ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — શ્રીલંકાના પ્રતિષ્ઠિત સંકલિત રિસોર્ટ અને લાઇફસ્ટાઇલ હબ, સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સે(Cinnamon Life at City of Dreams) ભારતના મુખ્ય શહેરો – દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં તેનો પહેલો પોસ્ટ-લોન્ચ રોડ શો પૂર્ણ કર્યો, જે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસન અને MICE ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
સિનામન લાઇફના સીઇઓ અને જનરલ મેનેજર સંજીવ હુલુગલ્લે અને સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર પદ્મી ફર્નાન્ડોના નેતૃત્વ અંતર્ગત, આ રોડ શોમાં ભારતના અગ્રણી કોર્પોરેટ્સ, ટ્રાવેલ પાર્ટનર્સ અને ઇવેન્ટ પ્લાનર્સને સિટી ઓફ ડ્રીમ્સ ખાતે સિનામન લાઇફને દક્ષિણ એશિયામાં MICE અને જીવનશૈલીના અનુભવો માટે નવા સિમાચિહ્ન તરીકે પ્રસ્તુત કરવા અને કોલંબોના વ્યવસાય અને આનંદપ્રમોદ માટે એક અગ્રણી પ્રાદેશિક હબ તરીકે ઉભરી બાબતે પ્રકાશ પાડવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રમાં ભારત સતત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાંસિનામન લાઇફ તેના લોન્ચથીકુલ અરાઇવલમાં 50%થી વધુ ફાળો આપે છે. આ પ્રોપર્ટીએ બજાજ, આદિત્ય બિરલા, લેનોવો અને અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના ભારતીય કોર્પોરેટ્સનું હાઇ-પ્રોફાઇલ MICE ઇવેન્ટ્સ માટે અગ્રણી સ્વાગત કર્યું છે, જેમાં નવેમ્બરમાં 1,500 થી વધુ લાર્જ સ્કેલ કોન્ફરન્સના ડેલીગેટ્સ આવી રહ્યા છે. આ ઉપરાંત, વર્ષના અંત પહેલા સિનામન લાઇફ ખાતે ચાર ભારતીય ડેસ્ટિનેશન વેડિંગયોજાવા જઈ રહ્યા છે, જે ઉજવણીઓ અને મોટા મેળાવડા માટે પ્રોપર્ટીના વધી રહેલા આકર્ષણ પર ભાર મૂકે છે.
ભારતમાંથી આ ગતિ વ્યાપક પ્રવાસન વલણને પ્રતિબિંબિત કરે છે, તાજેતરના મહિનાઓમાં ભારતીય આગમનમાં સતત વૃદ્ધિ સાથે – સપ્ટેમ્બરમાં 49,697 મુલાકાતીઓ (31.3% હિસ્સો), ઓગસ્ટમાં 46,473 (23.4% હિસ્સો), અને જુલાઈમાં 37,128 (18.5%) મુલાકાતીઓએ ભારતને શ્રીલંકાના સૌથી મજબૂત સોર્સ માર્કેટ તરીકેનીદાવેદારીને વધુ મજબૂત બનાવી છે.
કોલંબોની વાઇબ્રન્ટ સ્કાયલાઇનના હૃદયમાં સ્થિત , સિટી ઓફ ડ્રીમ્સ ખાતે સિનામન લાઇફ 160,000 ચોરસ ફૂટથી વધુનીફ્લેક્સિબલ ઇવેન્ટ સ્પેસ પ્રદાન કરે છે , જેમાં પાંચ ભવ્ય બોલરૂમ અને ત્રણ વિશિષ્ટ આઉટડોર વેન્યૂનો સમાવેશ થાય છે જેમાંલેક બેઇરા, સિટીસ્કેપ અને ઈન્ડિયન ઓશનનો સમાવેશ થાય છે. અત્યાધુનિક ટેકનોલોજી, વિશ્વ કક્ષાનું આતિથ્ય અને અજોડ સ્થાન સાથે, આ રિસોર્ટ કોલંબોને બિઝનેસ ઇવેન્ટ્સ અને ડેસ્ટિનેશન અનુભવો માટે વૈશ્વિક હબમાં પરિવર્તિત કરી રહ્યું છે .
આગળ વધતા, કોલંબો 2026 માં મહત્ત્વની ગ્લોબલ મૂવમેન્ટનું આયોજક બની રહ્યું છે , જેમાં 3,000 થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલીગેટ્સ ભાગ લેશે, જે દક્ષિણ એશિયામાં MICE પ્રવાસનના એપિસેન્ટરતરીકે સિનામન લાઇફની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
રોડ શોની સફળતા પર બોલતા, સંજીવ હુલુગલ્લેએ ટિપ્પણી કરી કે “ભારત હંમેશા શ્રીલંકાનું નજીકનું ભાગીદાર રહ્યું છે, અને સિનામન લાઇફ ખાતે, અમને વ્યવસાય, મુસાફરી અને ઉજવણી દ્વારા બંનેને જોડતો સેતુ બની રહેવાનો ગર્વ છે. અમારું વિઝન કોલંબોને ઇવેન્ટ્સ માટે એક એવું મંચ જે વિશ્વના અગ્રણી MICE સ્થળો સાથે હરીફાઈ કરે એવા વૈશ્વિક મંચ તરીકે સ્થાન આપવાનું છે.”
તેના દૂરંદેશી સ્થાપત્ય, સંકલિત રિટેલ, એન્ટરટેઇનમેન્ટ અને આતિથ્ય સેવાઓ સાથે, સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાના આધુનિક, વિશ્વ-સ્તરીય ડેસ્ટિનેશનમાં પરિવર્તનને વ્યાખ્યાયિત કરતી ઊર્જા, ભવ્યતા અને ઉત્સાહને મૂર્તિમંત કરવાનું ચાલુ રાખશે.
==========
