Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ચુપા ચુપ્સની નવી ‘સમજની બહાર’ ઝુંબેશ તેની ખાટી-મીઠી મજાને મનોરંજક બનાવે છે

  • બ્રાન્ડની નવી ટીવીસી ખાટા-મીઠા ટ્વીસ્ટને જીવંત બનાવે છે, જે રોજિંદી ક્ષણોને તોફાનીમજાના રસપ્રદ ઘટકોમાં બદલે છે

TVC LINK

રાષ્ટ્રીય | ૨૧ જુલાઈ ૨૦૨૫ — પરફેટી વાન મેલેની પ્રતિષ્ઠિત અને મજેદાર કન્ફોક્શનરી બ્રાન્ડ્સ પૈકીની એક ચુપા ચુપ્સે એક તદ્દન નવી ઝુંબેશ શરૂ કરી છે, જે પોતાના વિશિષ્ટ ખાટા-મીઠા સ્વાદના અનોખા પ્રભાવને જીવંત બનાવે છે. તાજગીપૂર્ણ નવી ટીવીસીની સાથે આ ઝુંબેશ એ વિચાર પર આધારિત છે કે કેવી રીતે ખાટા અને મીઠાનું મિશ્રણ સામાન્યને શુદ્ધ મજાનાંતોફાની સ્વરૂપમાં બદલી શકે છે.

રોજિંદી ક્ષણોમાં મજા-મસ્તી ભરવા માટેના બ્રાન્ડના ઉદ્દેશ આધારિત આ ઝુંબેશ એક તોફાની, પરંતુ હળવાશભર્યો વળાંક લે છે, કારણ કે આ એ દર્શાવે છે કે કેવી રીતે ચુપા ચુપ્સ સ્વીડ એડ સાર જેલી તર્ક અને કલ્પનાને એક રમુજી ટકરાવ સર્જે છે. બિલકુલ સામાન્ય ન હોય એવા ફ્લેવર સાથે આ ફિલ્મ જ્યારે મીઠો સ્વાદ ખાટા સાથે મળે છે ત્યારે અણધારી પરિસ્થિતિમાં વળાંક લે છે અને તર્ક ગાયબ થઈ જાય છે.

ટીવીસીની શરૂઆત એક સામાન્ય માહોલમાં થાય છે, જ્યાં કેટલાક મિત્રો કેરમ રમી રહ્યા હોય છે. પરંતુ તેઓ જ્યારે ચુપા ચુપ્સ બેલ્ટને બટકું ભરે છે ત્યારે પરિચિત રમત એક રમુજી અણધારી સ્થિતિમાં બદલાય છે. આ બધુ એક એવી ક્ષણ સુધી આગળ વધારે છે, જે ઝુંબેશના મૂળ વિચાર “સમજની બહાર છે, જેમ ચુપા ચુપ્સ sweet છેકે sour છે”ને ઝીલે છે.

આ ઝુંબેશ વિશે વાત કરતા પરફેટી વાન મેલે ઈન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર ગુંજન ખેતાને જણાવ્યું હતું કે “ચુપા ચુપ્સ માટે, ‘હંમેશાં મજા’ અમારી મૂળ ફિલસૂફી છે. આ ઝુંબેશની સાથે અમે એક સામાન્ય ચાખવાની ક્ષણને શુદ્ધ, અણધારી મજાના અનુભવમાં પરિવર્તિત કરીને એક પગલું આગળ લઈ જવા માગીએ છીએ. અમારા બેલ્ટ્સમાં મીઠા-ખાટાનું મિશ્રણ માત્ર સ્વાદ વિશે જ નથી, પરંતુ તે દરેક બાઇટમાં ખુશી, હાસ્ય અને ખૂબ તોફાની મસ્તીને જગાડવા માટે પણ છે. અને સમજની બહાર છે, જેમ ચુપા ચુપ્સ મીઠી છે કે ખાટી છે થીમ તેને સુંદર રીતે દર્શાવે છે. આ ચુપા ચુપ્સને એવી પેઢી માટે પસંદગીની બ્રાન્ડ બનાવવાના અમારા વિઝનને દર્શાવે છે જે અભિવ્યક્તિ, અણધારી સ્થિતિ અને કોઇ ફિલ્ટર વિના મસ્તીને મહત્ત્વ આપે છે. આ ફિલ્મ એ યાદ અપાવે છે કે ક્યારેક ક્યારેક તર્કના નિયમોને તોડવાથી જ ક્ષણ યાદગાર બને છે.”

ઓગિલ્વી દ્વારા કલ્પના કરવામાં આવેલી આ ઝુંબેશ અવાસ્તવિક વાર્તાઓ કહેવાની, સામાન્ય રોજિંદા સાંસ્કૃત્તિક સંકેતો અને મસ્તીની સ્પષ્ટ ભાવનાને એક સાથે લાવે છે, જે બ્રાન્ડની ભાવનાને દર્શાવે છે.

ઝુંબેશ વિશે ચર્ચા કરતા વેસ્ટના ચીફ ક્રિએટિવ ઓફિસર અનુરાગ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે “આ ફિલ્મ એ બાબતની ઉજવણી કરે છે કે ચુપા ચુપ્સ સાથે કેવી રીતે સાધારણ ક્ષણો મસ્તી ભરેલા તોફાનમાં બદલાઇ શકે છે. અમે એવા વિશ્વની કલ્પના કરી છે, જ્યાં નિર્દોષ કેરમ મેચ નિયમ ભંગ કરતી મસ્તી અને મૂંઝવણની સ્થિતિમાં ફેરવાઇ જાય છે. અમે ચુપા ચુપ્સ બેલ્ટ્સના સ્વાદને અપનાવ્યો છે– કારણ કે જ્યારે મીઠા અને ખાટાનું મિશ્રણ થાય છે ત્યારે મસ્તીની ગેરંટી છે. અને અહીંયા જ જાદુ રહેલો છે.”

ટીવીસી લિંક દાખલ કરો…

આ ઝુંબેશ ટેલિવિઝન, ડિજિટલ મંચો અને સોશિયલ મિડિયા પર ચલાવવામાં આવશે. તેનો ઉદ્દેશ બ્રાન્ડના અનોખા સ્વાદ પર પ્રકાશ પાડીને નવા યુઝર્સને જોડવાનો છે, સાથે સાથે સહજ મજાનાં સ્ત્રોત તરીકે તેની વિશિષ્ટ ઓળખને વધુ મજબૂત બનાવવાનો છે.

સમજની બહાર છે, જેમ ચુપા ચુપ્સ sweet છે કે sourછેની સાથે ચુપા ચુપ્સ એવા લોકો માટે લોકપ્રિય બ્રાન્ડ તરીકે તેની સ્થિતિને મજબૂત કરવાનું જારી રાખે છે, જેઓ માત્ર બોલ્ડ સ્વાદ જ નહીં, પરંતુ દરેક બાઇટમાં બોલ્ડ મજા પણ ઇચ્છે છે.

Related posts

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન

truthofbharat

પ્રેમભૂમિ બરસાના ધામથી ૯૬૪મી રામકથાનો સ્નેહભીનો આરંભ

truthofbharat

રાજશ્રી સિનેમા OTT પર  ’બડા નામ કરેંગે’ સાથે પ્રવેશ કરે છે: પરંપરા અને મહત્ત્વાકાંક્ષા વિશેની એક હ્રદયસ્પર્શી કથા

truthofbharat