» નવી સુવિધા બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ સેક્ટર્સમાં ઇનોવેશન અને ડિજિટલ પરિવર્તનને બળ આપવાની કટીબદ્ધતા દર્શાવે છે
ગાંધીનગર ૨૧ મે ૨૦૨૫: ટેક્નોલોજી અને પ્રોફેશનલ સર્વિસિસમાં વૈશ્વિક સ્તરે અગ્રણી કૉગ્નીઝન્ટ (Nasdaq: CTSH)એ ભારતમાં તેની કામગીરીનું નોંધપાત્ર વિસ્તરણ કરતાં આજે ગિફ્ટ સિટીમાં તેના નવા ટેકફિન સેન્ટરના લોંચની જાહેરાત કરી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ અદ્યતન સુવિધાનું ઉદઘાટન કર્યું હતું, જે પ્રસંગે કૉગ્નીઝન્ટના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જતીન દલાલ તથા કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને સહયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગિફ્ટ સિટીમાં પ્રજ્ઞા 2 ખાતે સ્થિત આ ટેકફિન સેન્ટર વૈશ્વિક બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઇન્શ્યોરન્સ અને ફિનટેક ક્લાયન્ટ્સ માટે ડિજિટલ અને એઆઇ-સંચાલિત પરિવર્તનને વેગ આપવા માટે ડિઝાઇન કરાયું છે. ચાર માળમાં અંદાજે 60,000 ચોરસફૂટમાં ફેલાયેલું આ સેન્ટર શરૂઆતમાં 600 સહયોગીઓનો સમાવેશ કરશે આગામી ત્રણ વર્ષમાં 2,000 સહયોગીઓ સુધી પહોંચવાની યોજના ધરાવે છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી વિશ્વ-સ્તરીય ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજી હબ છે. ટકાઉ ઇન્ફ્રાસ્ટરક્ચર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં સિટી બિઝનેસ-ફ્રેન્ડલી શહેરી વિકાસનું ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ગિફ્ટ સિટીમાં કૉગ્નીઝન્ટની ઉપસ્થિતિ વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ માટે પસંદગીના ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની વધતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરે છે. મને વિશ્વાસ છે કે આ નવું સેન્ટર ઇનોવેશન, રોજગાર સર્જન અને શહેરના સતત વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.
કૉગ્નીઝન્ટના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જતીન દલાલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં અમારા નવા ટેકફિન સેન્ટરના લોંચ સાથે ભારતમાં અમારી ઉપસ્થિતિનું વિસ્તરણ કરતાં અમે ગર્વ કરીએ છીએ. આ રોકાણ વિશ્વ-સ્તરીય ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ માટે ભારત સરકાર અને ગુજરાતના વિઝનને ટેકો આપવાની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે. અહીં અમારી વ્યાપક ઉપસ્થિતિ સાથે અમારો ઉદ્દેશ્ય અમારા ક્લાયન્ટ્સની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો, પ્રતિભાશાળી લોકો માટે નવી તકોનું સર્જન કરવાનો અને પ્રદેશની લાંબાગાળાની વૃદ્ધિમાં અર્થસભર યોગદાન આપવાનો છે. આ નવું સેન્ટર ટિયર-2 શહેરોમાં વિસ્તરણ, પ્રતિભાના અપસ્કીલ, ઇનોવેશનને પ્રોત્સાહન તેમજ એઆઇ-ફર્સ્ટ ઇકોનોમીમાં વૈશ્વિક ક્લાયન્ટ્સને અગ્રેસર રહેવા સક્ષમ કરવાની અમારી વ્યૂહાત્મક યોજનામાં વધુ એક સીમાચિહ્ન છે.
આ ટેકફિન સેન્ટર કૉગ્નીઝન્ટના પીપલ-ફર્સ્ટ અભિગમ અને સસ્ટેનેબિલિટી-સંચાલિત વિઝનને દર્શાવે છે. સહયોગ અને ઇનોવેશનને બળ આપવા માટે ડિઝાઇન કરાયેલી આ સુવિધા સુરક્ષિત, ટેક-સંચાલિત સહયોગ ઝોનને એકીકૃત કરે છે, જે બિઝનેસની વિવિધ જરૂરિયાતોને સપોર્ટ કરવા ડિઝાઇન કરાઇ છે. ખૂબજ કાળજીપૂર્વક વિકસિત કરાયેલું સેન્ટર ટીમવર્ક, આઇડિએશન તથા સહયોગીઓ વચ્ચે નોલજના સરળ આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપશે.
ગુજરાતના સમૃદ્ધ વારસાને ખૂબજ સુંદર રીતે પ્રદર્શિત કરતાં આ સેન્ટરના ઇન્ટિરિયર કચ્છ પ્રદેશની પરંપરાત લિપ્પણ કળાથી પ્રેરણા લે છે. આ જટિલ મ્યુરલ ક્રાફ્ટ મીટીંગ અને બોર્ડરૂમને એક વિશેષ સાંસ્કૃતિક ઓળખ આપે છે, જે આધુનિક કાર્યક્ષમતાને પ્રાદેશિક કલાત્મકતા સાથે જોડે છે.
કર્મચારીઓની સુખાકારીને કેન્દ્રમાં રાખતાં આ સેન્ટરમાં સુવિધાઓનો એક વિશાળ સમૂહ છે, જેમાં વેલનેસ ઝોન, જીમ, યોગ માટે જગ્યા અને મેડિકલ સેન્ટર સામેલ છે. એકદમ શાંત રૂમ અને ન્યુરોડાઇવર્સ-ફ્રેન્ડલી ડિઝાઇન દરેક વ્યક્તિ માટે સમાવેશકતા અને આરામ સુનિશ્ચિત કરે છે. એક વિશાળ કેફેટેરિયા ટાઉનહોલ તરીકે પણ કામ કરે છે, જે સામુદાયિક જોડાણ અને અનૌપચારિક સહયોગને પ્રોત્સાહન આપે છે.
નર્સિંગ મહિલાઓ ઉપર વિશેષ ધ્યાન અપાયું છે તેમજ માતાઓ માટે એક સમર્પિત રૂમ અને જેન્ડર પ્રમાણે આવાસની વ્યવસ્થા સમાવેશકતા અને કેર પ્રત્યે કૉગ્નીઝન્ટની કટીબદ્ધતા દર્શાવે છે.
એક વિશેષ એક્ઝિક્યુટિવ ફ્લોર, રિસેપ્શન, લાઉન્ડ, બોર્ડરૂમ અને મીટીંગ માટેની જગ્યા ઉચ્ચ-સ્તરીય વ્યૂહાત્મક જોડાણને સપોર્ટ કરે છે, જે ઇનોવેશન અને લીડરશીપ માટે સેન્ટરની ભૂમિકાને મજબૂત કરે છે. આ સેન્ટર વિશ્વ-સ્તરીય સસ્ટેનેબિલિટી બેસ્ટ પ્રેક્ટિસિસ માટે એલઇઇડી સર્ટિફિકેશન હાંસલ કરવા ડિઝાઇન કરાયું છે.
આ સેન્ટરની વૃદ્ધિને સપોર્ટ કરવા કૉગ્નીઝન્ટે ભરતીની એક મજબૂત રણનીતિ લાગુ કરી છે, જેમાં ઓન-કેમ્પસ અને ઓફ-કેમ્પસ પહેલ, વોક-ઇન ઇવેન્ટ્સ તેમજ સમગ્ર ગુજરાતના શૈક્ષણિક સંસ્થાનો સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ફ્રેશર્સની નિમણૂંક સામેલ છે. આ ઉપરાંત કંપની આંતરિક મોબિલિટીને પણ સક્ષમ કરી રહી છે, જેથી બીજા કેન્દ્રના સહયોગીઓ ગિફ્ટ સિટી સેન્ટર ખાતે ઉપલબ્ધ ભૂમિકા માટે અરજી કરી શકે તથા વ્યક્તિગત સ્કીલ સેટ મૂજબ તકો મેળવી શકે.
કૉગ્નીઝન્ટના વિશ્વભરમાં 336,300 સહયોગીઓ પૈકીના 70 ટકાથી વધુ ભારતમાં છે ત્યારે દેશ કંપનીની ડિલિવરી વ્યૂહરચનામાં કેન્દ્રસ્થાને છે. ગિફ્ટ સિટી સેન્ટર તેની બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નઇ, કોઇમ્બતુર, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, કોલકત્તા, મેંગ્લોર, મુંબઇ અને પૂણેમાં ઉપસ્થિતિને વધુ મજબૂત કરે છે.