Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામમાતુ,ભરતમાતુ,લક્ષ્મણમાતુ ,સીતામાતુ અને મારુતિમાતુ-એ માતૃપંચક છે.

આંતરિક પવિત્રતાના અભિયાનની જરૂર છે.
કોઈ પહોંચેલા સાધુપુરુષનો સંગ આપણને અંદરથી તત્કાલ શુદ્ધ કરે છે.
દ્વેષ રોષ અને ઈર્ષા ઓછી થશે તો આંતરિક શાંતિ પ્રાપ્ત થશે.

ઘાટકોપરનાં અત્રે મેદાન પર ચાલી રહેલી નવ દિવસીય રામકથાનાં આઠમા દિવસે મુખ્ય કથા પ્રવાહ સાથે વધુ એક માતૃ પંચકની વાણી વંદના થઇ.

આરંભે વૃદ્ધાશ્રમ અને વૃક્ષો માટે વહેતા દાન પ્રવાહમાં ૧૧૧ વૃક્ષો માટે ભાનુશાળી પરિવાર તરફથી તેમજ ૫૧ વૃક્ષો માટે વિપુલ દવે તરફથી અનુદાન પ્રાપ્ત થયું.એક કરોડનું અનુદાન અમેરિકા સ્થિત ઉમાબેન અને નરેશભાઈ તેમજ ૧૧ લાખ ઉમાકાંત ભાઈ દ્વારા દાનની ઘોષણા થઈ.ચંદ્રકાંતભાઈ તન્ના દ્વારા એક રૂમ એટલે કે ૧૧ લાખ રૂપિયા અને નયનાબેન શાહ દ્વારા બે રૂમ એટલે ૨૨ લાખ રૂપિયાની જાહેરાત થઈ.બી.ડી. ગ્રુપ દ્વારા ૧૧૧ વૃક્ષો તેમજ બ્રિજેશ ચાંદરાણી પરિવાર દ્વારા એક રૂમનું અનુદાન મળ્યું આવી જાહેરાત સદ્ભાવના વૃદ્ધાશ્રમના મિતલભાઈ ખેતાણી દ્વારા કરવામાં આવી.

કથાના મનોરથી પરાગભાઈના માતૃશ્રી આરાધ્ય મહાસતીજીનો આજે જન્મદિવસ છે અને પરાગભાઈ દ્વારા હોસ્પિટલ બ્લડ બેન્ક અને થેલેસેમિયા જેવી વિવિધ પ્રવૃત્તિ નમ્રમુનિ મહારાજ શ્રીના આશીર્વાદથી ચાલે છે.જેમાં માત્ર પડતર કિંમતથી મળે એવા-જુનાગઢ અને મુંબઈ ખાતે તેમજ હળવદમાં મેડિકલ સ્ટોર પણ બની રહ્યા છે. વૃદ્ધાશ્રમ દ્વારા વારંવાર કહેવાય છે કે અમને માવતર આપો અને વૃક્ષો લઈ જાઓ!

બાપુએ કથાના આરંભે પૂર્વ પ્રધાનમંત્રી બાજપાઈજી જે રાષ્ટ્રને રાષ્ટ્રપુરુષ કહે છે એણે લખેલી પંક્તિઓ વાંચતા કહ્યું:
ભારત જમીનનો ટુકડો નથી પણ જીવતું જાગતો રાષ્ટ્રપુરુષ છે.હિમાલય જેનું મસ્તક છે.કાશ્મીર જેનો કિરીટ એટલે કે મુગટ છે.પંજાબ અને બંગાળ વિશાલ ખભાઓ છે.પૂર્વી અને પશ્ચિમ ઘાટ એ બે વિશાળ જંઘા છે.કન્યાકુમારી ચરણ છે અને સાગર એના પગ પખાળે છે.આ વંદનની,અભિનંદન ની ભૂમિ છે.આ તર્પણ અને અર્પણની ભૂમિ છે.અહીંના કંકર કંકર શંકર છે અને બિંદુ-બિદુ ગંગાજળ છે.આપણે જીવશું તો પણ આના માટે અને મરીશું તો પણ આના માટે!ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતાએ પોતાની રચના વંદે માતરમ ભાવ દ્વારા વ્યક્ત કરી.

વધુ એક માતૃ પંચકની વાત કરતા બાપુએ કહ્યું રામ માતુ-કૌશલ્યા ભરતમાતુ-કૈકયી,લક્ષમણમાતુ- સુમિત્રા,સીતામાતુ-ત્રિજટા અને મારુતિમાતુ- સીતાજી-એ માતૃપંચક છે.પૂર્વગ્રહ છોડીને માને તો વૈશ્વિક સભ્યતામાં આ માતાઓનું બહુ મોટું યોગદાન છે.

રામમાતું કૌશલ્યા સાધુ છે.રામ પણ સાધુ છે.સાધુ શબ્દની અનંત વ્યાખ્યા છે.જેનું જીવન સાબુ જેવું જે પોતે ઘસાયને અન્યનો મેલ દૂર કરે એ સાધુ.સ્વચ્છતા અભિયાનની જેમ બહિર પવિત્રતા ચાલે છે એમ આંતરિક પવિત્રતાના અભિયાનની જરૂર છે અને કોઈ પહોંચેલા સાધુપુરુષનો સંગ આપણને અંદરથી તત્કાલ શુદ્ધ કરે છે.દ્વેષ રોષ અને ઈર્ષા ઓછી થશે તો આંતરિક શાંતિ પ્રાપ્ત થશે.જેનું જીવન સાદું એ સાધુ.જેનું જીવન સારું એ સાધુ.જેનું જીવન સાચું તેમજ જેનું જીવન બધાની સામુ એ સાધુ છે.

સાધુ માતા કૌશલ્યાથી વૈષ્ણવો જેવા સુખની પ્રાપ્તિ થાય છે.ભરત માતા-કૈકયીમાં ભરત સાધુ છે પણ કૈકયી સાધુ નથી.ત્યાંથી એટલી જ શીખ મેળવીએ કે વિશ્વમંગલ માટે વિષ પીવાનું પણ શીખવું જોઈએ. લક્ષ્મણ માતા-સુમિત્રા સમર્પણ અને ત્યાગનું શિખર છે.સીતામાતા ત્રિજટા આમ તો સુનયના અને ધરતી માતા પણ સીતાની માતા છે.સીતાને એક જટા છે ત્રિજટાને જ્ઞાન,કર્મ અને ભક્તિ એવી ત્રણ જટા છે. જે વિપત્તિમાં જાનકીનો બહુ સાથ આપે છે.પાંચમી મારુતિ હનુમાનની માતા-સીતા આમ તો અંજની એની માતા છે પણ સીતા દ્વારા અજર અમરના આશીર્વાદ મળેલા છે.
બાકીના કથાનાં વિવિધ કાંડોમાં સંક્ષિપ્ત રીતે અયોધ્યાકાંડના પ્રસંગો વિશેનો સંવાદ કરતા રામ,લક્ષમણ,વિશ્વામિત્રનું જનકપુર આગમન થયું.આવતિકાલે કથાની પૂર્ણાહૂતિ થશે.

======

Related posts

કોક ઝીરો અને સ્વીગ્ગી ઇન્સ્ટામાર્ટ ટાઇગર શ્રોફ સાથે ત્વરીત તાજગી પૂરી કરે છે

truthofbharat

લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત

truthofbharat

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો

truthofbharat