- ચોકલેટઅનેતાજાફૂલોના વેચાણમાં 1.4ગણી વાર્ષિક વૃદ્ધિ સાથે ટોચના ભેટ વિકલ્પો તરીકે ઉભરી આવ્યા
- લક્ઝરીચોકલેટઅનેક્યુરેટેડહેમ્પર્સજેવાપ્રીમિયમસેગમેન્ટમાં 1.3 ગણીવાર્ષિક વૃદ્ધિ
- રુફસએઆઈ-એ ગ્રાહકોને વેલેન્ટાઇન ડેની ગિફ્ટની શોધ કરવા, કિંમતોની તુલના કરવા, ઉત્પાદન સમીક્ષાઓ અને વધુ જાણકારી મેળવવામાં મદદ કરી
- તેજદિવસે, બીજા દિવસે અને એમેઝોન નાઉની અતિ-ઝડપી ડિલિવરી સંચાલિત છેલ્લી ઘડીની ઉજવણી
બેંગલોર | ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ — એમેઝોન ઇન્ડિયાએ આજે જણાવ્યું હતું કે ગ્રાહકોએ વેલેન્ટાઇન્સ ડે પહેલા પ્રીમિયમ અને વ્યક્તિગત રીતે અનુકૂળ ભેટોની ખરીદી કરવા માટે ક્યુરેટેડ પસંદગી, એઆઈ-સંચાલિત શોધ ઉપકરણો અને અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરીના વિકલ્પો અપનાવ્યા હતા. ગ્રાહકો વ્યાપક પસંદગી અને ઝડપી વિતરણ વિકલ્પો દ્વારા સંચાલિત ચોકલેટ, તાજા ફૂલો, સુગંધિત દ્રવ્યો, ઘરેણાં, સૌંદર્ય-પ્રસાધનો, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ગિફ્ટ કાર્ડ્સ સહિત વિવિધ શ્રેણીઓમાં ખરીદી કરે છે.
“આ વેલેન્ટાઇન ડે પરઅમે ચોકલેટ, તાજા ફૂલો, સુગંધિત દ્રવ્યો, ઘરેણાં, સૌંદર્ય-પ્રસાધનો, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ગિફ્ટ કાર્ડ જેવી શ્રેણીઓમાં પ્રીમિયમ અને ક્યુરેટેડ ભેટ વિકલ્પોમાં મજબૂત વધારો જોયો હતો. વધુમાં, પ્રવર્તમાન વલણો પરથી ખાસ પ્રસંગોની ઉજવણી માટે ઝેન ઝીઅને મિલેનિયલ ગ્રાહકોમાં ઉત્સાહ વધ્યો હોવાનું પ્રતિબિંબિત થાય છે. ચોકલેટ્સ અને તાજા ફૂલો ભેટ માટેની ટોચની પસંદગી તરીકે ઉભરી આવ્યા છે જેમાં તાજા ફૂલોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧.૪ ગણો વધારો જોવા મળ્યો છે. ફ્લાવરઓરા અને આઈજીપી જેવી બ્રાન્ડ્સ દ્વારા ૫૦, ૨૪ અને ૧૨ના પેકના ગુલાબના ફૂલો સૌથી લોકપ્રિય વિકલ્પ તરીકે ઉભરી આવ્યા હતા. ભેટ આપવાના વિકલ્પ માટે ગ્રાહકોએ રૂફૂસથી સિમ્પ્લી આસ્ક જેવા એઆઈ સંચાલિત ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો, જેથી પ્રોડક્ટ્સની સરખામણી અને ખરીદી સરળ બની હતી. અમારા ક્યુરેટેડ સ્ટોરફ્રન્ટ્સ, ભેટ માર્ગદર્શિકા અને વ્યક્તિગત ભલામણો સહિત એક જ દિવસમાં, આગામી દિવસે ડીલિવરી અને થોડી જ મિનિટોમાં અલ્ટ્રા-ફાસ્ટ ડીલિવરીની ગ્રાહકો દ્વારા ભારે પ્રસંશા કરવામાં આવી હતી,” તેમ એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
વેલેન્ટાઈન્સ ખરીદીમાં વિશેષ, વ્યક્તિગત રીતે અનુકૂળ ભેટોનું વર્ચસ્વ
લક્ઝરી ચોકલેટ જેવા પ્રીમિયમ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 1.3ગણી વાર્ષિકવૃદ્ધિ જોવા મળી હતી જ્યારે ક્યુરેટેડ હેમ્પર્સમાં 1.2ગણી વાર્ષિકવૃદ્ધિ જોવા મળી હતી. અન્ય લોકપ્રિય ભેટોમાં કેક અને ફ્લાવર કોમ્બોઝ અને પ્રાયોગિક ભેટ સેટનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં લોકપ્રિય બ્રાન્ડ્સ ફ્લાવર ઓરા, હેલ્ધી ટ્રીટ્સ, લિન્ડ્ટ અને કેડબરી હતી. ફેરેરો રોશર કલેક્શન, ક્યુરેટેડ બાથ અને બોડી ગિફ્ટ સેટ, ફ્રેગરન્સ હેમ્પર્સ, સ્ટ્રોબેરી, ગુલાબ અને ચોકલેટ આધારિત ગિફ્ટ બોક્સમાં તેમનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું, જે વિચારપૂર્વક પેકેજ કરેલી ભેટો માટે સ્પષ્ટ પસંદગી દર્શાવે છે. ટાયર 2 અને 3 શહેરોના નવા ગ્રાહકોએ સૌથી વધુ વૃદ્ધિ અને જોડાણ દર્શાવ્યું હતું, જે મહાનગરોની બહાર પ્રસંગ-આધારીત ભેટની ઊંડી પહોંચ દર્શાવે છે.
પરંપરાગત રોમાન્સઃ ચોકલેટ અને તાજા ફૂલોથી અગ્રેસર
તાજા ફૂલોની શ્રેણીમાં વાર્ષિક ધોરણે 1.4 ગણો વધારો જોવા મળ્યો છે, જેમાં ક્યુરેટેડ ફ્લોરલ ગિફ્ટિંગની ગ્રાહકોની માંગ વધી છે. આ શ્રેણીમાં ઝેન ઝી અને મિલેનિયલ ગ્રાહકો વચ્ચે મજબૂત આકર્ષણ જોવા મળ્યું હતું. સૌથી વધુ વેચાતા ઉત્પાદનોમાં, 50 લાલ ગુલાબના પેકમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 1.70 ગણો વધારો જોવા મળ્યો હતો, ત્યારબાદ 24 લાલ ગુલાબના પેકમાં વાર્ષિક ધોરણે 1.30 ગણો વધારો થયો હતો અને 12 મિશ્રિત ગુલાબના પેકમાં વાર્ષિક ધોરણે 1.20 ગણો વધારો જોવા મળ્યો હતો, જે પ્રીમિયમ, વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલી ફૂલોની વ્યવસ્થા માટે સ્પષ્ટ પસંદગી દર્શાવે છે.
લોકપ્રિય ગિફ્ટ બ્રાન્ડ્સ ફ્લાવરઓરા, આઈજીપી, ધ ફ્લોરલમાર્ટ, ઇજી2આઈ, ફ્લોરલબે અને શેડ્સ ઓફ સ્પ્રિંગ હતાકે જે ગ્રાહકોને તાજા અને પ્રીમિયમ ફ્લોરલ વિકલ્પોની વિશાળ પસંદગી પ્રદાન કરે છે.
ફેશન અને સૌંદર્ય-પ્રસાધનો વૈભવી ભેટ વિકલ્પો તરીકે ઉભરી આવ્યા
આ વેલેન્ટાઇન ડે પર યુવા ખરીદદારોની સહભાગિતામાં વધારો જોવા મળ્યોહતો,જેના કારણે વાર્ષિક ધોરણે 1.3 ગણી વૃદ્ધિ થઈ છે. વધુમાં, ટોક્યો ટોકીઝ, સસાફ્રાસ, હાઇલેન્ડર, ફાસ્ટ્રેક, બેવાકૂફ, જીએપી, ધ સોલ્ડ સ્ટોર, લાવી, પુમા, કેસિયો અને સોલ્ટી જેવી અગ્રણી યુવા-કેન્દ્રિત બ્રાન્ડ્સ દ્વારા 2 ગણો વધારો જોવા મળ્યો હતો.
માંગમાં ૧.૪ ગણાના વધારાસાથે જ્વેલરી બીજી સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ કેટેગરી તરીકે ઉભરી આવી હતી, ત્યારબાદ ઘડિયાળો અને સૌંદર્ય-પ્રસાધનોમાં ૧.૩ ગણો અને વસ્ત્રોમાં ૧.૨ ગણો વધારો જોવા મળ્યો હતો,જે યુવા ગ્રાહકોમાં અભિવ્યક્તિ, પ્રસંગ-આધારિત ફેશન અને એસેસરીઝ માટે વધતી જતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે.
અતિ-ઝડપી ડિલિવરી અને અનુકૂળતા આધારીત છેલ્લી ઘડીની ઉજવણી
દિલ્હી એનસીઆર, મુંબઈ અને બેંગ્લોરના ગ્રાહકોએ ચોકલેટ અને ભેટોની ડિલિવરી મિનિટોમાં મેળવવા માટે Amazon Now તરફ વળ્યાહતા,જેમાં હજારો ઉત્પાદનો તેમના ખાસ પ્રિયજનો સુધી પહોંચ્યા અને તેઓ વિશિષ્ટ ઑફર્સનો આનંદ માણી શક્યા હતા.
