Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુણાતિતને જ કથાનું પરમસુખ મળે છે.

લીલાનું શ્રવણ,દર્શન,પ્રવેશ અને લીલામાં એકાકારપણુ ગુણાતિત શ્રોતાનાં લક્ષણો છે.

જે કોઈનો ન હોય એ જ બધાનો હોય.

યુગોમાં ક્યાંક ને ક્યાંક ડાઘ છે,નિષ્કલંક તો એકમાત્ર ગોપનાથ છે.

સનાતન ધર્મનું ઓ(૦) ગ્રુપ છે,જે બધાનો સ્વિકાર કરે

સત્ય જ્યાંથી મળે,જ્યારે મળે,જેના દ્વારા મળે,જે સમયે મળે-લઈ લેવાનું.

શંકર ગુણાતિત શ્રોતા અને ગુણાતિત વક્તા છે.

રાસ રાસેશ્વરની ગોપનીય,ગોપ-ગોપેશ્વરી રસભૂમિ પર વહી રહેલી રામકથાનાં ચોથા દિવસે જલારામ બાપા-વીરપુર પરિવાર તરફથી પધારેલા પૂ.રઘુરામ બાપા તેમજ હરિઓમ દાદા અને વિશેષ વિદ્યા ઉપાસકોને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે ગુણાતિત શ્રોતાની ખોજ છે એવું મેં કહેલું.ગુણનો અર્થ થાય દોરી,દોરડું અથવા તો રસ્સી.દોરડાનું એક જ કામ છે બાંધી દેવું.સત્વ ગુણ પણ બંધન છે.ગુણાતિત શ્રોતા વિશે વધુ કહી-સુનિ મહેશ પરમ સુખ માની… પાર્વતીએ કથા સાંભળી પણ સુખ ન મળ્યું,શિવજી કથાનાં રચયિતા,વક્તા,શ્રોતા અને હનુમાનનાં રૂપના કથાના સાક્ષી પણ છે.

ગુણાતિતને જ કથાનું પરમસુખ મળે છે.સત્વગુણી શ્રોતાને સુખ મળે,ન મળે એવું નથી,કંઈક ખુશી તો મળતી જ હશે.

ગુણાતિત શ્રોતાના ચાર લક્ષણો છે.જે ગ્રંથકૃપા, ગુરુકૃપા,સંતોના આશીર્વાદ અને ગૌરીશંકરની કૃપાથી બાપુએ વર્ણવતા કહ્યું કે પહેલું લક્ષણ છે:કથાનું શ્રવણ કરે,લીલા અને વર્ણનનું શ્રવણ કરે.

લીલાનું વર્ણન કરતા શંકર કહે હું એ કથા નું વર્ણન કરવા જઈ રહ્યો છું:

મંગલ ભવન અમંગલ હારિ;

દ્રવઉં સો દશરથ અજિર બિહારી.

હું બોલું ઓછું,સાંભળું વધારે.મને ખબર છે કે મારામાં કોઇક બીજું બોલે છે.માત્રા ભેદે બધાને ખબર છે કે પોતે નહીં અન્ય બોલે છે.કોઈપણ ક્ષેત્ર હોય,એમાં બિલકુલ ઓત્તપ્રોત થવાય ત્યારે સમજાય કે આ કોણ બોલ્યું હતું!

લંકામાં ચાર એવા લોકો છે જેની પાછળ ‘ણ’ શબ્દ છે.આ ‘ણ’ કોઈના નથી.રાવણ,વિભિષણ,સૂષેણ અને કુંભકર્ણ.લંકા હનુમાનજીએ બાળી ત્યારે રાવણનો ‘ણ’ બળ્યો,બાકીના ત્રણે સલામત છૂટી ગયાં!કારણકે એ કોકના થઈને રહ્યા.જે કોઈનો ન હોય એ જ બધાનો હોય.રાવણ બધાનો થઈ ન શક્યો.

લાઓસુએ સાધુની વ્યાખ્યા કરી છે,૨૫૦૦ વર્ષ પહેલા એક ચીની ચિંતક કહે છે કે શૂન્ય જ પૂર્ણ છે. જે બિલકુલ ખાલી થઈ ગયો એ બધાનો છે.

યુગોમાં ક્યાંક ને ક્યાંક ડાઘ છે.નિષ્કલંક તો એકમાત્ર ગોપનાથ છે.ગોપનાથે જેને-જેને ધારણ કર્યા એમાં ક્યાંક ને ક્યાંક કશુંક કલંક છે.જેમાં:સર્પ,વિંછી, ચંદ્રમાં,ગંગા,પાર્વતી,નંદી-આમાં ક્યાંક ડાઘ દેખાય જ છે.મહાદેવ જેવો કોઈ દેવ નથી,મહિમ્ન સ્તોત્ર જેવું કોઈ સ્તોત્ર નથી.અઘોર જેવો કોઈ મંત્ર નથી અને ગુરુ જેવું કોઈ તત્વ નથી આવું પુષ્પદંત કહે છે.

બીજું-લીલાનું દર્શનએ ગુણાતિત શ્રદ્ધાનું લક્ષણ છે. ત્રીજું-એ લીલામાં પ્રવેશ અને ચોથું લીલામાં એકાકાર પણું થઈ જાય.

રોજના ક્રમમાં મે’તાનું વધારે એક પદ કહેતા બાપુએ કહ્યું:રામ સભામાં અમે રમવાને ગ્યા’તા… પસલી ભરીને રસ પીધો રે… આ પદનું રસાસ્વાદન કરાવ્યું. ‘પહેલો પ્યાલો’નો મતલબ છે આજ્ઞા.

સનાતન ધર્મનું ઓ(૦) ગ્રુપ છે જે બધાનો સ્વિકાર કરે આજ્ઞા એ જ સેવા છે.

અહીં નામદેવના ચરિત્રની પણ વાત કરીને કહ્યું કે સત્ય જ્યાંથી મળે,જ્યારે મળે,જેના દ્વારા મળે,જે સમયે મળે-લઈ લેવાનું.

શંકર ગુણાતિત શ્રોતા અને ગુણાતિત વક્તા છે. કુંભજ પાસેથી કથા સાંભળ્યા પછી સતીનો સંશય ન ગયો.રામની પરીક્ષા માટે ગઈ,સીતાનું રૂપ લીધું, નિષ્ફળ ગઈ.શિવ મનોમન જાણીને મનમાં જ સતીના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે અને કૈલાશ પર જઈ શિવ સમાધિષ્ઠ થયા છે.

Related posts

ટાટા મોટર્સ EXCON 2025 નવીનતા, ટકાઉ અને ઇન્ટેલિજન્ટ મોબિલીટીમાં નેતૃત્ત્વ કરે છે

truthofbharat

એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો

truthofbharat

ટેલી સોલ્યુશન્સએ SME માટે કનેક્ટેડ બેન્કિંગ સાથે ક્રાંતિકારી નાણાંકીય કામગીરી માટે ટેલી પ્રાઇમ 6.0 લોન્ચ કર્યુ

truthofbharat