધ થાય છે.અક્ષય વટ?વિશ્વાસ વટવૃક્ષ છે.અહીં દેખાતા અચળ પહાડો એ અચળ વટવૃક્ષ છે.માધવ કોણ છે?ભગવાનનાં સહસ્ત્ર નામમાં એક નામ માધવ છે.

Related posts

જેની પાસે ભક્તિનો મણિ છે એને બૂઝાવાની બીક નથી

truthofbharat

દેવભૂમિ દ્વારકામાં ગૌમાસના વેચાણ અંગેના અહેવાલો પર મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું

truthofbharat

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

truthofbharat

Leave a Comment