ગુજરાત, અમદાવાદ | ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતમાં હાલ ફક્ત 9 ટકા જ CHRO (ચીફ હ્યુમન રીસોર્સીસ ઓફિસર) બોર્ડ રૂમમાં સ્થાન પામે છે, આનું કારણ એચ આર હેડની બિઝનેસ અને માર્કેટ અંગેની ઉંડાણપૂર્વકની સમજ ન હોવાનું ગણાય છે. ગુજરાતના એચ આર હેડ, પીપલ પર્ફોમન્સને બિઝનેસ ઓબ્જેક્ટિવ સાથે કેવી રીતે સાંકળી શકે, તે અંગેનું મગરદર્શન મળી રહે તે માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બે દિવસની CHRO વર્કશોપનું આયોજન કરાવમાં આવ્યું હતું .
આ વર્કશોપમાં જાણીતા એચ આર અને બિઝનેસ એક્સપર્ટ ભાવેશ ઉપાધ્યાય ફેકલ્ટી હતા. AMA દ્વારા છેલ્લા એક વર્ષમાં આવી ત્રિજિ વર્કશોપ યોજવામાં આવી હતી. AMA સિનિયર લીડરશીપને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સતત પ્રયન્તશીલ છે. સેમિનારના ફેકલ્ટી ભાવેશ ઉપાધ્યાય એચ આર ફિલ્ડમાં બહોળો અનુભવ ધરાવે છે અને હાલમાં વિવિધ કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કાર્યશીલ છે.
