Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગ્રામ્ય લક્ષ્મી, રાજ્યલક્ષ્મી, રાષ્ટ્રલક્ષ્મી, વિશ્વલક્ષ્મી અને પરાલક્ષ્મી-પંચ લક્ષ્મી છે.

અસ્પૃશ્યતા સમાજનું કેન્સર છે,ખૂબ મોટો રોગ છે.

સાધુ કોઈને બદલવા નથી માગતો પણ સાધુની પાસે જઇએ ને આપણે બદલાઇજઈએ છીએ.

સમાજને બદલવાની કોશિશ કરે એ સાધુ નહીં પણ સુધારક કે સ્વિકારક છે.

કોઈનું સામીપ્ય આપણને સુધારે છે.

ભ્રષ્ટાચાર એ લંકાનો સ્વભાવ છે,હિન્દુસ્તાનનો નહિ.

જે અનિત્યને નિત્ય મોહને પ્રેમ સમજી લે એ અવિદ્યા છે.

મારી દ્રષ્ટિએ કરુણા ઇશ્વર છે કારણ કે કરુણા શાશ્વત છે.

ભગવાન બાલાજીતિરૂપતિનાસાનિધ્યમાંતિરુમલામાં ચાલતી રામકથાનો પાંચમો દિવસ.પાંચ પ્રકારની લક્ષ્મીની વાત કરતા બાપુએ કહ્યું કે,એક છે ગ્રામ્ય લક્ષ્મી.કવિ કલાપી જેને ગ્રામમાતા-ગ્રામ્ય માતા કહે છે.બીજી રાજ્ય લક્ષ્મી છે જેને રાજ્ય શ્રી કહીએ છીએ.ત્રીજીરાષ્ટ્રલક્ષ્મી.ચોથી વિશ્વ લક્ષ્મી અને પાંચમી પરા લક્ષ્મી છે.

આના ઉપર વિચાર કરતા કહ્યું કે ગ્રામ્ય લક્ષ્મી એટલે ગામમાં સ્વચ્છતા હોય.આપણે ત્યાં સ્વચ્છતા અભિયાન ચાલ્યું પણ ગામડાઓમાં એ પહેલેથી જ ચાલે છે.સવાર અને સાંજે જેને આપણે અછૂત અને તિરસ્કૃત કરીએ છીએ એ લોકો સફાઈ કરે છે.ગ્રામ્યલક્ષ્મીનું બીજું લક્ષણ એ છે કે ગામમાં અસ્પૃશ્યતા ન હોય અને હોય તો એ મટી જવી જોઈએ.કારણ કે અસ્પૃશ્યતા સમાજનું કેન્સર છે,ખૂબ મોટો રોગ છે. કોઈ કોઈને અસ્પૃશ્ય ન માને.તન અને મનને શુદ્ધ રાખવા માટે મહેનત કરવી જોઈએ પણ જન્મને કારણે આવી વાત ન થવી જોઈએ.

ગાંધીબાપુએ ખૂબ કામ કર્યું પણ એની પણ પહેલા સંતોએ આના ઉપર ખૂબ કામ કર્યું છે.નરસિંહમહેતાએ પણ ખૂબ કામ કર્યું છે.મહેતા કોઈને અવૈષ્ણવ ન માનતા.એ કહેતા કે અહીં બધા બ્રહ્મ છે બુદ્ધ બ્રહ્મ અને આત્માનેનકારે છે પણ કહે છે કે તું જ બ્રહ્મ છો,તું જ આત્મા છો,અપ્પદીપો ભવ:. સાધુ કોઈને બદલવા નથી માગતો પણ સાધુની પાસે જઇએ ને આપણે બદલાઇજઈએછીએ.સમાજનેબદલવાની કોશિશ કરે એ સાધુ નહીં પણ સુધારક કે સ્વિકારકછે.કોઈનું સામીપ્ય આપણને સુધારે છે. ગામમાં વ્યસન ના હોય.ગામને આપણે અયોધ્યા, મિથિલા કે વૃંદાવન ન બનાવી શકીએ પણ ગોકુળબનાવીએ. રાવણની લંકા સોનાની હોવા છતાં એનો મહિમા નથી.માનસમાંમિથિલા-વિદેહ નગરી છે.લંકા દેહ નગરી અને અયોધ્યાધર્મનગરીછે.એ કંઈ ન કરી શકો તો ગામને નંદીગ્રામ બનાવો.

હાઇકોર્ટનો નિર્ણય ભગવતગીતાને કોઈ ધર્મ સાથે જોડો નહીં-એ ફેંસલાનું સ્વાગત બાપુએ કર્યું અને કહ્યું કે ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે.અહીંતિરુમલાનીસ્વચ્છતામાંથી આપણે કંઈક શીખ લેવી જોઈએ એમ પણ કહ્યુ.

એકબીજાના સુખ-દુઃખમાં ભાગ પડાવે રાજનીતિ ન હોય એવી લક્ષ્મી.

એ પછી રાજ્ય લક્ષ્મી-જેમાં સારી હોસ્પિટલ હોય. મારું ચાલે તો નિ:શૂલ્ક સારવાર આદર સાથે મળે એવું કરું.રાજકોટમાંદ્વારકાપીઠના શંકરાચાર્ય દ્વારા નિ:શુલ્ક હોસ્પિટલ માટે ચાલી રહેલી વાતને પણ બાપુએ યાદ કરી અને કહ્યું કે રસ્તા સારા હોવા જોઈએ.વાહન વ્યવહારની સુવિધા તેમજ સારા મહાવિદ્યાલય હોવા જોઈએ.ખાબોચિયાને સાગર કહીએ એવું નહીં પણ ખરેખર વિશ્વવિદ્યાલય અને સારા વિદ્યાના ધામ હોવા જોઈએ.કોઈ ભૂખ્યો અશિક્ષિત અને બીમાર ન હોય અને કોઈ પણ પ્રકારની લાંચ વગર ઓફિસર કામ કરે એવું હોવું જોઈએ.ભ્રષ્ટાચાર એ લંકાનો સ્વભાવ છે, હિન્દુસ્તાનનોનહીં.કોઈનું શોષણ ન થાય એ રાજ્ય લક્ષ્મી છે.

રાષ્ટ્રલક્ષ્મીમાંકિષ્કિંધાની લક્ષ્મી તારા છે,લંકાની લક્ષ્મી મંદોદરી છે,મિથિલાની લક્ષ્મી સુનયના છે. અયોધ્યા રૂપી રાષ્ટ્રની પાંચ લક્ષ્મી:કૌશલ્યા,સુમિત્રા, માંડવી,ઉર્મિલા અને જાનકી છે.કૈકયીને રાષ્ટ્ર લક્ષ્મી કહ્યું નથી કારણકે એના જીવનમાં ક્યાંક ડાઘ છે.

જે અનિત્યને નિત્ય મોહને પ્રેમ સમજી લે એ અવિદ્યા છે.રાષ્ટ્રનો નાયક પોતાની પ્રજાના પાલન માટે ઉપભોગ શૂન્ય થઈને કામ કરે એવું વાલ્મિકી કહે છે વિશ્વ લક્ષ્મી મારી દ્રષ્ટિમાં મા જાનકી છે.જનક સુતા જગજનની ભવાની છે.

પાંચમી પરા લક્ષ્મી જે બધાથી ઉપર અને એ છે ગુરુ.કારણ કે શ્રી ગુરુ પદ નખ જ્યોતિ અને શ્રી ગુરુચરણ સરોજ રજ…એવું લખ્યું છે.ગુરુ પરા લક્ષ્મી છે અને ગુરુની અંદર-જ્યારે શ્રી એટલે કે લક્ષ્મીનું સ્વરૂપ કહ્યું છે ત્યારે ગીતાજીએ કહેલી સાત સાતવિભૂતિઓ શ્રી કિર્તી,યશ,ક્ષમા,મેધા વગેરે હોય છે.

સંક્ષિપ્તમાંશિવચરિત્રનું ગાન કરીને રામ જન્મનાં પાંચ કારણો શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ સાથે કઇ રીતે જોડાયેલા છે એ કહીને જણાવ્યું કે ગાંધીજી સત્યને ઇશ્વર માનતા,ઇશુ પ્રેમને ઇશ્વર કહેતા પણ મારી દ્રષ્ટિએ કરુણા ઇશ્વર છે કારણ કે કરુણા શાશ્વત છે.

⊕⊕⊕⊕⊕⊕⊕⊕⊕⊕

Related posts

બીએનઆઈ અમદાવાદે વિવિધ આકર્ષક એક્ટિવિટિસ દ્વારા ‘બોસ વુમન’ ની શાનદાર ઉજવણી કરી

truthofbharat

ક્લાસિક લિજેન્ડ્સે પ્રતિષ્ઠિત જાવા, યેઝદી મોટરસાઇકલની કિંમત રૂ. 2 લાખથી નીચે રાખી છે, રાઇડર્સ પર જીએસટી 2.0ના સંપૂર્ણ લાભ આપ્યા

truthofbharat

યામાહા દ્વારા અમદાવાદમાં FZ-S Fi Hybrid મોટરસાઈકલ માટે સૌપ્રથમ ‘મેગા માઈલેજ ચેલેન્જ’નું આયોજન

truthofbharat