Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોલા-કોલો ચોથું ત્રિમાસિક અને આખા વર્ષના 2024નાં પરિણામો જાહેર કર્યાં

નવી દિલ્હી 12મી ફેબ્રુઆરી 2025 ધ કોકા-કોલા કંપની દ્વારા તેનાં ચોથા ત્રિમાસિક અને આખા વર્ષનાં 2024નાં પરિણામોમાં વૃદ્ધિની તકોથી ભરપૂર ઉદ્યોગમાં એકધારી ગતિ આલેખિત કરે છે. ‘‘અમારી પરિપૂર્ણ વ્યૂહરચનાએ ઉત્તમ કામ કર્યું છે અને અમે ગતિશીલ બહારી વાતાવરણમાં આગેવાની કરવાની અમારી ક્ષમતા દર્શાવવાનું અમે ચાલુ રાખ્યું છે,’’ એમ ધ કોકા-કોલા કંપનીના ચેરમેન અને સીઈઓ જેમ્સ ક્વિન્સીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘‘અમારો વૈશ્વિક સ્તર સાથે સ્થાનિક બજારની નિપુણતા અને અમારા લોકો અને અમારી પ્રણાલીની બેજોડ સમર્પિતતાએ આગળની વિપુલ તકોનો લાભ લેવા અમને ઉત્તમ સ્થિતિમાં મૂકી દીધા છે.’’

ભારતની રૂપરેખાઃ

  • જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ડિસેમ્બર 2024માં કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ સંચાલનને રિફ્રેન્ચાઈઝ કર્યું છે.
  • 31 ડિસેમ્બર, 2024ના પૂરા થયેલા ત્રણ મહિના અને વર્ષાંત દરમિયાન કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ સંચાલનના ફ્રેન્ચાઈઝિંગ સંબંધમાં અનુક્રમે 13 મિલિયન ડોલર અને 303 મિલિયન ડોલરનો ચોખ્ખો લાભ નોંધાવ્યો છે.
  • 31 ડિસેમ્બર, 2024ના પૂરા થયેલા વર્ષાંત દરમિયાન કંપનીએ ભારતના અમુક પ્રદેશોમાં બોટલિંગ સંચાલનના રિફ્રેન્ચાઈઝિંગ સંબંધમાં લેણદેણ ખર્ચના 7 મિલિયન ડોલર ખર્ચ કર્યો છે.
  • આખા વર્ષ માટે યુનિટ કેસ વોલ્યુમ બ્રાઝિલ, ભારત અને મેક્સિકોના યોગદાન સાથે 1 ટકાથી વધ્યું છે.

Related posts

પેરેગ્રાફે લાઇવ લિપસ્ટિક મેકિંગ વર્કશોપ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી

truthofbharat

દેવ જોશીની બાલવીરે તેનું જીવન કાયમ માટે કઈ રીતે બદલી નાખ્યું તેની પર હૃદયસ્પર્શી કબૂલાત

truthofbharat

ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ભારત ભરમાં વધારાનાં પરીક્ષા કેન્દ્રો સાથે હાજરી મજબૂત બનાવે છે

truthofbharat

Leave a Comment