Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડિજિટલ ઑન્ટ્રપ્રનર માટે મોટી ખુશખબર: કૅશફ્રી પેમેન્ટ્સે 10 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે શ્રેષ્ઠ પેમેન્ટ ગેટવે રેટ્સની જાહેરાત કરી

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ફિનટેક ક્ષેત્રની અગ્રણી કંપની કૅશફ્રી પેમેન્ટ્સે 10 વર્ષ પુરા થયાની ઉજવણી નિમિત્તે ભારતભરના ઑનલાઇન મર્ચન્ટ્સ માટે સ્પેશીયલ કેમ્પેઈનની જાહેરાત કરી છે. જે વ્યવસાયિકો તેમનો બિઝનેસ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી કૅશફ્રી પેમેન્ટ્સ સાથે ઑનબોર્ડ કરશે, તેઓને તેના પેમેન્ટ ગેટવે સોલ્યુશન્સ માત્ર 1.6% દરે ઉપલબ્ધ રહેશે – જે અત્યાર સુધીમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે આપવામાં આવેલ સૌથી શ્રેષ્ઠ દર છે. આ ખાસ ઓફર આખા એક વર્ષ સુધી માન્ય રહેશે. ચુકવણી ખર્ચ ઘટાડીને, આ પહેલનો હેતુ સ્ટાર્ટઅપ્સ, D2C બ્રાન્ડ્સ, MSMEs અને ઇ-કોમર્સ બિઝનેસના માર્જિનને વધારવાનો છે. જેથી તેઓ ભારતની ઝડપથી વધતી ડિજિટલ અર્થવ્યવસ્થામાં ઝડપથી આગળ વધી શકે. આ કેમ્પેઈન તહેવારની સીઝન પહેલાં શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે ઑનલાઇન ડિમાન્ડ સામાન્ય રીતે સૌથી વધુ રહેતી હોય છે. એટલા માટે આ પહેલ વ્યવસાયિકોનેને વેચાણ મજબૂત કરવા અને કન્વર્ઝન વધારવાની એક મોટી તક પુરી પાડે છે.

આ અવસર પર કૅશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક અને સીઈઓ આકાશ સિન્હાએ જણાવ્યું હતું કે, “વ્યવસાયમાં શુન્યથી શરૂઆત કરવી ક્યારેય સરળ નથી કારણ કે અમે પોતે પણ એ પ્રોસેસમાંથી પસાર થયા છીએ. છેલ્લા દાયકામાં અનેક પડકારો, મુશ્કેલ નિર્ણયો અને સિદ્ધિઓએ આજે અમને આ સ્થાન પર પહોંચાડ્યા છે. આ પ્રોસેસમાંથી પસાર થયા પછી અમને ખબર છે કે બજારમાં ઉચ્ચ સ્થાન જાળવી રાખવા અને ટકી રહેવા માટે કેટલી હિંમત અને સતર્કતા જરૂરી છે. આ જ કારણથી અમે ફાઉન્ડર્સ, સ્ટાર્ટઅપ્સ અને સ્મોલ બિઝનેસ કે જેઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે તેની સાથે એક અલગ લગાવ અનુભવીએ છીએ. ભારતમાં ઈનોવેશન માટેની ભાવના ખૂબ જ મજબૂત છે. આ પહેલ એ જ ભાવનાને આગળ વધારે છે અને અમારા પર વિશ્વાસ મૂકનારા દરેક વ્યવસાયિકોને મદદ કરવાનો અમારો એક પ્રયાસ છે. આ પહેલ દ્વારા વ્યવસાયિકોની એક વર્ષની તમામ પેમેન્ટ ગેટવેને સરળ કરીને તેમને આગળ વધારવામાં મદદ કરીશું.”

છેલ્લા વર્ષોમાં કૅશફ્રી પેમેન્ટ્સે 8 લાખથી વધુ વ્યવસાયિકો માટે વિશ્વસનીય પેમેન્ટ પાર્ટનર બન્યું હતું. જેમાં ઝોમેટો, ઝેપ્ટો, નાયકા અને મેક માય ટ્રિપ જેવિ અગ્રણી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.સમૃદ્ધ ડિજિટલ ઑન્ટ્રપ્રનરની ઈકોસિસ્ટમ અને ઝડપી વધતા ડિજિટલ-ફર્સ્ટ વેપારીઓ માટે જાણીતું અમદાવાદ પણ કૅશફ્રી પેમેન્ટ્સના મહત્વપૂર્ણ મર્ચન્ટ નેટવર્કનો એક ભાગ છે. આ 10મી વર્ષગાંઠની પહેલ માત્ર કંપની માટે એક મોટું માઈલસ્ટોન જ નથી, પરંતુ હજારો નવા ઉદ્યોગસાહસિકોને તેમના ડિજિટલ વ્યવસાયને વધુ સરળ, આત્મવિશ્વાસ અને લાંબા ગાળાના ગ્રોથ સાથે આગળ ધપાવવાની તક પણ આપે છે.

Related posts

મધ્યસ્થ દર્શન પર આધારિત જીવન વિદ્યા પ્રબોધકો, શ્રી સોમ ત્યાગીએ આધુનિક જીવનશૈલી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી

truthofbharat

વ્રજ ફિલ્મ પ્રોડક્શને જુના ગુજરાતી ગીતોને નવો અંદાજ આપી નવી પેઢી સુધી લાવવાનો પ્રયાસ કર્યો

truthofbharat

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ: સમયનો તફાવત ઓળખવાથી જીવન કેમ બચી શકે છે?

truthofbharat