Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બાળપણના ઉત્સાહની ઉજવણી: અકાસા એરે તેનું સૌ પ્રથમ ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ મીલ લૉન્ચ કર્યું

નેશનલ | ૧૪મી નવેમ્બર ૨૦૨૫ — ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન અકાસા એરે એરલાઇનની ઇન-ફ્લાઇટ ડાઇનિંગ સર્વિસ ‘કૅફે અકાસા’ હેઠળ તેના સૌપ્રથમ ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ મીલના લૉન્ચિંગની જાહેરાત કરી છે.

યુવાન મુસાફરોના રમતિયાળપણા અને કલ્પનાશક્તિથી પ્રેરિત તથા તમામ વયના પેસેન્જર્સ આનંદ માણી શકે તે માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા આ ભોજનમાં સિનેમન રૉલ અને ચોકલેટ માર્શમેલો ડેઝર્ટ તથા તમારા પસંદગીના પીણાની સાથે વેજ ક્યુસડિલાઝને પીરસવામાં આવે છે. અકાસા એરના નેટવર્ક પર 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2025 સુધી ઉપલબ્ધ આ ભોજન અકાસા એરની વેબસાઇટ (www.akasaair.com) અને મોબાઇલ એપ પરથી અગાઉથી બૂક કરી શકાય છે.

ફ્લેવર અને ફનનું અનોખું મિશ્રણ ધરાવતું કૅફે અકાસાનું ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ મીલ બાળપણની નિર્દોષતા, આનંદ અને આશ્ચર્યની ઉજવણી કરે છે, જે મુસાફરોને તેમના અંદરના બાળકને બહાર લાવવા અને અકાસા એરની ફ્લાઇટમાં ઉડાન ભરતી વખતે સહજ આનંદને માણવાનું યાદ અપાવે છે.

ઑગસ્ટ 2022માં સંચાલન શરૂ કર્યા પછીથી અકાસા એર વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરતા ખાસ રીતે તૈયાર કરેલા ભોજનના વિકલ્પો પૂરાં પાડવા માટે કટિબદ્ધ છે. મકર સંક્રાંતિથી માંડીને વેલેન્ટાઇન્સ ડે, હોળી, ઈદ, મધર્સ ડે, ઇન્ટરનેશનલ યોગા ડે, ચોમાસાની સીઝન, નવરોઝ, ઓનમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી, ચિલ્ડ્રન્સ ડે અને ક્રિસમસ સુધી, કૅફે અકાસા તહેવારોની વિશેષ વાનગીઓની સાથે ઉડાનના અનુભવને મજેદાર બનાવી રહી છે. જે મુસાફરો તેમના પ્રિયજનોના જન્મદિવસની ઉજવણી આકાશમાં કરવા માગતા હોય તેઓ એરલાઇનના નિયમિત મેનૂમાંથી કૅકની અગાઉથી પસંદગી કરી શકે છે.

કૅફે અકાસાના અવારનવાર રીફ્રેશ થતાં મેનૂને સ્વાદિષ્ટ વાનગીઓ, નાસ્તા અને તાજગીભર્યાં પીણાંની વિવિધતાનો સમાવેશ કરવા માટે ખૂબ જ વિચારીને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને અવનવી વાનગીઓના વ્યાપક વિકલ્પો પૂરાં પાડવામાં આવે તેની ખાતરી કરી શકાય. આ મેનૂમાં 45થી વધુ વાનગીઓના વિકલ્પોને સમાવવામાં આવ્યાં છે, જેમાં ફ્યુઝન મીલ, રીજનલ ટ્વિસ્ટ ધરાવતા એપેટાઇઝર્સ અને શાનદાર ડેઝર્ટ્સનો સમાવેશ થાય છે, જે તમામને ભારતના નામાંકિત શૅફ દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.

કૅફે અકાસા વિશે

અકાસા એરની ઑનબોર્ડ મીલ સર્વિસ કૅફે અકાસાની સાથે ઉડાન ભરતી વખતે ફ્યુઝન, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ તથા અગાઉ ક્યારેય ન ચાખેલી વાનગીઓનો સ્વાદ માણો. કૅફે અકાસા આજના આધુનિક મુસાફરો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા આરોગ્યપ્રદ વિકલ્પો, આખો દિવસ ડાઇનિંગની ફ્લેક્સિબિલિટી, આહ્લાદક ટ્રીટ્સ અને ગ્લોબલ ફ્લેવર્સની સાથે ખૂબ જ વિચારીને તૈયાર કરવામાં આવેલા ભોજનના વિકલ્પો પૂરાં પાડે છે. તે સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા, પીણાં અને ખાવા માટે તૈયાર હોય તેવા ભોજનના વિકલ્પોનું મિશ્રણ ધરાવે છે, જેને દરેક વ્યક્તિની રુચિને અનુરૂપ રહીને ડીઝાઇન કરવામાં આવ્યું છે. તેના મેનૂમાં હળવા ભોજન અને અલગ-અલગ પ્રદેશોની મનપસંદ વાનગીઓનો સમાવેશ કરતાં વિકલ્પોને સમાવવામાં આવ્યાં છે. અકાસા એર ફ્લાઇટ દરમિયાન ખાસ પ્રસંગોની ઉજવણી કરવા માગતા લોકો માટે તેના નિયમિત મેનૂમાં કૅક પણ પૂરી પાડે છે.

અકાસાનો અદભૂત અનુભવ

અકાસા એરનું સહાનુભૂતિપૂર્ણ અને જોશભર્યુ વલણ, કર્મચારીઓને અનુરૂપ માહોલ, ગ્રાહકોને કેન્દ્રમાં રાખવાની માનસિકતા અને ટેકનોલોજીથી પર આધારિત અભિગમે તેને લાખો ગ્રાહકોની પસંદગીની એરલાઇન બનાવી દીધી છે. વિમાનોના તેના તદ્દન નવા કાફલામાં મુસાફરોને પગ મૂકવા માટેની પૂરતી જગ્યા મળી રહે છે અને તેના મોટાભાગના વિમાનોમાં યુએસબી પોર્ટની પણ સુવિધા ઉપલબ્ધ રહે છે. એરલાઇનની ઑનબૉર્ડ મીલ સર્વિસ કૅફે અકાસામાં આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે. પેટ્સ ઑન અકાસા નામની સેવા અંતર્ગત ગ્રાહકો કેબિનમાં અથવા કાર્ગોમાં તેમના પાલતું પ્રાણીઓને લઇને મુસાફરી કરી શકે છે. ગ્રાહકોને અસાધારણ સેવા પૂરી પાડવાનું પોતાનું વચન પાળવા માટે અકાસા એર અકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મીલ ડીલ,એક્સ્ટ્રા સીટ અને અકાસા હૉલિડેઇઝ જેવા 25થી વધારે આનુષંગિક ઉત્પાદનો પૂરાં પાડે છે. ગ્રાહકોના કેબિનના અનુભવને સતત સુધારવા માટે અકાસા એરે કેટલીક ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ પહેલ લૉન્ચ કરી છે, જેમ કે, સ્કાયસ્કૉર બાય અકાસા, સ્કાયલાઇટ્સ અને ક્વાયેટફ્લાઇટ્સ. અકાસા એરે દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે બ્રેઇલમાં સલામતીના સૂચનોના કાર્ડ અને ઑનબૉર્ડ મેનૂ કાર્ડ્સની સુવિધા શરૂ કરી છે.

ખૂબ જ પરવડે તેવી કિંમતોએ ઉડાન ભરવા માટે ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી અકાસા એરની એપ ડાઉનલૉડ કરો !

==========

Related posts

ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના પર્સનલ સ્ટાઈલ અને સ્વઅભિવ્યક્તિના પ્રચાર માટેની ક્રોક્સ પરિવારની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

truthofbharat

એમેઝોને એક્સિયોનું અધિગ્રહણ પૂરું કર્યું, ભારતમાં પોતાનો એકંદર પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો

truthofbharat

તમારા ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારો: Amazon.in પર એર પ્યૉરિફાયર માટે ટોચની ડીલ્સ મેળવો

truthofbharat