Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સામેવાળાને પોતે અસાધુ છે એવું જણાવવા ન દે એ જ સાધુ!

જહાં જહાં કદમ રખે રઘુરાઇ-આધ્યત્મઇતિહાસની મહત્વની રામકથાયાત્રાનો આરંભ

આ સહજ યાત્રા છે,અસ્તિત્વનું પ્રત્યેક અંગ સહજ છે.

દુર્ગુણ રૂપી હથોડી ખીલીઓ જ શોધ્યા કરે છે,પણ સાધનાની દિવાલ મજબૂત હશે તો ખીલી પણ વળી જશે.

રઘુપતિ ચિત્રકૂટ બસી આના;

ચરિત કીય શ્રુતિ સુધા સમાના,

બહુરિ રામ અસ મમ અનુમાના;

હોયિહીભીરસબહીમોંહિજાના,

સકલ મુનિન્હ સન બિદા કરાઈ;

સીતા સહિત ચલેઉદોઉ ભાઈ.

શનિવાર સાંજના મધ્યપ્રદેશનાં ચિત્રકૂટ પર્વત કે જ્યાં અરણ્યકાંડમાંભરતજી પાંચ દિવસ સુધી રામનેવિનવવારોકાયા છે ત્યાંથી એક વિશિષ્ટ પ્રકારની કથાયાત્રાની શરૂઆત મોરારીબાપુનાશ્રીમુખથીથઈ.આ ૯૬૬મી રામકથાછે.આ ત્રણ પંક્તિઓ અરણ્યકાંડમાંથીલીધેલી છે.

વિવિધ પ્રકારની કથાયાત્રાને અનેક અવસર આવ્યા છે એને બાપુએ પોથી તરફ પ્રભુ અને ગુરુની વિશેષ કૃપા પ્રસાદી ગણાવીને કહ્યું કે માનસરોવર યાત્રા, રાક્ષસતાલની કથા,ભુશુંડિ સરોવર,કૈલાસની કથા એ ઉપરાંત એવી જ દુર્ગમ યાત્રાઓમાં બસ અને ગાડીઓમાં વ્રજ ચોરાસી તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ માનસ-૯૦૦ની કથા,એ પછી અયોધ્યાથીનંદીગ્રામ અને એવી જ ફરી પાછી આ યાત્રા!

બાપુએ કહ્યું કે મને નામ લેવું ગમે રૂપેશે દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા કરાવી અને નાથદ્વારાની કૃપાથી વિશ્વાસ સ્વરૂપમનાંઅનુગ્રહથીમદનભૈયા આ યાત્રાનાંમનોહરથી છે.

આ સહજ યાત્રા છે.અસ્તિત્વનું પ્રત્યેક અંગ સહજ છે.નદી કોઈ દિવસ વિચારીનેવહેતી નથી,સૂરજ ક્યારેય વિચારીનેઉગતો નથી,વાયુ ક્યારેય મુહર્ત જોઈને વાતો નથી.આ યાત્રા પણ સહજ છે અને બધા જ પ્રકારના વિચારોથી પર છે.કોઈઅજ્ઞાતનારાફડામાં હાથ નાખું ને ભોરિંગની સાથે મહાદેવ પણ બહાર આવે એવા પ્રકારની કૃપા છે!

આ પ્રવાસ કે યાત્રા નહીં પણ બહિર્યાત્રાની સાથે અંતરયાત્રા પણ વહે છે.

ચિત્રકૂટમાં ભરત પાંચ દિવસ રહે છે ત્યારે અત્રિના આશ્રમમાં આવે છે.અત્રિ જે ત્રિગુણાતિત છે અને એની પત્ની અનસુયા એટલે કે તમામ પ્રકારની અસૂયાથી મુક્ત છે.

ભગવાન જાણે છે કે ચિત્રકૂટમાં ખૂબ રહેવાથી બધાને હવે અવતાર કાર્યની ખબર પડવા માંડી છે આથી ભીડ વધતી જાય છે એ વિચારીને બધા જ મુનિઓ પાસેથી વિદાય લઈને પ્રભુ આગળ ચાલે છે-એ ત્રણ પંક્તિઓ અહીં અરણ્યકાંડમાંછે.જ્યાં ત્રણ મુખ્ય પ્રકરણ જયંત પ્રકરણ,અત્રિનું અનુષ્ઠાન,મંદાકિની ગંગાનું પ્રાગટ્ય અને સીતાને નારી ધર્મનો ઉપદેશ આ ત્રણેય ચરિત્રને વિશિષ્ટ રીતે વિસ્તૃત રીતે બાપુએ ગાઇને સંભળાવ્યા.

રામ જ્યારે પોતાના હાથેથી પુષ્પ ચૂંટીનેસીતાનેવેણીપહેરાવે છે એ વખતે ઇન્દ્રનો પુત્ર જયંતકાગડાનું રૂપ લઈને સીતાના પગ ઉપર પ્રહાર કરે છે એ આખો પ્રસંગ વર્ણવ્યો,સાથે કહ્યું કે દુર્ગુણરૂપી હથોડી ખીલીઓ જ શોધ્યા કરે છે,પણ સાધનાની દિવાલ મજબૂત હશે તો ખીલી પણ વળી જશે.

સાધુની સરળ વ્યાખ્યા આપતા કહ્યું કે સામેવાળાને અસાધુ છે એવું જણાવવા ન દે એ જ સાધુ! ઈશ્વરની કૃપાથી સાધુ મળતા હશે પણ સાધુની કૃપાથી ઈશ્વર મળે છે એવી વાત પણ બાપુએ જણાવી.

એ પછી ગ્રંથ મહત્વ સમજાવતા સાત કાંડ,દરેક કાંડની એક-એક મંત્ર અને દરેક મંત્ર પછી વંદના પ્રકરણમાં વિવિધ વંદનાઓ બાદ ગુરુવંદના અને અંતે હનુમંતવંદનાનું ગાન કરીને આજની કથાનું સમાપન કર્યું આવતીકાલે બીજો દિવસ,કથા આગળ વધી અગસ્ત્ય મુનિના આશ્રમમાં જશે.

Box

જહંજહં ચરણ રખે રઘુરાઈ-અયોધ્યાથીશ્રીલંકા અને શ્રીલંકાથી ફરી પુષ્પકમાંઅયોધ્યા સુધીની ઐતિહાસિક આધ્યાત્મરામકથા યાત્રા.

આ કથાયાત્રા માત્ર ઐતિહાસિક જ નહીં પણ આધ્યાત્મિક અને વિશિષ્ટ પ્રકારની ૧૧-દિવસની યાત્રામાં નવ દિવસ કથાનું નિયત અને નિયમિત રીતે ગાન થશે.

ભગવાન રામના વનવાસ માર્ગને અનુસરણ કરતી અને ૪૦૦-યાત્રીઓને સાથે લઈને ચાલતી આ કથા વિમાન અને ટ્રેન એમ બંને દ્વારા સાથે-સાથે ચાલશે. રામ વનવાસના આ નવ સ્થળો જેમાં:

અત્રિ મુનિ આશ્રમ-ચિત્રકૂટથી શરૂ થઈને રામ ઉત્તરથી દક્ષિણ તરફ ચાલતા ગયા છે એ જ રસ્તે બાપુનાકદમો પણ પગલાંઓમાંડશે.

કથાનો રોજનો નિયમિત પ્રસારણ સમય(આસ્થા અને યુ-ટ્યુબ પર લાઇવ સવારે ૧૦થી૧:૩૦) સાચવવા જરુરપડ્યે બાપુ સ્પેશ્યલ હવાઇ રસ્તે પહોંચશે.

જન-જગત કલ્યાણ,અહેતુ ૮૦૦૦કિલોમીટર લાંબી આ યાત્રાને બાપુ એક પ્રકારનું સમુદ્ર મંથન કહે છે. અત્યારે દુનિયામાં બધે જ મંથન થઈ રહ્યા,ચાલી રહ્યા છે એમાંથી દરેક વસ્તુ મળશે.ઝેર પણ નીકળશે જ એટલે કે કોઈ ટીકા કરશે એના છાંટા પણ ઉડશે પણ આનો હેતુ શુભ છે,લાભ નહીં.વિશ્વનું શુભ થાય એવું કોઈ અમૃત પ્રાપ્ત થાય,શાંતિની ઝંખના માટેની આ રામયાત્રા કદમ જહંજહં રખે રઘુરાઈ…. જહાં જ્યાં કદમ પડે રઘુરાઈ એવું કહી શકાય.

૧૧ દિવસની યાત્રામાં નવ દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ કે જ્યાં રામ વનગમન માટે જ્યાં-જ્યાં પોતાના કદમો રાખે છે અને નાનામાં નાના માણસ સુધી ઠેઠ સુધી પહોંચે છે,એ રીતે બાપુ પણ પોતાની જીવનયાત્રામાં અતિ પામર કહેવાતા લોકો સુધી સામે ચાલીને પહોંચે છે,એને હૃદય સુધી ટાઢક મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહે છે.

ટ્રેન દ્વારા યાત્રા ખૂબ લાંબી હોવા છતાં પણ ખૂબ સગવડતા ભરી પણ છે.૪૦૦ જેટલા શ્રોતાઓ સતત કથામાં સાથે રહેશે એ ઉપરાંત સ્થાનિક શ્રોતાઓ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જે રીતે માનસ ૭૦૦-કૈલાસ કથા પછી માવસ-૯૦૦ પણ વિશિષ્ટ મોબાઇલ ટ્રેઇન યાત્રા બની રહી.

ખાસ તો કોઇ દિવ્ય આ કથાને દોરી રહ્યું હોય એવા ભાસ સાથે બાપુને અલગ-અલગ પ્રકારના પ્રદેશોમાં પત્રકારો દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછીને આ કથાનો હેતુ વધુ ને વધુ સ્પષ્ટ થતો જાય છે.

આ કથા કુલ કથા ક્રમાંકની ૯૬૬-મી રામકથા છે. આ રીતે વિક્રમનું નવું વર્ષ એક જુદી જ રીતે ઉજવવા માટે જઈ રહ્યું છે આ કથાનાંમનોરથી પરિવાર તરીકે આમ તો હંમેશા હનુમાનજી અગ્રસ્થાને હોય છે પણ પોતાની સેવા દ્વારા મદનલાલપાલીવાલ પરિવાર પણ વિશેષ મનોરથી છે.

આશ્રમોમાં એક-એક દિવસની કથા સાથે વહેતી રહેશે અને એટલે જ આને મોબાઈલરામયાત્રા કે મોબાઇલ કથા પણ કહી શકાય.

દિવ્ય રામયાત્રા માટે ચારેકોરથી ઉમંગ ઉત્સાહ ઊભરાઇ રહ્યો છે.

Related posts

‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ની રહસ્યમય કહાની પરથી પરદો ઉઠયો, સ્ટાર પ્લસએ કર્યું ભવ્ય લોન્ચ

truthofbharat

ગ્લોબલ સ્ટાર્સ રામ ચરણ, જાહ્નવી કપૂર, બુચી બાબુ સના, એ.આર. રહેમાન, વેંકટ સતીશ કિલારુ, વૃદ્ધિ સિનેમા, મૈત્રી મૂવી મેકર્સ, સુકુમાર રાઇટિંગ્સ—સમગ્ર ભારતની ફિલ્મ ‘પેડ્ડી’નો ધમાકેદાર ફર્સ્ટ લુક બહાર આવ્યો છે.

truthofbharat

ગ્લો એન્ડ લવલીએ ‘અપની રોશની બહાર લા’ લોન્ચ કર્યું, જે મહિલાઓને લીડ કરવા, પ્રભાવિત કરવા અને શાઇન કરવા માટે સશક્ત બનાવવાની એક દેશવ્યાપી પહેલ છે.

truthofbharat